જો તમે આલુ પરેઠા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આજે આપણે આલુ કુલ્ચા બનાવીશું. જે બનાવવા માં પણ ઇસી છે અને ખાવા માં પણ મજા આવી જાય એવા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના Aloo Kulcha – આલુ કુલ્ચા આજે આપણે ઘરે બનાવતા શીખીશું.
INGREDIENTS
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદો 1 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ખાંડ 2 ચમચી
- દહીં 2 ચમચી
- બટર 1 ચમચી
- ગરમ પાણી ½ કપ
- બેકિંગ પાવડર 1.25 ચમચી
સ્ટફિંગ માટેની સામગ્રી :-
- બાફેલા બટેકા 3-4 નંગ
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
- મરચાની પેસ્ટ 1 ચમચી
- આમચૂર પાવડર 1 ચમચી
- ચાટ મસાલો 1 ચમચી
- કાળું મીઠું ½ ચમચી
- શેકેલું જીરું પાવડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મીઠું ½ ચમચી
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- કલોંજી / કાળા તલ
Aloo Kulcha banavani rit
આલુ કુલ્ચા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક ત્રાંસ લેશું તેમાં ઘઉંનો લોટ 1 કપ , મેંદો 1 કપ , થોડું ખટાશ વાળું દહીં 2 ચમચી , ખાંડ 2 ચમચી , સ્વાદ પ્રમાણે મીઠું , બેકિંગ પાવડર 1.25 ચમચી , બટર 1 ચમચી , પાણી ½ કપ જેવું થોડું થોડું નાખી અને એક સોફ્ટ લોટ બાંધી અને ઉપર થી થોડું તેલ નાખી ફરીથી એક વાર લોટ ને મસળી અને ઢાંકણ ઢાંકી ને લોટ ને 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું.
ત્યાર બાદ આપણે કુલ્ચા માટેના સ્ટફિંગ ની તૈયારી કરી લેશું જેના માટે એક બાઉલ માં 3-4 નંગ જેવા બટેકા ને આપણે બાફી છાલ કાઢી ઠંડા કરી અને ખમણી લેશું ત્યાર પછી બાઉલ માં ખમણેલા બટેકા ની અંદર ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા 3 ચમચી , આમચૂર પાવડર 1 ચમચી , ચાટ મસાલો 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી , શેકેલા જીરા નો પાવડર 2 ચમચી , કિચન કિંગ મસાલો ½ ચમચી , મીઠું ½ ચમચી થી ઉપર નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવું કે સ્ટફિંગ માં આપણે મીઠું ધ્યાન થી ઉમેરવું કારણકે સંચળ પાવડર માં પણ મીઠું હોય અને ચાટ મસાલા માં પણ મીઠું હોય જેથી મીઠું થોડું ઓછું નાખવું.
હવે લોટ ને 15 મિનિટ થઈ ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરી વાર 2-3 વખત લોટ ને સારી રીતે મસળી લેશું. મસળી લીધા બાદ આખો લોટ લઈ તેના પર થોડો કોરો લોટ નાખી અને મોટા રોટલા ની જેમ વણી લેશું. વણાઈ જાય એટલે કુલ્ચા ના લેયર છૂટા પડે તેના માટે આપણે તેના પર તેલ , ઘી અથવા તો બટર આખા રોટલા માં લગાવી દેશું અને બટર લગાવી લીધા બાદ તેના પર સૂકો મેંદો આખા રોટલા માં છાંટી અને આખા રોટલા નો રોલ વાડી દેશું રોલ વાડી લીધા બાદ ચાકુ ની મદદ થી એક સરખા 6 લૂઆ કાપી લેશું. જેમાંથી આપણા 6 કુલ્ચા બની ને રેડી થઈ જશે.
હવે 1 લુઓ લઈ પાટલા પર થોડો કોરો લોટ છાંટી અને હથેળી ના ભાગ થી થોડો દબાવી લેશું દબાવી લીધા બાદ થોડી નાની પૂરી ની સાઇઝ નું વણી લેશું. વણી લીધા બાદ તેમાં બટેકા વાડી સ્ટફિંગ ભરી અને આલુ પરેઠા ની જેમજ બંધ કરી દેશું. આવીજ રીતે પેલે બધા કુલ્ચા માં સ્ટફિંગ ભરી ને રેડી કરી લેશું જેથી છેલે કુલ્ચા વણવા માં સરળતા રહે.
