Home Lunch & Dinner Juvar ni rotli | જુવાર ની રોટલી

Juvar ni rotli | જુવાર ની રોટલી

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

જુવાર ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે અને ઘઉંની રોટલી ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ રીતે બનાવેલી Juvar ni rotli – જુવાર ની રોટલી ફૂલેલી ફૂલેલી બનાવી ખાસો તો સ્વાદિષ્ટ ની સાથે ટેસ્ટી પણ લાગશે. જે ઘણી બીમારી માં પણ ખૂબ લાભકારી છે તો ચાલો જુવાર ની રોટલી બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • જુવાર નો લોટ 1 કપ
  • પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ

Juvar ni rotli banavani rit

જુવાર ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી ઘી નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળે ત્યાં સુંધી માં. જુવાર ના લોટ ને ચારણી થી ચાળી લ્યો અને પાણી ઉકળી જાય એટલે એમાં જુવારનો લોટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો.

લોટ ને પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી ચમચા થી મિક્સ કરી લ્યો અને મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી મસળી ને લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી ફરી લોટ ને સ્મૂથ અને બનાવી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદથી હલકા હાથે રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી શેકો.

એક બાજુ થોડી શેકાઈ જાય ઉથલાવી બીજી બાજુ બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બને બાજુ બરોબર ચડાવી લ્યો અને રોટલી બરોબર ચડી જાય એટલે તવી પરથી ઉતારી ઘી લગાવી લ્યો. આમ બધી રોટલી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે જુવાર ની રોટલી.

Rotli recipe notes

  • અહી એક કપ લોટ માટે એક કપ પાણી લેશો તો લોટ બરોબર બંધાઈ જસે અને રોટલી પણ નરમ મુલાયમ અને કોઈ તિરાડ વગર બનશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

જુવાર ની રોટલી બનાવવાની રીત

Juvar ni rotli - જુવાર ની રોટલી

Juvar ni rotli banavani rit

જુવાર ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે અનેઘઉંની રોટલી ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ રીતે બનાવેલી Juvar ni rotli – જુવાર ની રોટલી ફૂલેલી ફૂલેલી બનાવીખાસો તો સ્વાદિષ્ટ ની સાથે ટેસ્ટી પણ લાગશે. જે ઘણી બીમારીમાં પણ ખૂબ લાભકારી છે તો ચાલો જુવાર ની રોટલી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

Ingredients list

  • 1 કપ જુવાર નો લોટ
  • 1 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

Juvar ni rotli banavani rit

  • જુવાર ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી ઘી નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળે ત્યાં સુંધી માં. જુવાર ના લોટ ને ચારણી થી ચાળી લ્યો અને પાણી ઉકળી જાય એટલે એમાં જુવારનો લોટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો.
  • લોટ ને પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી ચમચા થી મિક્સ કરી લ્યો અને મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી મસળી ને લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી ફરી લોટ ને સ્મૂથ અને બનાવી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદથી હલકા હાથે રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી શેકો.
  • એક બાજુ થોડી શેકાઈ જાય ઉથલાવી બીજી બાજુ બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી બને બાજુ બરોબર ચડાવી લ્યો અને રોટલી બરોબર ચડી જાય એટલે તવી પરથી ઉતારી ઘી લગાવી લ્યો. આમ બધી રોટલી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે જુવાર ની રોટલી.

Notes

અહી એક કપ લોટ માટે એક કપ પાણી લેશો તો લોટ બરોબર બંધાઈ જસે અને રોટલી પણ નરમ મુલાયમ અને કોઈ તિરાડ વગર બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version