Home Lunch & Dinner Dhaba Style Masoor Dal in Gujarati | ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ...

Dhaba Style Masoor Dal in Gujarati | ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ | Punjabi Dal

0

ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે તુવેરની દાળ કે મગની દાળ તો રોજ બનતી જ હોય છે. પરંતુ જ્યારે શનિવાર-રવિવાર હોય અને ઘરમાં પંજાબી જમવાનું મન થાય, ત્યારે Dhaba Style Masoor Dal (ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ) એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. આખા મસૂર (Whole Masoor) પ્રોટીન, આયર્ન અને ફાઈબરનો શ્રેષ્ઠ સોર્સ છે. હાઈવે પર આવેલા પંજાબી ઢાબામાં આ દાળ ખૂબ જ પ્રખ્યાત છે. આ દાળ જીરા રાઈસ કે લચ્છા પરાઠા સાથે અદભૂત લાગે છે. ચાલો જોઈએ ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  1. મસુર દાળ 1 કપ
  2. તેલ 3-4 ચમચી
  3. જીરું 1 ચમચી
  4. મીઠા લીમડાના પાંદ 5-7
  5. આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  6. ઝીણી સુધારેલ ડુંગળી 1
  7. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  8. ધાણા જીરું પાઉડર 2 ચમચી
  9. હળદર ¼ ચમચી
  10. ગરમ મસાલો ½ ચમચી
  11. આમચૂર પાઉડર ½ ચમચી
  12. મીઠું સ્વાદ મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  1. ઘી 2 ચમચી
  2. હિંગ ¼ ચમચી
  3. લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  4. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

Dhaba Style Masoor Dal banavani rit

ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ બનાવવા સૌથી પહેલા આખી મસુર ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી લ્યો. હવે પાંચ કલાક પછી પલાળેલી દાળ નું પાણી નીતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને દાળ દુબે એનાથી થોડું ઉપર પાણી નાખી ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ પંદર મિનીટ ચડાવી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવે ત્રણ ચાર મરચા અને આદુનો ટુકડો લઇ એની પેસ્ટ બનાવી લ્યોઅને ડુંગળી ને સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં મરચા આદુની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો.

ડુંગળી ગોલ્ડન થાય એય્લે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું  નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખી ઢાંકી દસ મિનીટ ચડાવી લ્યો.

બીજા વઘાર માટે વઘારીયામાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ઘી માં હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ઉકળતી દાળ માં નાખી મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા નાખી ગરમ ગરમ રોટલી, ભાખરી કે ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢાબા વાળી મસુરદાળ.

ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ બનાવવાની રીત

Dhaba Style Masoor Dal banavani rit - ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ

Dhaba Style Masoor Dal in Gujarati | ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ | Punjabi Dal

ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે તુવેરનીદાળ કે મગની દાળ તો રોજ બનતી જ હોય છે. પરંતુ જ્યારે શનિવાર-રવિવાર હોય અને ઘરમાં પંજાબીજમવાનું મન થાય, ત્યારે Dhaba Style Masoor Dal (ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ) એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. આખા મસૂર (Whole Masoor)પ્રોટીન, આયર્ન અને ફાઈબરનો શ્રેષ્ઠ સોર્સ છે. હાઈવે પરઆવેલા પંજાબી ઢાબામાં આ દાળ ખૂબ જ પ્રખ્યાત છે. આ દાળ જીરા રાઈસ કે લચ્છા પરાઠા સાથેઅદભૂત લાગે છે. ચાલો જોઈએ ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ મસુર દાળ
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું 1
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Dhaba Style Masoor Dal banavani rit

  • ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ બનાવવા સૌથી પહેલા આખી મસુર ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી લ્યો. હવે પાંચ કલાક પછી પલાળેલી દાળ નું પાણી નીતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને દાળ દુબે એનાથી થોડું ઉપર પાણી નાખી ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ પંદર મિનીટ ચડાવી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે ત્રણ ચાર મરચા અને આદુનો ટુકડો લઇ એની પેસ્ટ બનાવી લ્યોઅને ડુંગળી ને સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં મરચા આદુની પેસ્ટ નાખી શેકો. પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • ડુંગળી ગોલ્ડન થાય એય્લે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખી ઢાંકી દસ મિનીટ ચડાવી લ્યો.
  • બીજા વઘાર માટે વઘારીયામાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ઘી માં હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ઉકળતી દાળ માં નાખી મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા નાખી ગરમ ગરમ રોટલી, ભાખરી કે ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢાબા વાળી મસુરદાળ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version