Home Lunch & Dinner Lila vatana na parotha | લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત

Lila vatana na parotha | લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત

0
Image credit – Youtube/Kabita's Kitchen

એજ રેગ્યુલર પરોઠા ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો એક વખત આ લીલા વટાણા માંથી બનતા સ્વાદિષ્ટ લીલા વટાણા ના પરોઠા – Lila vatana na parotha બનાવી જુવો વારંવાર બનાવતા થઈ જસો. બજાર માં લીલા કાચા વટાણા ખૂબ સારા આવે છે તો એક વખત ચોક્કસ બનાવો.

Ingredients list

  • લીલા વટાણા 2 કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લસણ ની કણી 8-10
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Lila vatana na parotha banavani rit

લીલા વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરી લેશું. લોટ બાંધવા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને લોટ બંધાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખી શેકો. લસણ શેકાઈ જાય એટલે એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી શેકો. વટાણા ને થોડી વાર શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી વટાણા ને ચડાવી લ્યો.

વટાણા ચડવા આવે એટલે ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી થોડા ઠંડા કરી લ્યો. વટાણા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને ફરીથી મસળી લુવા બનાવી લ્યો હવે એક લુવા ને લઈ વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુ થી બરોબર પેક કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો અને ગરમ તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકો.

બને બાજુ થોડા શેકી લીધા બાદ એના પર તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા લુવા બનાવી સ્ટફિંગ ભરી વણી ને શેકતા જાઓ. આમ બધા પરોઠા બનાવી તૈયાર કરી લ્યો અને દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ના પરોઠા.

Parotha recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો આદુ નાખી ને પણ આ પરોઠા બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત

લીલા વટાણા ના પરોઠા - Lila vatana na parotha

Lila vatana na parotha banavani rit

એજ રેગ્યુલર પરોઠા ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો એક વખતઆ લીલા વટાણા માંથી બનતા સ્વાદિષ્ટ લીલા વટાણા ના પરોઠા – Lila vatana na parotha બનાવી જુવો વારંવાર બનાવતા થઈ જસો. બજાર માં લીલા કાચાવટાણા ખૂબ સારા આવે છે તો એક વખત ચોક્કસ બનાવો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

Ingredients list

  • 2 કપ લીલા વટાણા
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 8-10 લસણ ની કણી
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lila vatana na parotha banavani rit

  • લીલા વટાણા ના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરી લેશું. લોટ બાંધવા કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો અને લોટ બંધાઈ જાય એટલે એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
  • હવે સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખી શેકો. લસણ શેકાઈ જાય એટલે એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી શેકો. વટાણા ને થોડી વાર શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી વટાણા ને ચડાવી લ્યો.
  • વટાણા ચડવા આવે એટલે ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી થોડા ઠંડા કરી લ્યો. વટાણા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને ફરીથી મસળી લુવા બનાવી લ્યો હવે એક લુવા ને લઈ વાટકા જેવો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુ થી બરોબર પેક કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો અને ગરમ તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકો.
  • બને બાજુ થોડા શેકી લીધા બાદ એના પર તેલ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા લુવા બનાવી સ્ટફિંગ ભરી વણી ને શેકતા જાઓ. આમ બધા પરોઠા બનાવી તૈયાર કરી લ્યો અને દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલા વટાણા ના પરોઠા.

Notes

જો તમે લસણ ના ખાતા હો તો આદુ નાખી ને પણ આ પરોઠા બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version