આજ અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી એવા આ Methi palak pakoda ane besan kadhi – મેથી પાલક પકોડા અને બેસન કઢી બનાવવા જેટલા સરળ છે ખાવા માં એટલાં જ સ્વાદિષ્ટ બને છે. અને આ પકોડા એક ખાસ પ્રકારની કઢી સાથે સર્વ થાય છે એ પણ આજ આપણે ખૂબ સરળ રીતે બનાવતા શીખીશું.
Ingredients list
- મેથી ના પાંદ 1 કપ
- પાલક ના પાંદ 1 કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 3-4
- બેસન 1 કપ
- સોજી 2-3 ચમચી
- મરી ½ ચમચી
- અજમો ½ ચમચી
- સૂકા ધાણા 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
બેસન કઢી માટેની સામગ્રી
- બેસન 2 ચમચી
- દહીં 2 ચમચી
- તેલ 2 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- હળદર ¼ ચમચી
- ગોળ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
બેસન ની કઢી બનાવવાની રીત
બે ચમચી બેસન માં બે ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને હળદર નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં દહી બેસન નું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો.હવે કઢી ને ઉકાળી લ્યો અને કઢી ઉકળવા લાગે એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ કઢી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લ્યો. તો તૈયાર છે કઢી.
Methi palak pakoda | મેથી પાલક પકોડા બનાવવાની રીત
મેથી પાલક પકોડા બનાવવા સૌપ્રથમ મેથી પાલક અને લીલા ધાણા ને સાફ કરી એક એક ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો ત્યાર બાદ પાણી નિતારી ઝીણા ઝીણા સમારી લ્યો અને ત્યાર બાદ ખંડણી માં મરી, આખા ધાણા, અજમો નાખી દરદરા ફૂટી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી અડધો કપ પાણી થોડું થોડું કરી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, પીસી રાખેલ મસાલો, ઝીણા સમારેલા લીલાં ધાણા સુધારેલા, પાલક અને મેથી નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ અને બેકિંગ સોડા નાખી ને મિક્સ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિયારણ નાખી ને એક વખત માં કડાઈમાં સમાય એટલાં પકોડા નાખો અને ને મિનિટ પછી ઝારા થી પકોડા ને ઉથલાવી લ્યો.
બધી બાજુથી પકોડા ને ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લીધા બાદ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા પકોડા તરવા નાખો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ પકોડા ને ચટણી, પકોડા કઢી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી પાલક પકોડા.
Pakoda recipe notes
- કઢી ના ઘણી ઘટ્ટ ના ઘણી પાતળી બનાવી. જો તમને કઢી માં મીઠાસ ના પસંદ મુજબ નાખી શકો છો.
- પકોડા ને સોફ્ટ બનાવવા થોડા સોડા નાખવા અને જો સોડા ના નાખવા હોય તો ગરમ તેલ પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મેથી પાલક પકોડા અને બેસન કઢી ની રેસીપી

Methi palak pakoda ane besan kadhi ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1 કપ મેથી ના પાંદ
- 1 કપ પાલક ના પાંદ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 કપ બેસન
- 2-3 ચમચી સોજી
- ½ ચમચી મરી
- ½ ચમચી અજમો
- 1 ચમચી સૂકા ધાણા
- 1 ચમચી ખાંડ
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
બેસન કઢી માટેની સામગ્રી
- 2 ચમચી બેસન
- 2 ચમચી દહીં
- 2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
Instructions
બેસન કઢી બનાવવાની રીત
- બે ચમચી બેસન માં બે ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાંખી મિક્સ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને હળદર નાખી મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ એમાં દહી બેસન નું મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો.હવે કઢી ને ઉકાળી લ્યો અને કઢી ઉકળવા લાગે એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ કઢી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લ્યો. તો તૈયાર છે કઢી.
Methi palak pakoda | મેથી પાલક પકોડા બનાવવાની રીત
- મેથી પાલક પકોડા બનાવવા સૌપ્રથમ મેથી પાલક અને લીલા ધાણા ને સાફ કરી એક એક ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો ત્યાર બાદ પાણી નિતારી ઝીણા ઝીણા સમારી લ્યો અને ત્યાર બાદ ખંડણી માં મરી, આખા ધાણા, અજમો નાખી દરદરા ફૂટી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી અડધો કપ પાણી થોડું થોડું કરી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો. દસ મિનિટ પછી એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, પીસી રાખેલ મસાલો, ઝીણા સમારેલા લીલાં ધાણા સુધારેલા, પાલક અને મેથી નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ અને બેકિંગ સોડા નાખી ને મિક્સ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું થોડું મિયારણ નાખી ને એક વખત માં કડાઈમાં સમાય એટલાં પકોડા નાખો અને ને મિનિટ પછી ઝારા થી પકોડા ને ઉથલાવી લ્યો.
- બધી બાજુથી પકોડા ને ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લીધા બાદ કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા પકોડા તરવા નાખો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ પકોડા ને ચટણી, પકોડા કઢી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી પાલક પકોડા.
Pakoda recipe notes
- કઢી ના ઘણી ઘટ્ટ ના ઘણી પાતળી બનાવી. જો તમને કઢી માં મીઠાસ ના પસંદ મુજબ નાખી શકો છો.
- પકોડા ને સોફ્ટ બનાવવા થોડા સોડા નાખવા અને જો સોડા ના નાખવા હોય તો ગરમ તેલ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na lot ni raab banavani rit | ઘઉં ના લોટ ની રાબ બનાવવાની રીત
ambli ni chutney | આંબલી ની ચટણી
methi no masalo banavani rit | મેથીનો મસાલો બનાવવાની રીત
Aloo gobi masala shaak banavani rit | આલુ ગોબી મસાલા શાક બનાવવાની રીત
Baby Corn Chilli banavani rit | બેબી કોર્ન ચીલી બનાવવાની રીત
gathiya nu shaak banavani rit | ગાંઠિયા નુ શાક બનાવવાની રીત