HomeNastaમગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani...

મગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani rit | moong dal vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મગની દાળના વડા બનાવવાની રીત – mag ni dal na vada banavani rit શીખીશું. આ મગદાળ ના દાલવડા ને વાટેલી દાળ ના ભજીયા, મગદાળ ની પકોડી, મગદાળ ના ભજીયા, મંગોડે જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe, અને અમદાવાદ માં આ  મગ દાળ ના દાલવડા ખૂબ  પ્રખ્યાત છે વરસાદ આવતા જ દરેક ગુજરાતી ને આ વડા લ્યો પકોડા ક્યો જે ભજીયા લ્યો યાદ આવે છે ને ઘરે ઘરે ને બજાર માં શેરીએ શેરીએ ગરમ ગરમ તરાવા લાગે છે તો ચાલો moong dal vada recipe in gujarati શીખીએ.

મગની દાળના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • મગદાળ 2 કપ
  • લસણ ની કણી 5-7
  • આદુનો ટુકડો 2 ઇંચ
  • ડુંગળી 1
  • ગાજર 1
  • પાલક 150 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 8-10
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • મરી 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા 150 ગ્રામ
  • ફુદીનો 40 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ 1 ઇંચ
  • જીરું ½ ચમચી
  • મરી 8-10
  • બેસન સેવ 2-3 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ

મગની દાળના વડા બનાવવાની રીત

મગની દાળના વડા બનાવવા સૌપ્રથમ મગદાળ સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ને ઓછા માં ઓછા ચાર કલાક પલાળી મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં આખા ધાણા, જીરું, વરિયાળી, અજમો, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકવા ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ દરદરા ફૂટી લ્યો અથવા પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો.

દાળ બરોબર પલાળી લીધા બાદ ચારણી માં દાળ નું પાણી કાઢી નિતારી લ્યો હવે પા વાટકો પલાળેલી દાળ ને અલગ કરી લ્યો ત્યાર બાદ બાકી ની દાળ મિક્સર જાર માં થોડી દાળ માં લસણ ની કણી અને  આદુ નાખી ને પીસી લ્યો આમ બધી દાળ ને પીસી ને કે મોટા વાસણમાં કાઢી લ્યો.

પીસેલી દાળ ને હાથ થી બરોબર એક સાઈડ આઠ દસ મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં , ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, સુધારેલ પાલક, મીઠા લીમડા ના પાન અને પલાળેલી દાળ જે એક બાજુ મુકેલ હતી એ નાખો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો ને તૈયાર કરેલ મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે હાથ સાફ કરી લ્યો અને હાથ ને તેલ લગાવી ને તૈયાર કરેલ મિશ્રણ માંથી ગોળ ગોળ દાળવડા નાખી ને દાળવડા ને પોણા ભાગ ના તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો.

આમ બધા દાળવડા ને પોણા ભાગ ના તરી ને કાઢી લ્યો હવે તેલ ને ફૂલ તાપે ફરીથી ગરમ.કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં તરી રાખેલ દાળવડા નાખી ને ગોલ્ડન તરી લ્યો દાળવડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને ચટણી સાથે ગરમ ગરમ ચા અને ચટણી સાથે સર્વ કરો મગની દાળના વડા.

ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, ફૂદીના ના પાન, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ નો ટુકડો, બેસન સેવ, લીંબુનો રસ, મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને પીસી ને તૈયાર કરી લ્યો ચટણી.

moong dal vada recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના અથવા ઘર માં હોય એ શાક ને સાવ ઝીણું સુધારી ને નાખી શકો છો.
  • મીઠું હમેશા વડા તરતી વખતે નાખવું જેથી મિશ્રણ નરમ નહિ થાય અને જો ઘણા વડા બનાવવા ના હોય તો થોડા થોડા મિશ્રણ ને અલગ કરી ને એમાં મીઠું નાખી મિક્સ કરી ને વડા તરવા.

mag ni dal na vada banavani rit | Recipe Video

Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

moong dal vada recipe in gujarati

મગની દાળના વડા - mag ni dal na vada - મગની દાળના વડા બનાવવાની રીત - mag ni dal na vada banavani rit - moong dal vada recipe in gujarati

