જય શ્રી કૃષ્ણ બધાને… આજ આપણે મેથીનો મસાલો બનાવવાની રીત – methi no masalo banavani rit શીખીશું. ઉનાળો શરૂ થાય એટલે દરેક ગુજરાતી ઘર માં બાર મહિના માટે ના અનાજ, મસાલા, તેલ, વેફર, સેવ અને અથાણાં બનાવવાના શરૂ થઈ જાય, Please subscribe Food Mantra by Surbhi Vasa YouTube channel If you like the recipe , આજ આપણે એવા જ એક ગુજરાતી ફેમસ અથાણાં નો મસાલો બનાવતા શીખીશું જેમાંથી ખાટું – મીઠું અથાણું બનાવી શકો અથવા ખીચું તૈયાર કરી એના પર છાંટી ને પણ મજા લઇ શકો છો
મેથી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- રાઈ ના કુરિયા ½ કપ
- મેથી ના કુરિયા 1 કપ
- સીંગતેલ 5-6 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3 કપ
- હિંગ 1 ચમચી
- મીઠું ½ કપ
મેથીનો મસાલો બનાવવાની રીત
મેથી મસાલો બનાવવા સૌપ્રથમ મેથી ના કુરિયા , રાઈ ના કુરિયા ને સાફ કરી થોડી વાર તડકા માં તપાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ધીમા તાપે હલાવતા રહો બે ત્રણ મિનિટ મીઠા ને ગરમ કરી લ્યો અત્યાર બાદ મીઠા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
હવે કડાઈ કે વઘાસિયા માં તેલ ને ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી થોડા પીસી દરદરા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ વચ્ચે જગ્યા કરી લ્યો . હવે રાઈ ના કુરિયા ને મેથીના કુરિયા ની વચ્ચે મૂકો અને એની વચ્ચે પણ જગ્યા બનાવી લ્યો અને વચ્ચે હિંગ અને હળદર મૂકો.
હવે ગરમ તેલ ને હિંગ ઉપર નાખો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી વાસણ ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો,
સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં શેકી રાખેલ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને જ્યારે અથાણાં કે ખીચું બનાવી ખાવા ની ઈચ્છા થાય ત્યારે છાંટી ને મજા લ્યો મેથી મસાલો.
methi masala recipe notes
- તમે આખી મેથી ને મિક્સર જાર માં પીસી ને પણ કુરિયા બનાવી શકો છો.
methi no masalo banavani rit | Recipe Video
Youtube પર Food Mantra by Surbhi Vasa ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi masala recipe in gujarati
મેથીનો મસાલો બનાવવાની રીત | methi no masalo | methi masala recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મેથીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ રાઈ ના કુરિયા
- 1 કપ મેથીના કુરિયા
- 5-6 ચમચી સીંગતેલ
- 1 ચમચી હળદર
- 3 કપ લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી હિંગ
- ½ કપ મીઠું
Instructions
મેથીનો મસાલો બનાવવાની રીત | methi no masalo banavani rit
- મેથી મસાલો બનાવવા સૌપ્રથમ મેથી ના કુરિયા , રાઈ ના કુરિયા ને સાફ કરી થોડી વાર તડકા માં તપાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ધીમા તાપે હલાવતા રહો બે ત્રણ મિનિટ મીઠાને ગરમ કરી લ્યો અત્યાર બાદ મીઠા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
- હવે કડાઈ કે વઘાસિયા માં તેલ ને ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી થોડા પીસી દરદરા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ વચ્ચે જગ્યા કરી લ્યો . હવે રાઈ ના કુરિયા ને મેથીના કુરિયા ની વચ્ચે મૂકો અને એની વચ્ચે પણ જગ્યાબનાવી લ્યો અને વચ્ચે હિંગ અને હળદર મૂકો.
- હવે ગરમ તેલ ને હિંગ ઉપર નાખો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી વાસણ ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો,
- સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં શેકી રાખેલ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને જ્યારે અથાણાં કે ખીચું બનાવી ખાવા ની ઈચ્છા થાય ત્યારે છાંટી ને મજા લ્યો મેથી મસાલો.
methi masala recipe notes
- તમે આખી મેથી ને મિક્સર જાર માં પીસી ને પણ કુરિયા બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી દહીં વડા બનાવવાની રીત | Farali dahi vada banavani rit
દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe
keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe
કાચી કેરી નું અથાણું બનાવવાની રીત | kachi keri nu athanu banavani rit
Excellent recipes
Thank you so much..