Home Dessert & Drinks Makai na lot ni raab | મકાઈ ના લોટની રાબ બનાવવાની રેસીપી

Makai na lot ni raab | મકાઈ ના લોટની રાબ બનાવવાની રેસીપી

0

આ એક રાજસ્થાની વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવતી હોય છે. આ રાબ બનાવવી ખુબ સરળ છે અને ખુબ સ્વાદીસ્ટ બને છે જેને શિયાળાની સવાર કે સાંજ ની ઠંડી ને દુર કરવા બનાવી મજા લઇ શકો છો. જે ભૂખ ને શાંત કરવાની સાથે ઠંડીને દુર કરી દેશે. તો ચાલો Makai na lot ni raab – મકાઈ ના લોટની રાબ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • દહીં 1 કપ
  • મકાઈનો લોટ ¾ કપ
  • ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધરેલા 1-2
  • લીલા ધાણા સુધરેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 3 કપ
  • ગાર્નીશ માટે શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર

Makai na lot ni raab banavani recipe

મકાઈ ના લોટની રાબ બનવવા સૌથી પહેલા એક તપેલીમાં દહીં લઇ એને બ્લેન્ડર / ઝેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને મકાઈનો લોટ નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં છાસ અને મકાઈના લોટ વાળું મિશ્રણ નાખી જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણમાં ઉભરો આવે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી દસ બાર મિનીટ ચડવા દયો.

દસ મિનીટ પછી ફરી એક વખત બરોબર હલાવી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરતી વખતે ઉપર શેકેલ જીરું પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે મકાઈ ના લોટની રાબ.

મકાઈ ના લોટની રાબ બનાવવાની રેસીપી

Makai na lot ni raab - મકાઈ ના લોટની રાબ

Makai na lot ni raab banavani recipe

આ એક રાજસ્થાની વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવતી હોય છે. આ રાબ બનાવવી ખુબ સરળ છે અને ખુબ સ્વાદીસ્ટ બને છે જેને શિયાળાની સવાર કે સાંજ ની ઠંડી ને દુર કરવા બનાવી મજા લઇ શકો છો. જે ભૂખ ને શાંત કરવાની સાથે ઠંડીને દુર કરી દેશે. તો ચાલો Makai na lot ni raab – મકાઈ ના લોટની રાબ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ દહીં
  • ¾ કપ મકાઈનો લોટ
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધરેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધરેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3 કપ પાણી
  • ગાર્નીશ માટે શેકેલ જીરું પાઉડર , લાલ મરચા નો પાઉડર

Instructions

Makai na lot ni raab banavani recipe

  • મકાઈ ના લોટની રાબ બનવવા સૌથી પહેલા એક તપેલીમાં દહીં લઇ એને બ્લેન્ડર / ઝેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને મકાઈનો લોટ નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં છાસ અને મકાઈના લોટ વાળું મિશ્રણ નાખી જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણમાં ઉભરો આવે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ધીમો કરી દસ બાર મિનીટ ચડવા દયો.
  • દસ મિનીટ પછી ફરી એક વખત બરોબર હલાવી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ને મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરતી વખતે ઉપર શેકેલ જીરું પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટી મજા લ્યો. તો તૈયાર છે મકાઈ ના લોટની રાબ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version