જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ પૌવા બનાવવાની રીત શીખીશું. આ પૌવા ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણ છે જેથી નાના મોટા દરેક ને નાની મોટી ભૂખમાં આ શાકભાજી થી ભરપુર પૌવા આપી શકો છો અને પૌવા સાથે શાક પણ ખવડાવી શકો છો. તો ચાલો Vegetable pauva banavani rit શીખીએ.
વેજીટેબલ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ગાજર ઝીણા સમારેલા 1 નાની
- બાટલા ઝીણા સમારેલા 1 મિડીયમ સાઇઝ
- કેપ્સિકમ સુધારેલ 1
- બાફેલા વટાણા ¼ કપ
- સીંગદાણા ¼ કપ
- હળદર ¼ ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 7-8
- પીસેલી ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 3-4 ચમચી
Vegetable pauva banavani rit
વેજીટેબલ પૌવા બનાવવા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચારણીમાં નાખી ને પાણી નિતારી લ્યો પાણી નિતારી ને પૌવા કોરા થઈ જાય એટલે એમાં પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ને સીંગદાણા ને તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં રાઈ, જીરું નાખી તતાડવી લ્યો.
ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી ને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
એમાં ઝીણા સમારેલા બટાકા, ગાજર અને કેપાઈકમ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. શાક બધા ચડી જાય એટલે એમાં હલડરનાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં પૌવા અને બાફેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી એમાં તરી રાખેલ સીંગદાણા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો વેજીટેબલ પૌવા.
Pauva recipe notes
- અહી તમે તમારી પાસે હોય એ અથવા તમને પસંદ હોય એવા શાક નાખી ને આ પૌવા તૈયાર કરી લ્યો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
વેજીટેબલ પૌવા બનાવવાની રીત
Vegetable pauva banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
વેજીટેબલ પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પૌવા
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 નાની ગાજર ઝીણા સમારેલા
- 1 મિડીયમ સાઇઝ બાટલા ઝીણા સમારેલા
- 1 કેપ્સિકમ સુધારેલ
- ¼ કપ બાફેલા વટાણા
- ¼ સીંગદાણા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 7-8 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી પીસેલી ખાંડ
- 2-3 ચમચી લીંબુનો રસ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી તેલ
Instructions
Vegetable pauva banavani rit
- વેજીટેબલ પૌવા બનાવવા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ પૌવા ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચારણીમાં નાખી ને પાણી નિતારી લ્યો પાણી નિતારી ને પૌવા કોરા થઈ જાય એટલે એમાં પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી ને સીંગદાણા ને તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં રાઈ, જીરું નાખી તતાડવી લ્યો.
- ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી ને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
- એમાં ઝીણા સમારેલા બટાકા, ગાજર અને કેપાઈકમ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. શાક બધા ચડી જાય એટલે એમાં હલડરનાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં પૌવા અને બાફેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી એમાં તરી રાખેલ સીંગદાણા અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો વેજીટેબલ પૌવા.
Pauva recipe notes
- અહી તમે તમારી પાસે હોય એ અથવા તમને પસંદ હોય એવા શાક નાખી ને આ પૌવા તૈયાર કરી લ્યો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Broccoli Malai Tikka recipe | બ્રોકલી મલાઈ ટીકા ની રેસીપી
કાઠીયાવાડી વઘારેલો રોટલો | kathiyawadi vagharelo rotlo
મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit