જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર કુલચા બનાવવાની રીત – paneer kulcha banavani rit શીખીશું. પંજાબી શાક ની જેમ એના કૂલચા પણ ખૂબ જ પ્રખ્યાત છે, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, એમાં અમૂર્તસરી કૂલચા તો બધા ને પસંદ જ હોય છે. અને કૂલચા આજકાલ અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાળા મળે છે. એમાંથી પનીર કૂલચા પણ બધા એટલા જ પસંદ કરે છે તો આજ આપણે paneer kulcha recipe in gujarati શીખીએ.
પનીર કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- બેકિંગ પાઉડર 1 ચમચી
- દૂધ ½ કપ
- દહી 2-3 ચમચી
- તેલ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- કલોંજી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
કુલચા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- પનીર 200 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સમારેલું મિડીયમ સાઇઝ નું કેપ્સીકમ 1
- ઝીણું સમારેલું મિડીયમ સાઇઝ નું ગાજર 1
- લસણ આદુ પેસ્ટ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- જીરું ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પનીર કુલચા બનાવવાની રીત
પનીર કુલચા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પનીર નું સ્ટફિંગ બનાવી લેશું હવે કુલચા બનાવી શેકી લેશું ને મજા લેસુ પનીર કૂલચા.
લોટ બાંધવાની રીત
એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી, ખાંડ, મીઠું સ્વાદ મુજબ, તેલ, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી લોટ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેલ લગાવી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો ને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો.
કુલચા નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણું સમારેલું કેપ્સીકમ, ઝીણું સમારેલું ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો મસાલા બરોબર ચડી જાય એટલે છીણેલું પનીર , સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરવા મૂકો.
પનીર કૂલચા બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરીથી મસળી ને એમાંથી લુવો બનાવી કોરા લોટ ની મદદ થી વચ્ચે થી જાડો રહે અને કિનારી થોડી પાતળી થાય એમ વણી લ્યો વચ્ચે જરૂર મુજબ ની સ્ટફિંગ મૂકી કિનારી ને બંધ કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હળવા હાથે થોડા વણી લ્યો ત્યાર બાદ એના પર સફેદ તલ અને કલોંજી નાખી ફરી થી વણી લ્યો.
હવે તલ વાળા ભાગ પર પાણી વારો હાથ લગાવી દયો ને પાણી વારો ભાગ ગેસ પર મુકેલી ગરમ તવી પર નાખી ને એક બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ને શેકી લ્યો આમ તવી પર બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી મીડીયમ તાપે શેકી લ્યો. આમ બધા કૂલચા તૈયાર કરો ઉપર લીલા ધાણા સુધારેલા અને માખણ કે ઘી લગાવી ને મજા લ્યો પનીર કૂલચા.
અથવા તો અડધો કૂલચા ને તવી પર શેકી લીધા બાદ ગેસ પર ફૂલ્કા સ્ટેન્ડ પર નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે પ્લેટ માં મૂકી એના પર લીલા ધાણા સુધારેલા અને માખણ કે ઘી લગાવી ને તૈયાર કરી લ્યો પનીર કૂલચા.
paneer kulcha recipe in gujarati notes
- ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે.
- સ્ટફિંગ તમારી પસંદ મુજબ તીખી કે મોરી કરી શકો છો.
paneer kulcha banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
paneer kulcha recipe in gujarati
પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
પનીર કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ½ કપ દૂધ
- 2-3 ચમચી દહી
- 2 ચમચી તેલ
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
- કલોંજી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
કુલચા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 200 ગ્રામ પનીર
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણું સમારેલું મિડીયમ સાઇઝ નું કેપ્સીકમ
- 1 ઝીણું સમારેલું મિડીયમ સાઇઝ નું ગાજર
- 1 ચમચી લસણ આદુ પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી જીરું
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
પનીર કુલચા | paneer kulcha | paneer kulcha recipe
- પનીર કુલચા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પનીરનું સ્ટફિંગ બનાવી લેશું હવે કુલચા બનાવી શેકી લેશું ને મજા લેસુ પનીર કૂલચા.
લોટ બાંધવાની રીત
- એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી, ખાંડ, મીઠું સ્વાદમુજબ, તેલ, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી લોટ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબપાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેલ લગાવી ને મિક્સ કરી લોટ બાંધી લ્યો નેઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો.
કુલચા નું સ્ટફિંગ બનાવવાની રીત
- સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણું સમારેલું કેપ્સીકમ,ઝીણું સમારેલું ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખી બે મિનિટ ચડાવી લ્યો મસાલા બરોબર ચડી જાય એટલે છીણેલું પનીર , સ્વાદ મુજબ મીઠું અનેલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરવા મૂકો.
પનીર કૂલચા બનાવવાની રીત
- બાંધેલા લોટ ને ફરીથી મસળી ને એમાંથી લુવો બનાવી કોરા લોટ ની મદદ થી વચ્ચે થી જાડો રહે અને કિનારી થોડી પાતળી થાય એમ વણી લ્યો વચ્ચે જરૂર મુજબ ની સ્ટફિંગ મૂકી કિનારી ને બંધ કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હળવાહાથે થોડા વણી લ્યો ત્યાર બાદ એના પર સફેદ તલ અને કલોંજી નાખી ફરી થી વણી લ્યો.
- હવે તલ વાળા ભાગ પર પાણી વારો હાથ લગાવી દયો ને પાણી વારો ભાગ ગેસ પર મુકેલી ગરમ તવી પર નાખી ને એક બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ને શેકી લ્યો આમ તવી પર બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી મીડીયમ તાપે શેકી લ્યો. આમ બધા કૂલચા તૈયાર કરો ઉપરલીલા ધાણા સુધારેલા અને માખણ કે ઘી લગાવી ને મજા લ્યો પનીર કૂલચા.
- અથવા તો અડધો કૂલચા ને તવી પર શેકી લીધા બાદ ગેસ પર ફૂલ્કા સ્ટેન્ડ પર નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે પ્લેટ માં મૂકી એના પર લીલા ધાણા સુધારેલા અને માખણ કે ઘી લગાવી ને તૈયાર કરી લ્યો પનીર કૂલચા.
paneer kulcha recipe in gujarati notes
- ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે.
- સ્ટફિંગ તમારી પસંદ મુજબ તીખી કે મોરી કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe in gujarati
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe in gujarati
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati
ખીચડો બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan no khichdo in gujarati