Home Nasta Mangalore Buns banavani rit | મેંગલોર બન્સ બનાવવાની રીત

Mangalore Buns banavani rit | મેંગલોર બન્સ બનાવવાની રીત

0
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

 આજે આપણે કર્ણાટકા નું એક પ્રસિદ્ધ સિટી છે મેંગલોર સિટી જેનો આ એક પ્રસિદ્ધ નાસ્તો છે જે તમે એક વખત બનાવશો તો વારંવાર તમને નાસ્તા માં બનાવવાની મજા પડી જાય એવી વાનગી છે તો ચાલો આજે આપણે ફેમસ ડિશ Mangalore Buns – મેંગલોર બન્સ બનાવાતા શીખીશું.

INGREDIENTS

  • પાકેલા પીળા કેળા 3 નંગ
  • બુરા ખાંડ 2 ચમચી
  • દહીં ¼ કપ
  • મેંદો 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • એક ચપટી બેકિંગ સોડા
  • જીરું 1 ચમચી
  • ડીપ ફ્રાય કરવા માટે તેલ
  • નારિયેળની ચટણી સર્વિંગ માટે ચાય કે કોફી સર્વિંગ માટે

Mangalore Buns banavani rit

મેંગલોર બન્સ બનાવવા માટે સૌ પ્રથમ એક ત્રાંસ લેશું તેમાં કેળા ની છાલ કાઢી તેમાં 3 નંગ કેળા નાખીશું ત્યાર પછી તેમાં 2 ચમચી બુરા ખાંડ  નાખી ફોક ની મદદ થી બને વસ્તુ ને સારી રીતે મેસ કરી લેશું.

હવે કેળા અને ખાંડ એકદમ સારી રીતે એકરસ અને મેસ થઈ ગયા બાદ તેમાં દહીં ¼ કપ નાખી ફરીથી એક વખત મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં 2 કપ મેંદો , સ્વાદ મુજબ મીઠું , 1 ચપટી બેકિંગ સોડા , જીરું 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને પેલે ફોક ની મદદ થી મિક્સ કરીશું ત્યાર બાદ હાથ વડે મસળી ને એક દમ સોફ્ટ લોટ બાંધી લેશું.

ત્યાર બાદ હવે લોટ બાંધી લીધા પછી લોટ ને એક બાઉલ માં રાખી અને તેના પર પ્લાસ્ટિક ના રેપર ની મદદ થી બાઉલ ને કવર કરી અને લોટ ને આપણે 8 કલાક માટે રેસ્ટ કરવા મૂકીશું. જેથી આપણો લોટ છે તે સારી રીતે ફરમેન્ટ થઈ જશે.

હવે 8 કલાક પછી લોટ ને ફરીથી એક વખત સારી રીતે મસળી લેશું. અને તેના મિડિયમ સાઇઝ ના લૂઆ કરી લેશું લૂઆ થઈ ગયા બાદ પાટલા પર થોડો કોરો મેંદા નો લોટ નાખી અને તેના પર લુઓ મૂકી અને અને થોડી મિડયમ ઝાડી સાઇઝ ની પૂરી વણી લેશું. ત્યાર બાદ પૂરી વણાઈ ગયા બાદ તેલ ને પેલે થી ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં તૈયાર કરેલા બન્સ નાખી અને તળી લેશું. બન્સ એક દમ સારી રીતે ફૂલી અને થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ આપણે તેને એક પ્લેટ માં ટિસ્યુ પેપર પર મૂકી અને બન્સ ને રાખી દેશું.

તો આવીજ રીતે આપણે બધા બન્સ ને તળી લેશું.

