સવારની ભાગદોડમાં બાળકોના લંચબોક્સ (Tiffin) માં શું આપવું એ દરેક મમ્મીનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. બાળકોને રોજ રોટલી-શાક ભાવતું નથી અને બજાર માં પણ અલગ અલગ સ્ટફિંગ વાળા ટાકોઝ મળે છે પણ એમાં જે ઉપર ની રોટલી હોય છે એ મેંદા ની હોય છે એટલે આપણે બાળકોને આપતા બીક લાગે છે. તેનું પરફેક્ટ સોલ્યુશન આપણે ઘર માં બનાવેલી ઘઉંની રોટલી થી Paneer Tacos. તેમાં પ્રોટીનથી ભરપૂર પનીર અને શાકભાજીનું સ્ટફિંગ ભરીશું. તો ચાલો પનીર ટાકોઝ બનાવવાની રીત શીખીએ
Table of contents
પનીર ટાકોઝ માટે જરૂરી સામગ્રી
- બચેલી રોટલી / ફ્રેશ ઘડેલી રોટલી
- ઝીણા પનીર ના કટકા 1 કપ
- ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
- કેપ્સીકમ ઝીણા સુધારેલ ¼ કપ
- ઝીણા સુધારેલા લીલા ધાણા ¼ કપ
- ઝીણા સુધારેલ ટામેટા ¼ કપ
- લીલા મરચા ઝીણા સુધારેલ 2-3
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- છીણેલું પ્રોસેસ ચીઝ ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
- ટમેટો સોસ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Paneer Tacos banavani rit
પનીર ટાકોઝ બનાવવા સૌથી પહેલા પનીર ના ઝીણા ઝીણા કટકા કરી એક વાસણમાં નાખો ત્યાર બાદ ઝીણા કેપ્સીકમ સુધારી ને નાખો, સાથે ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા પણ એમાં નાખો ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી ધોઈ નીતારી ને ઝીણા સુધારી નાખો.
સાથે ટામેટા ના બીજ અલગ કરી ઝીણા સુધારી નાખો. ત્યાર બાદ એમાં ચીલી ફેલ્ક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને પ્રોસેસ ચીઝ ને છીણી ને નાખો. હવે બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મુકો. હવે બચેલી રોટલી લ્યો એના અડધા ભાગમાં ટામેટા સોસ લગાવી દયો.
ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ની ત્રણ ચાર ચમચી મૂકી એક સરખી ફેલાવી દયો. હવે ગેસ પર તવી ને મીડીયમ તાપે ગરમ કરી લ્યો ગરમ તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોઝ મૂકી ઉપર થોડું વજન મૂકી બે ત્રણ મિનીટ શેકી લ્યો.ત્યાર બાદ ઉઠાવી વજન મૂકી દબાવી બે મિનીટ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.
ત્યાર બાદ તવી પર થી ઉતારી ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. આમ બીજી રોટલી માં સોસ અને સ્ટફિંગ મૂકી તૈયાર કરતા જઈ તવી માં શેકી લઇ ટાકોઝ તૈયાર કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે પનીર ટાકોઝ.
Paneer Tacos Recipe notes
- અહી તૈયાર ટાકોઝ ને તમે ગ્રીલ મશીન માં પણ શેકી શકો છો.
- રોટલી તમે તાજી બનાવી થોડી ઠંડી કરી ને પણ વાપરી શકો છો.
પનીર ટાકોઝ બનાવવાની રીત

Paneer Tacos Recipe in Gujarati | પનીર ટાકોઝ
Equipment
- 1 તપેલી
- 1 તવી
Ingredients
પનીર ટાકોઝ માટે જરૂરી સામગ્રી
- બચેલી રોટલી / ફ્રેશ ઘડેલી રોટલી
- 1 કપ ઝીણા પનીર ના કટકા
- ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ કપ કેપ્સીકમ ઝીણા સુધારેલ
- ¼ કપ ઝીણા સુધારેલા લીલા ધાણા
- ¼ કપ ઝીણા સુધારેલ ટામેટા
- 2-3 લીલા મરચા ઝીણા સુધારેલ
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- 1 ચમચી ઓરેગાનો
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ કપ છીણેલું પ્રોસેસ ચીઝ
- સ્વાદ મુજબ મીઠું
- ટમેટો સોસ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Paneer Tacos banavani rit
- પનીર ટાકોઝ બનાવવા સૌથી પહેલા પનીર ના ઝીણા ઝીણા કટકા કરી એક વાસણમાં નાખો ત્યાર બાદ ઝીણા કેપ્સીકમ સુધારી ને નાખો, સાથે ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા પણ એમાં નાખો ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી ધોઈ નીતારી ને ઝીણા સુધારી નાખો.
- સાથે ટામેટા ના બીજ અલગ કરી ઝીણા સુધારી નાખો. ત્યાર બાદ એમાં ચીલી ફેલ્ક્ષ, ઓરેગાનો, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને પ્રોસેસ ચીઝ ને છીણી ને નાખો. હવે બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મુકો. હવે બચેલી રોટલી લ્યો એના અડધા ભાગમાં ટામેટા સોસ લગાવી દયો.
- ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ની ત્રણ ચાર ચમચી મૂકી એક સરખી ફેલાવી દયો. હવે ગેસ પર તવી ને મીડીયમ તાપે ગરમ કરી લ્યો ગરમ તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોઝ મૂકી ઉપર થોડું વજન મૂકી બે ત્રણ મિનીટ શેકી લ્યો.ત્યાર બાદ ઉઠાવી વજન મૂકી દબાવી બે મિનીટ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.
- ત્યાર બાદ તવી પર થી ઉતારી ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. આમ બીજી રોટલી માં સોસ અને સ્ટફિંગ મૂકી તૈયાર કરતા જઈ તવી માં શેકી લઇ ટાકોઝ તૈયાર કરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે પનીર ટાકોઝ.
Paneer Tacos Recipe notes
- અહી તૈયાર ટાકોઝ ને તમે ગ્રીલ મશીન માં પણ શેકી શકો છો.
- રોટલી તમે તાજી બનાવી થોડી ઠંડી કરી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Shakkariya no Chevdo Recipe in Gujarati | શક્કરિયાનો ચેવડો
Chokha no khato lot | ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત
Instant Ragi Dhosa banavani recipe | ઇન્સ્ટન્ટ રાગી ઢોસા બનાવવાની રેસીપી
Besan ane maggi na pen cake banavani recipe | બેસન અને મેગી ના પેન કેક બનાવવાની રેસીપી
Lili tuver na vada ane chatni | લીલી તુવેર ના વડા અને ચટણી
Aloo sev recipe | આલું સેવ ની રેસીપી