આપણે Paneer nu farali shaak – પનીર નું ફરાળી શાક બનાવવાની રીત શીખીશું. ફરાળ માં એક ના એક શાક ખાઇ ને કંટાળી ગયા હો તો આજ આપણે પનીર માંથી ફરાળી શાક બનાવશું જે ફરાળી રોટલી, પૂરી ,પરોઠા સાથે સર્વ કરી શકાય છે તો ચાલો ફરાળી શાક શીખીએ.
INGREDIENTS
- પનીર 200 ગ્રામ
- ટમેટા 2- 3
- કાજુ 15- 20
- તેલ 4- 5 ચમચી
- જીરું ½ ચમચી
- આદુનો ટુકડો 1 ઇંચ ની પેસ્ટ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 + 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- તજ નો પાઉડર ¼ ચમચી
- એલચી પાઉડર ⅛ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- પાણી જરૂર મુજબ
Paneer nu farali shaak banavani recipe
પનીર નું ફરાળી શાક બનાવવા પનીર ના કટકા કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં મોટા મોટા સુધારેલ ટમેટા અને કાજુ નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો.
આદુ શેકી લીધા બાદ એમાં ટમેટા વાળી પ્યુરી નાખી મિક્સ કરી પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પ્યુરી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એલચી પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા બરોબર શેકી લીધા બાદ એમાં એકાદ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી ને ઉકાળવા દયો. ગ્રેવી બરોબર ઉકાળવા લાગે અને થોડી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને પનીર ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી એક વખત હલાવી મિક્સ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી પનીર નું શાક.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Paneer nu farali shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 200 ગ્રામ પનીર
- 2- 3 ટમેટા
- 15- 20 કાજુ
- 4- 5 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ઇંચ આદુનો ટુકડો ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી તજ નો પાઉડર
- ⅛ ચમચી એલચી પાઉડર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
Instructions
Paneer nu farali shaak banavani recipe
- પનીર નું ફરાળી શાક બનાવવા પનીર ના કટકા કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં મોટા મોટા સુધારેલ ટમેટા અને કાજુ નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ નાખી શેકી લ્યો.
- આદુ શેકી લીધા બાદ એમાં ટમેટા વાળી પ્યુરી નાખી મિક્સ કરી પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પ્યુરી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, એલચી પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
- મસાલા બરોબર શેકી લીધા બાદ એમાં એકાદ કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી ને ઉકાળવા દયો. ગ્રેવી બરોબર ઉકાળવા લાગે અને થોડી ઘટ્ટ થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને પનીર ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી એક વખત હલાવી મિક્સ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી પનીર નું શાક.
Notes
- અહીં પનીર ના કટકા ને તમે થોડા તેલ માં શેકી લઈ શાક માં નાખશો તો પનીર નો સ્વાદ ખૂબ સારો આવશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana ni farali idli | સાબુદાણા ની ફરાળી ઈડલી બનાવવાની રેસીપી
Aloo stuffed bati banavani rit | આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત
Methi masala puri | મેથી મસાલા પૂરી
nylon khaman recipe | નાયલોન ખમણ ની રેસીપી
Fafda ni Chutney recipe | ફાફડા ની ચટણી બનાવવાની રીત
Choli Nu Shaak banavani rit | ચોળી નું શાક બનાવવાની રીત