Home Nasta oats na chilla banavani recipe | ઓટ્સ ના ચીલા બનાવવાની રેસીપી

oats na chilla banavani recipe | ઓટ્સ ના ચીલા બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Kabita's Kitchen

આપણે ચીલા નું એક નવીજ વર્ઝન ટ્રાય કરીશું. ઓટ્સ ના ચીલા જે એકદમ હેલ્ધી પણ છે અને ખાવામાં પણ સારા લાગશે અને બનાવવામાં પણ ઝડપથી બની જાય તેવા ચીલા છે તો ચાલો આજની oats na chilla – ઓટ્સ ના ચીલા રેસીપી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • પ્લેન ઓટ્સ ½ કપ
  • પાણી ½ કપ
  • ચણાનો લોટ બેસન ⅓ કપ
  • ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ
  • લીલા મરચા જીણા સમરેલા 2 નંગ
  • ટમેટા જીણા સમરેલા 1 નંગ
  • લીલા ધાણા ના પાંદ ¼ કપ
  • હળદર પાવડર ⅓ ચમચી
  • લાલ મરચાનો પાવડર ⅓ ચમચી
  • જીરું પાવડર ⅓ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું અથવા ૩/૪ ચમચી
  • તેલ જરૂર મુજબ

oats na chilla banavani recipe

ઓટ્સ ના ચીલા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં પ્લેન ઓટ્સ ½ કપ , પાણી ½ કપ પાણી નાખી ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું. જેથી આપણા ઓટ્સ સારી રીતે ફૂલી જશે.

હવે 15 મિનિટ બાદ બેટર ને એક વખત હલાવી લેશું. ત્યાર પછી તેમાં લીલા મરચા જીણા સમરેલા 2 નંગ , ટમેટા જીણા સમરેલા 1 નંગ , ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ , લીલા ધાણા ના પાંદ ¼ કપ , બેસન ⅓ કપ , હળદર પાવડર ⅓ ચમચી , લાલ મરચાનો પાવડર ⅓ ચમચી , જીરું પાવડર ⅓ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી અને બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું.

ત્યાર પછી તેમાં અડધા કપ થી થોડું ઓછું પાણી નાખી અને ઉત્તપમ જેવું બેટર તૈયાર કરી લેશું. ખાસ ધ્યાન રાખવું કે બેટર ને આપણે બઉ પાતળું નથી કરવાનું. બેટર મિક્સ થઈ ગયા બાદ છેલે તેમાં લીંબુનો રસ 1 ચમચી નાખી અને ફરીથી મિક્સ કરી લેશું.

હવે આપણે ગેસ પર એક લોખંડ ની તવી હોય તો તે અથવા પેન મૂકી તેના પર આખા માં તેલ / ઘી સ્પ્રેડ કરી દેશું જેથી આપણા ચીલા તવી પર ચોટે નઈ. હવે બેટર નાખવાથી પેલે ગેસ ને ધીમો કરી દેશું ત્યાર બાદ તેના પર ચીલા વાળું બેટર નાખી અને બેટર ને કડછી ની મદદ થી ફેલાવી દેશું. ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ને મિડિયમ કરી અને કિનારી માં ચારે બાજુ તેલ નાખી દેશું ત્યાર પછી એક બાજુ સેકી લેશું એક બાજુ શેકાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ ફેરવી લેશું  ફરીથી થોડું તેલ નાખી અને બને બાજુ સારી રીતે સેકી અને 3-4 મિનિટ માં ચીલા ની બને બાજુ થી શેકાઈ ને ક્રિસ્પી થઈ જાય ત્યાર બાદ આપણે ચીલા ને પ્લેટ માં કાઢી લેશું.

તો આવીજ રીતે આપણે બધા ચીલા ને સેકી લેશું.

