મિત્રો આજે આપણે ફરી એક વાર ગેસ નો ઉપયોગ કર્યા વગર કોઈ પણ ત્યોહાર માં આરામથી ઘરે બની જાય એવા મટકી મોદક બનાવતા શીખીશું . જે બનવામાં સાવ ઝડપી છે અને ખાવા માં પણ બધા ને મજા પડી જાય એવા મોદક છે . તો ચાલો આજે ફરી એક વખત ગેસ નો ઉપયોગ કર્યા વગર આ Matki modak – મટકી મોદક રેસિપી બનાવાતા શીખીએ.
INGREDIENTS
- શેકેલા દાડિયા 1 કપ
- ખાંડ ¼ કપ
- એલચી 2 નંગ
- ઘી 2 ચમચી
- મલાઈ 2 ચમચી
- દૂધ 3 ચમચી
- ખમણેલું પનીર
- પીસેલી ખાંડ 1 ચમચી
ગાર્નિસ કરવા માટે ની સામગ્રી :-
- પિસ્તા નો પાવડર / પિસ્તા ની કતરણ
- ચાંદી ની વરખ
Matki modak banavani rit
મટકી મોદક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં શેકેલા દાડિયા 1 કપ નાખી અને સારી રીતે પીસી લીધા બાદ એક બાઉલ લેશું તેમાં મોટી ગરણી લઈ અને આ પાવડર ને સારી રીતે ચાળી લેશું .
ત્યાર બાદ એજ મિક્ષ્ચર જાર માં આપણે ખાંડ ¼ કપ , 2 એલચી નાખી અને તેને પણ સારી રીતે પીસી લેશું અને આ પાવડર ને આપણે દાડિયા વાળા પાવડર માં નાખી દેશું ત્યાર પછી તેમાં ઘી 2 ચમચી , મલાઈ 2 ચમચી નાખી બધી વસ્તુ ને હાથે થી મિક્સ કરી લીધા બાદ તેમાં 3 ચમચી જેવું દૂધ નાખી ફરીથી હાથ વડે મિક્સ કરી અને એક લોટ બાંધી લેશું .
હવે હાથ માં થોડો નાનો લુઓ લઈ અને પેલે ગોળ આકાર આપશું અને ત્યાર બાદ તેને વચે થી થોડું દબાવી અને મટકી જેવો સેપ આપી દીધા બાદ ચાકુ ની મદદ થી આપણે નીચે ના ભાગ માં નાના નાના કટ મારી દેશું .
ત્યાર બાદ એક પ્લેટ માં ¼ કપ ખમણેલું પનીર લેશું અને ત્યાર બાદ એ પનીર માં 1 ચમચી જેટલી પીસેલી ખાંડ નાખી અને બને વસ્તુ ને હાથ વળે સારી રીતે મિક્સ કરી દેશું .
હવે આપણે જે મટકી તૈયાર કરી ને મૂકી હતી તે મટકી માં આપણે આ પનીર વાળા સ્ટફિંગ ને વચે સ્ટફ્ડ કરી દેશું .
તો તૈયાર છે આપણી મટકી મોદક જેને આપણે એક પ્લેટ માં લઈ અને ઉપર થી તેના પર ચાંદી ની વરખ અને પિસ્તા પાવડર છાંટી અને સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મટકી મોદક બનાવવાની રીત

Matki modak banavani rit
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 પ્લેટ
- 1 બાઉલ
Ingredients
- 1 કપ શેકેલા દાડિયા
- ¼ કપ ખાંડ
- 2 નંગ એલચી
- 2 ચમચી ઘી
- 2 ચમચી મલાઈ
- 3 ચમચી દૂધ
- ખમણેલું પનીર
- 1 ચમચી પીસેલી ખાંડ
ગાર્નિસ કરવા માટે ની સામગ્રી :-
- પિસ્તા નો પાવડર / પિસ્તા ની કતરણ
- ચાંદી ની વરખ
Instructions
Matki modak banavani rit
- મટકી મોદક બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં શેકેલા દાડિયા 1 કપ નાખી અને સારી રીતે પીસી લીધા બાદ એક બાઉલ લેશું તેમાં મોટી ગરણી લઈ અને આ પાવડર ને સારી રીતે ચાળી લેશું .
- ત્યાર બાદ એજ મિક્ષ્ચર જાર માં આપણે ખાંડ ¼ કપ , 2 એલચી નાખી અને તેને પણ સારી રીતે પીસી લેશું અને આ પાવડર ને આપણે દાડિયા વાળા પાવડર માં નાખી દેશું ત્યાર પછી તેમાં ઘી 2 ચમચી , મલાઈ 2 ચમચી નાખી બધી વસ્તુ ને હાથે થી મિક્સ કરી લીધા બાદ તેમાં 3 ચમચી જેવું દૂધ નાખી ફરીથી હાથ વડે મિક્સ કરી અને એક લોટ બાંધી લેશું .
- હવે હાથ માં થોડો નાનો લુઓ લઈ અને પેલે ગોળ આકાર આપશું અને ત્યાર બાદ તેને વચે થી થોડું દબાવી અને મટકી જેવો સેપ આપી દીધા બાદ ચાકુ ની મદદ થી આપણે નીચે ના ભાગ માં નાના નાના કટ મારી દેશું .
- ત્યાર બાદ એક પ્લેટ માં ¼ કપ ખમણેલું પનીર લેશું અને ત્યાર બાદ એ પનીર માં 1 ચમચી જેટલી પીસેલી ખાંડ નાખી અને બને વસ્તુ ને હાથ વળે સારી રીતે મિક્સ કરી દેશું .
- હવે આપણે જે મટકી તૈયાર કરી ને મૂકી હતી તે મટકી માં આપણે આ પનીર વાળા સ્ટફિંગ ને વચે સ્ટફ્ડ કરી દેશું .
- તો તૈયાર છે આપણી મટકી મોદક જેને આપણે એક પ્લેટ માં લઈ અને ઉપર થી તેના પર ચાંદી ની વરખ અને પિસ્તા પાવડર છાંટી અને સર્વ કરીશું
Notes
- આ રેસિપી માં દૂધ ને પેલે ગરમ કરી લેશું અને ત્યાર બાદ આપણે તેનો ઉપયોગ આ રેસિપી માં કરવાનું રેસે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Anguri ras malai banavani recipe | અંગૂરી રસ મલાઈ બનાવવાની રેસીપી
Ragi Smoothie banavani rit | રાગી સ્મુથી બનાવવાની રીત
mango fruit delight banavani rit | મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત
Khaja banavani rit | ખાજા બનાવવાની રીત
mewa pak banavani rit | મેવા પાક બનાવવાની રીત