મગની દાળના વડા | mag ni dal na vada | મગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani rit | moong dal vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મગની દાળના વડા બનાવવાની રીત – mag ni dal na vada banavani rit શીખીશું. આ મગદાળ ના દાલવડા ને વાટેલી દાળ ના ભજીયા, મગદાળ નીપકોડી, મગદાળ ના ભજીયા, મંગોડે જેવા અલગઅલગ નામ થી ઓળખાય છે, અને અમદાવાદ માં આ  મગ દાળ ના દાલવડા ખૂબ  પ્રખ્યાત છે વરસાદ આવતા જ દરેક ગુજરાતી ને આ વડા લ્યો પકોડા ક્યો જે ભજીયાલ્યો યાદ આવે છે ને ઘરે ઘરે ને બજાર માં શેરીએ શેરીએ ગરમ ગરમ તરાવા લાગે છે તો ચાલો moong dal vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
soaking time 4 hrs
Total Time 4 hrs 50 mins
Course gujarati nasto, Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મગની દાળના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મગદાળ
  • 5-7 લસણની કણી
  • 2 ઇંચ આદુનો ટુકડો
  • 1 ડુંગળી
  • 1 ગાજર
  • 150 ગ્રામ પાલક
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 આમચૂર પાઉડર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • પાણી જરૂર મુજબ
  • તેલ તરવા માટે

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 150 ગ્રામ લીલા ધાણા
  • 40 ગ્રામ ફુદીનો
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુ
  • ½ ચમચી જીરું
  • 8-10 મરી
  • 2-3 ચમચી બેસન સેવ
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

મગની દાળના વડા બનાવવાની રીત | mag ni dal na vada banavani rit | moong dal vada recipe in gujarati

  • મગની દાળના વડા બનાવવા સૌપ્રથમ મગદાળ સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યોત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ને ઓછા માં ઓછા ચાર કલાક પલાળી મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં આખાધાણા, જીરું, વરિયાળી, અજમો, મરી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકવા ની સુગંધઆવે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ દરદરા ફૂટી લ્યો અથવા પીસી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો.
  • દાળ બરોબર પલાળી લીધા બાદ ચારણી માં દાળ નું પાણી કાઢી નિતારી લ્યો હવે પા વાટકો પલાળેલી દાળ ને અલગ કરી લ્યો ત્યાર બાદ બાકી ની દાળ મિક્સર જાર માં થોડી દાળ માં લસણ ની કણી અને  આદુ નાખી ને પીસી લ્યો આમ બધી દાળને પીસી ને કે મોટા વાસણમાં કાઢી લ્યો.
  • પીસેલી દાળ ને હાથ થી બરોબર એક સાઈડ આઠ દસ મિનિટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાંમરચાં , ઝીણી સુધારેલીડુંગળી, છીણેલું ગાજર, સુધારેલ પાલક,મીઠા લીમડા ના પાન અને પલાળેલી દાળ જે એક બાજુ મુકેલ હતી એ નાખો.
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો ને તૈયાર કરેલ મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હવે હાથ સાફ કરી લ્યો અને હાથ ને તેલ લગાવી ને તૈયાર કરેલ મિશ્રણ માંથી ગોળ ગોળ દાળવડા નાખી ને દાળવડા ને પોણા ભાગ ના તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો.
  • આમ બધા દાળવડા ને પોણા ભાગ ના તરી ને કાઢી લ્યો હવે તેલ ને ફૂલ તાપે ફરીથી ગરમ.કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલેએમાં તરી રાખેલ દાળવડા નાખી ને ગોલ્ડન તરી લ્યો દાળવડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢીલ્યો ને ચટણી સાથે ગરમ ગરમ ચા અને ચટણી સાથે સર્વ કરો મગની દાળના વડા.

ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, ફૂદીના ના પાન, લીલામરચા સુધારેલા, લસણ ની કણી, આદુ નો ટુકડો,બેસન સેવ, લીંબુનો રસ, મીઠુંનાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને પીસી ને તૈયાર કરી લ્યો ચટણી.

moong dal vada recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના અથવા ઘર માં હોય એ શાક ને સાવ ઝીણું સુધારી ને નાખી શકો છો.
  • મીઠું હમેશા વડા તરતી વખતે નાખવું જેથી મિશ્રણ નરમ નહિ થાય અને જો ઘણા વડા બનાવવા ના હોય તો થોડા થોડા મિશ્રણ ને અલગ કરી ને એમાં મીઠું નાખી મિક્સ કરી ને વડા તરવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in gujarati

આચારી પરોઠા બનાવવાની રીત | achari paratha banavani rit | achari paratha recipe in gujarati

નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati

દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular