આપણે Sabudana Thalipeeth ane lili chatni – સાબુદાણા થાળીપીઠ અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું. આ થાળીપીઠ એક મહારાષ્ટ્રીયન વાનગી છે આમ તો આ થાળીપીઠ અલગ અલગ પ્રકારના ધાન માંથી બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે ફરાળ માં ખાઈ શકાય એ માટે સાબુદાણા માંથી બનાવતા શીખીશું.
INGREDIENTS
- સાબુદાણા 1 કપ
- શેકેલ સીંગદાણા ¾ કપ
- બાફેલા બટાકા 3- 4
- લીલા મરચા સુધારેલા 3- 4
- લીલા ધાણા સુધારેલા 5- 6 ચમચી
- ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ 8- 10
- લીંબુનો રસ 1 ચમચી
- જીરું ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- શકેલ સીંગદાણા 3- 4 ચમચી
- લીલા નારિયળ ના કટકા 3 ચમચી
- આદુનો ટુકડો ½ ઇંચ
- લીલા મરચા સુધારેલા 3- 4
- લીંબુનો રસ 1 ચમચી
- દહીં 2- 3 ચમચી
- ખાંડ 2 ચમચી
- જીરું ½ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
લીલી ચટણી બનાવવાની રીત
મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લીલા નારિયળ ના કટકા આદુનો ટુકડો, લીંબુનો રસ, દહીં, ખાંડ, જીરું, શેકેલ સીંગદાણા અને ફરાળી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અનેવતૈયર ચટણી ને બાઉલ માં કાઢી ફ્રીઝ માં મૂકી દયો. તો તૈયાર છે લીલી ચટણી.
સાબુદાણા થાળીપીઠ બનાવવાની રીત
સાબુદાણા થાળીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક અથવા આખી રાત રહેવા દયો. સાબુદાણા પલળે ત્યાં સુંધી માં સીંગદાણા ને મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ હાથ થી મસળી ફોતરા અલગ કરી નાખો.
હવે સીંગદાણા ને મિક્સર જારમાં નાખી દરદરા પીસી લ્યો. હવે એક કથરોટ માં પલાળેલા સાબુદાણા લ્યો એમાં પીસી રાખેલ શેકેલ સીંગદાણા નાખો સાથે બાફેલા બટાકા ને છીણી ને નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લીલા ધાણા સુધારેલા, જીરું, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે સાફ ને કોરી પ્લાસ્ટિક કે બટર પેપર પર થોડું તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ લઈ થોડા ભીના હાથ થી ફેલાવી સાઇડ ને દબાવી લ્યો અને વચ્ચે કાણું કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ થાળીપીઠ ને ઉથલાવી દયો અને બને બાજુ થોડી થોડી ચડાવી લઈ ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી બધી જ થાળીપીઠ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ લીલી ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા થાળીપીઠ અને લીલી ચટણી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sabudana Thalipeeth ane lili chatni ni recipe

Sabudana Thalipeeth ane lili chatni ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
- 1 કપ સાબુદાણા
- ¾ કપ શેકેલ સીંગદાણા
- 3-4 બાફેલા બટાકા
- 3-4 લીલા મરચા સુધારેલા
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- 8-10 ઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી જીરું
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી શકેલ સીંગદાણા
- 3 ચમચી લીલા નારિયળ ના કટકા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી દહીં
- 2 ચમચી ખાંડ
- ½ ચમચી જીરું
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Instructions
લીલી ચટણી બનાવવાની રીત
- મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લીલા નારિયળ ના કટકા આદુનો ટુકડો, લીંબુનો રસ, દહીં, ખાંડ, જીરું, શેકેલ સીંગદાણા અને ફરાળી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અનેવતૈયર ચટણી ને બાઉલ માં કાઢી ફ્રીઝ માં મૂકી દયો. તો તૈયાર છે લીલી ચટણી.
સાબુદાણા થાળીપીઠ બનાવવાની રીત
- સાબુદાણા થાળીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક અથવા આખી રાત રહેવા દયો. સાબુદાણા પલળે ત્યાં સુંધી માં સીંગદાણા ને મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ હાથ થી મસળી ફોતરા અલગ કરી નાખો.
- હવે સીંગદાણા ને મિક્સર જારમાં નાખી દરદરા પીસી લ્યો. હવે એક કથરોટ માં પલાળેલા સાબુદાણા લ્યો એમાં પીસી રાખેલ શેકેલ સીંગદાણા નાખો સાથે બાફેલા બટાકા ને છીણી ને નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લીલા ધાણા સુધારેલા, જીરું, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે સાફ ને કોરી પ્લાસ્ટિક કે બટર પેપર પર થોડું તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ લઈ થોડા ભીના હાથ થી ફેલાવી સાઇડ ને દબાવી લ્યો અને વચ્ચે કાણું કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી થોડી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ થાળીપીઠ ને ઉથલાવી દયો અને બને બાજુ થોડી થોડી ચડાવી લઈ ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક કરી બધી જ થાળીપીઠ તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ લીલી ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા થાળીપીઠ અને લીલી ચટણી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Paneer nu farali shaak banavani recipe | પનીર નું ફરાળી શાક બનાવવાની રેસીપી
Bhinda fry banavani recipe | ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી
Makai na lot ni rotli | મકાઈ ના લોટ ની રોટલી
Fudina ni Chatni banavani rit | ફુદીના ની ચટણી
Magdal na muthiya recipe | મગદાળ ના મુઠીયા ની રેસીપી
Lachha Parotha banavani rit | લચ્છા પરોઠા બનાવવાની રીત