તો તૈયાર છે આપણા મસ્ત મેંગલોર બન્સ જેને સર્વિંગ પ્લેટ માં કાઢી અને ગરમા ગરમ નારિયેળ ની ચટણી કે પછી ચાય કે કોફી સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેંગલોર બન્સ બનાવવાની રીત

Mangalore Buns - મેંગલોર બન્સ

Mangalore Buns banavani rit

આજે આપણે કર્ણાટકા નું એક પ્રસિદ્ધ સિટી છે મેંગલોર સિટીજેનો આ એક પ્રસિદ્ધ નાસ્તો છે જે તમે એક વખત બનાવશો તો વારંવાર તમને નાસ્તા માં બનાવવાનીમજા પડી જાય એવી વાનગી છે તો ચાલો આજે આપણે ફેમસ ડિશ Mangalore Buns – મેંગલોર બન્સ બનાવાતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 25 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 ત્રાસ
  • 1 પાટલો – વેલણ
  • 1 કડાઈ તરવા માટે
  • 1 બાઉલ

Ingredients

  • 3 નંગ પાકેલા પીળા કેળા
  • 2 ચમચી બુરા ખાંડ
  • ¼ કપ દહીં
  • 2 કપ મેંદો
  • સ્વાદ મુજબ મીઠું
  • એક ચપટી બેકિંગ સોડા
  • 1 ચમચી જીરું
  • ડીપ ફ્રાય કરવા માટે તેલ
  • નારિયેળની ચટણી સર્વિંગ માટે
  • ચાય કે કોફી સર્વિંગ માટે

Instructions

Mangalore Buns banavani rit

  • મેંગલોર બન્સ બનાવવા માટે સૌ પ્રથમ એક ત્રાંસ લેશું તેમાં કેળા ની છાલ કાઢી તેમાં 3 નંગ કેળા નાખીશું ત્યાર પછી તેમાં 2 ચમચી બુરા ખાંડ નાખી ફોક ની મદદ થી બને વસ્તુ ને સારી રીતે મેસ કરી લેશું.
  • હવે કેળા અને ખાંડ એકદમ સારી રીતે એકરસ અને મેસ થઈ ગયા બાદ તેમાં દહીં ¼ કપ નાખી ફરીથી એક વખત મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં 2 કપ મેંદો , સ્વાદ મુજબ મીઠું , 1 ચપટી બેકિંગ સોડા , જીરું 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને પેલે ફોક ની મદદ થી મિક્સ કરીશું ત્યાર બાદ હાથ વડે મસળી ને એક દમ સોફ્ટ લોટ બાંધી લેશું.
  • ત્યાર બાદ હવે લોટ બાંધી લીધા પછી લોટ ને એક બાઉલ માં રાખી અને તેના પર પ્લાસ્ટિક ના રેપર ની મદદ થી બાઉલ ને કવર કરી અને લોટ ને આપણે 8 કલાક માટે રેસ્ટ કરવા મૂકીશું. જેથી આપણો લોટ છે તે સારી રીતે ફરમેન્ટ થઈ જશે.
  • હવે 8 કલાક પછી લોટ ને ફરીથી એક વખત સારી રીતે મસળી લેશું. અને તેના મિડિયમ સાઇઝ ના લૂઆ કરી લેશું લૂઆ થઈ ગયા બાદ પાટલા પર થોડો કોરો મેંદા નો લોટ નાખી અને તેના પર લુઓ મૂકી અને અને થોડી મિડયમ ઝાડી સાઇઝ ની પૂરી વણી લેશું. ત્યાર બાદ પૂરી વણાઈ ગયા બાદ તેલ ને પેલે થી ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં તૈયાર કરેલા બન્સ નાખી અને તળી લેશું. બન્સ એક દમ સારી રીતે ફૂલી અને થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ આપણે તેને એક પ્લેટ માં ટિસ્યુ પેપર પર મૂકી અને બન્સ ને રાખી દેશું.
  • તો આવીજ રીતે આપણે બધા બન્સ ને તળી લેશું.
  • તો તૈયાર છે આપણા મસ્ત મેંગલોર બન્સ જેને સર્વિંગ પ્લેટ માં કાઢી અને ગરમા ગરમ નારિયેળ ની ચટણી કે પછી ચાય કે કોફી સાથે સર્વ કરીશું.

Notes

  • ખાસ ધ્યાન રાખવું કે આ લોટ માં આપણે દૂધ નાખી અને લોટ બાંધવાની જરૂર નથી કેળા અને દહીં ની મદદ થીજ આપણો લોટ સારી રીતે બંધાઈ જશે.
  • જો તમારી પાસે બુરા ખાંડ ના હોય તો તમે પીસેલી ખાંડ પણ લઈ સકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version