ત્યાર પછી બધા કુલ્ચા માં સ્ટફિંગ ભરી લીધા બાદ હાથ ની મદદ થી હળવા હાથે પ્રેસ કરી લેશું અને પ્રેસ કરી લીધા બાદ હલકા હાથે કુલ્ચા ને વણી લેશું. વણી લીધા બાદ ઉપરથી કલૌંજી , કાળા તલ અને લીલા ધાણા નાખી ફરીથી વેલણ ની મદદ થી હળવા હાથે વણી અને હળવા હાથ વડે ધાણા અને તલ ને દાબી દેશું. ત્યાર બાદ હળવા હાથે પ્રેસ કરી કુલ્ચા ને ઊંધું કરીશું.
ત્યાર બાદ પાછળ ની સાઇડ આપણે પાણી લગાવી અને ગેસ પર લોખંડ નો તવો ગરમ કરી તેના પર પાણી વાળો ભાગ નાખી ગેસ ની ફ્લેમ ને સ્લો ટૂ મિડયમ કરી ને 30 સેકન્ડ જેવું થોડું સેકી લેશું જેથી તેમાં થોડા બબલ્સ આવે બબલ્સ આવે એટલે તવી ને ઊંધી કરી અને ફૂલ તાપે તવી ને ચારે બાજુ ફેરવી ને આખા કુલ્ચા ને સારી રીતે સેકી લેશું. જેવી રોટલી ની ડિઝાઇન આવે એનાથી પણ સારી ડિઝાઇન આવે એટલી સેકી લેવું. ત્યાર બાદ કુલ્ચા ની ઉપર થોડું બટર અથવા ઘી લગાવી અને પાછળ ની સાઇડ બરાબર શેકાઈ જાય એટલે આપણે કુલ્ચા ને કાઢી લેશું. આવીજ રીતે આપણે બીજા કુલ્ચા ને વણી ઊંધું કરી પાણી લગાવી અને બધા કુલ્ચા ને આવીજ રીતે સેકી લેશું.
તો તૈયાર છે આપણા કુલ્ચા જેને તમે ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરી સકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
આલુ કુલ્ચા બનાવવાની રીત

Aloo Kulcha banavani rit
Equipment
- 1 લોખંડ ની તવી
- 1 ખમણી
- 1 ત્રાસ
- 1 બાઉલ
Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેંદો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ચમચી ખાંડ
- 2 ચમચી દહીં
- 1 ચમચી બટર
- ½ કપ ગરમ પાણી
- 1.25 ચમચી બેકિંગ પાવડર
સ્ટફિંગ માટેની સામગ્રી :-
- 3-4 નંગ બાફેલા બટેકા
- 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી મરચાની પેસ્ટ
- 1 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી ચાટ મસાલો
- ½ ચમચી કાળું મીઠું
- 2 ચમચી શેકેલું જીરું પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી મીઠું
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- કલોંજી / કાળા તલ
Instructions
Aloo Kulcha banavani rit
- આલુ કુલ્ચા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક ત્રાંસ લેશું તેમાં ઘઉંનો લોટ 1 કપ , મેંદો 1 કપ , થોડું ખટાશ વાળું દહીં 2 ચમચી , ખાંડ 2 ચમચી , સ્વાદ પ્રમાણે મીઠું , બેકિંગ પાવડર 1.25 ચમચી , બટર 1 ચમચી , પાણી ½ કપ જેવું થોડું થોડું નાખી અને એક સોફ્ટ લોટ બાંધી અને ઉપર થી થોડું તેલ નાખી ફરીથી એક વાર લોટ ને મસળી અને ઢાંકણ ઢાંકી ને લોટ ને 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું.
- ત્યાર બાદ આપણે કુલ્ચા માટેના સ્ટફિંગ ની તૈયારી કરી લેશું જેના માટે એક બાઉલ માં 3-4 નંગ જેવા બટેકા ને આપણે બાફી છાલ કાઢી ઠંડા કરી અને ખમણી લેશું ત્યાર પછી બાઉલ માં ખમણેલા બટેકા ની અંદર ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા 3 ચમચી , આમચૂર પાવડર 1 ચમચી , ચાટ મસાલો 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી , શેકેલા જીરા નો પાવડર 2 ચમચી , કિચન કિંગ મસાલો ½ ચમચી , મીઠું ½ ચમચી થી ઉપર નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવું કે સ્ટફિંગ માં આપણે મીઠું ધ્યાન થી ઉમેરવું કારણકે સંચળ પાવડર માં પણ મીઠું હોય અને ચાટ મસાલા માં પણ મીઠું હોય જેથી મીઠું થોડું ઓછું નાખવું.