તો તૈયાર છે આપણા એકદમ નવીજ રીત ના ચીલા જેને આપણે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઓટ્સ ના ચીલા બનાવવાની રેસીપી

oats na chilla - ઓટ્સ ના ચીલા

oats na chilla banavani recipe

આપણે ચીલા નું એક નવીજ વર્ઝન ટ્રાય કરીશું. ઓટ્સ ના ચીલા જે એકદમ હેલ્ધી પણ છે અને ખાવામાં પણ સારા લાગશે અને બનાવવામાંપણ ઝડપથી બની જાય તેવા ચીલા છે તો ચાલો આજની oats na chilla – ઓટ્સ ના ચીલા રેસીપી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 15 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 લોખંડ ની તવી / નોનસ્ટિક પેન
  • 1 કડછી
  • 1 બાઉલ

Ingredients

  • ½ કપ પ્લેન ઓટ્સ
  • ½ કપ પાણી
  • કપ ચણાનો લોટ બેસન
  • 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  • 2 નંગ લીલા મરચા જીણા સમરેલા
  • 1 નંગ ટમેટા જીણા સમરેલા
  • ¼ કપ લીલા ધાણા ના પાંદ
  • ચમચી હળદર પાવડર
  • ચમચી લાલ મરચાનો પાવડર
  • ચમચી જીરું પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¾ ચમચી અથવા સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

oats na chilla banavani recipe

  • ઓટ્સ ના ચીલા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં પ્લેન ઓટ્સ ½ કપ , પાણી ½ કપ પાણી નાખી ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું. જેથી આપણા ઓટ્સ સારી રીતે ફૂલી જશે.
  • હવે 15 મિનિટ બાદ બેટર ને એક વખત હલાવી લેશું. ત્યાર પછી તેમાં લીલા મરચા જીણા સમરેલા 2 નંગ , ટમેટા જીણા સમરેલા 1 નંગ , ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ , લીલા ધાણા ના પાંદ ¼ કપ , બેસન ⅓ કપ , હળદર પાવડર ⅓ ચમચી , લાલ મરચાનો પાવડર ⅓ ચમચી , જીરું પાવડર ⅓ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી અને બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી લેશું.
  • ત્યાર પછી તેમાં અડધા કપ થી થોડું ઓછું પાણી નાખી અને ઉત્તપમ જેવું બેટર તૈયાર કરી લેશું. ખાસ ધ્યાન રાખવું કે બેટર ને આપણે બઉ પાતળું નથી કરવાનું. બેટર મિક્સ થઈ ગયા બાદ છેલે તેમાં લીંબુનો રસ 1 ચમચી નાખી અને ફરીથી મિક્સ કરી લેશું.
  • હવે આપણે ગેસ પર એક લોખંડ ની તવી હોય તો તે અથવા પેન મૂકી તેના પર આખા માં તેલ / ઘી સ્પ્રેડ કરી દેશું જેથી આપણા ચીલા તવી પર ચોટે નઈ. હવે બેટર નાખવાથી પેલે ગેસ ને ધીમો કરી દેશું ત્યાર બાદ તેના પર ચીલા વાળું બેટર નાખી અને બેટર ને કડછી ની મદદ થી ફેલાવી દેશું. ત્યાર બાદ ગેસ ની ફ્લેમ ને મિડિયમ કરી અને કિનારી માં ચારે બાજુ તેલ નાખી દેશું ત્યાર પછી એક બાજુ સેકી લેશું એક બાજુ શેકાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ ફેરવી લેશું ફરીથી થોડું તેલ નાખી અને બને બાજુ સારી રીતે સેકી અને 3-4 મિનિટ માં ચીલા ની બને બાજુ થી શેકાઈ ને ક્રિસ્પી થઈ જાય ત્યાર બાદ આપણે ચીલા ને પ્લેટ માં કાઢી લેશું.
  • તો આવીજ રીતે આપણે બધા ચીલા ને સેકી લેશું.
  • તો તૈયાર છે આપણા એકદમ નવીજ રીત ના ચીલા જેને આપણે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version