- હવે લોટ ને 15 મિનિટ થઈ ગયા બાદ ઢાંકણ ખોલી અને ફરી વાર 2-3 વખત લોટ ને સારી રીતે મસળી લેશું. મસળી લીધા બાદ આખો લોટ લઈ તેના પર થોડો કોરો લોટ નાખી અને મોટા રોટલા ની જેમ વણી લેશું. વણાઈ જાય એટલે કુલ્ચા ના લેયર છૂટા પડે તેના માટે આપણે તેના પર તેલ , ઘી અથવા તો બટર આખા રોટલા માં લગાવી દેશું અને બટર લગાવી લીધા બાદ તેના પર સૂકો મેંદો આખા રોટલા માં છાંટી અને આખા રોટલા નો રોલ વાડી દેશું રોલ વાડી લીધા બાદ ચાકુ ની મદદ થી એક સરખા 6 લૂઆ કાપી લેશું. જેમાંથી આપણા 6 કુલ્ચા બની ને રેડી થઈ જશે.
- હવે 1 લુઓ લઈ પાટલા પર થોડો કોરો લોટ છાંટી અને હથેળી ના ભાગ થી થોડો દબાવી લેશું દબાવી લીધા બાદ થોડી નાની પૂરી ની સાઇઝ નું વણી લેશું. વણી લીધા બાદ તેમાં બટેકા વાડી સ્ટફિંગ ભરી અને આલુ પરેઠા ની જેમજ બંધ કરી દેશું. આવીજ રીતે પેલે બધા કુલ્ચા માં સ્ટફિંગ ભરી ને રેડી કરી લેશું જેથી છેલે કુલ્ચા વણવા માં સરળતા રહે.
- ત્યાર પછી બધા કુલ્ચા માં સ્ટફિંગ ભરી લીધા બાદ હાથ ની મદદ થી હળવા હાથે પ્રેસ કરી લેશું અને પ્રેસ કરી લીધા બાદ હલકા હાથે કુલ્ચા ને વણી લેશું. વણી લીધા બાદ ઉપરથી કલૌંજી , કાળા તલ અને લીલા ધાણા નાખી ફરીથી વેલણ ની મદદ થી હળવા હાથે વણી અને હળવા હાથ વડે ધાણા અને તલ ને દાબી દેશું. ત્યાર બાદ હળવા હાથે પ્રેસ કરી કુલ્ચા ને ઊંધું કરીશું.
- ત્યાર બાદ પાછળ ની સાઇડ આપણે પાણી લગાવી અને ગેસ પર લોખંડ નો તવો ગરમ કરી તેના પર પાણી વાળો ભાગ નાખી ગેસ ની ફ્લેમ ને સ્લો ટૂ મિડયમ કરી ને 30 સેકન્ડ જેવું થોડું સેકી લેશું જેથી તેમાં થોડા બબલ્સ આવે બબલ્સ આવે એટલે તવી ને ઊંધી કરી અને ફૂલ તાપે તવી ને ચારે બાજુ ફેરવી ને આખા કુલ્ચા ને સારી રીતે સેકી લેશું. જેવી રોટલી ની ડિઝાઇન આવે એનાથી પણ સારી ડિઝાઇન આવે એટલી સેકી લેવું. ત્યાર બાદ કુલ્ચા ની ઉપર થોડું બટર અથવા ઘી લગાવી અને પાછળ ની સાઇડ બરાબર શેકાઈ જાય એટલે આપણે કુલ્ચા ને કાઢી લેશું. આવીજ રીતે આપણે બીજા કુલ્ચા ને વણી ઊંધું કરી પાણી લગાવી અને બધા કુલ્ચા ને આવીજ રીતે સેકી લેશું.
- તો તૈયાર છે આપણા કુલ્ચા જેને તમે ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરી સકો છો.
Notes
- તમને ઈયા ખાલી મેંદા નો લોટ લેવો હોય તો ખાલી મેંદા નો લોટ પણ લઈ શકો છો.
- બટેકા નાના હોય તો 4 નંગ લેવા અથવા તમારા ઘરમાં જે મુજબ ની જરૂર હોય એ મુજબ ના બટેકા લેવા.
- ડુંગળી ની જગ્યાએ તમે પાંદ કોબી નો ઉપયોગ પણ કરી શકો છો.
- કિચન કિંગ મસાલો ના હોય તો સાદો ગરમ મસાલો પણ વાપરી શકો છો.
- જો લોખંડ ની તવી ના હોય તો કોઈ પણ તવી લઈ સકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tameta nu bharthu banavani recipe | ટમેટા નું ભરથું બનાવવાની રેસીપી
Bhinda fry banavani recipe | ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી
Aamla ni chatni | આમળા ની ચટણી
Soya chunks parotha | સોયા ચંગસ પરોઠા ની રેસીપી
Lachha Parotha banavani rit | લચ્છા પરોઠા બનાવવાની રીત
tomato ketchup banavani rit | ટોમેટો કેચઅપ