દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ) ની રસોઈનો સ્વાદ આખા ગુજરાતમાં વખણાય છે. ત્યાંનું Panchkutiyu Shaak એટલે 5 વિશિષ્ટ શાકભાજીનું મિશ્રણ, જે ખાસ “લીલા મસાલા” (Green Masala) માં બનાવવામાં આવે છે. જેને રોટલી, રોટલા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. ખાસ દક્ષિણ ગુજરાત માં આ શાક લગ્ન પ્રસંગ માં બનાવતા હોય છે.આ શાક સામાન્ય મિક્સ વેજ કરતા અલગ છે કારણ કે તેમાં ઉંધિયા જેવો જ ભારોભાર મસાલો અને તેલનો ઉપયોગ થાય છે. શિયાળામાં જ્યારે તાજું લીલું લસણ અને સુરતી પાપડી મળે છે, ત્યારે આ શાક બનાવવાનો આનંદ જ કંઈક ઓર છે. ચાલો જોઈએ દક્ષિણ ગુજરાત સ્ટાઈલ પંચકૂટિયુ શાક બનાવવાની રીત.
Table of contents
પંચકુટીયું બનાવવા જરૂરી સામગ્રી
- સિંગદાણા ભૂકો ¼ કપ
- સફેદ તલ 2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લીલું લસણ સુધારેલ 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- ખાંડ / છીણેલો ગોળ 1-2 ચમચી
- તેલ 4-5 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- સુકા લાલ મરચા 1-2
- આદું લસણ ની પેસ્ટ 2 ચમચી
- બાફેલા રીંગણ 2 ના કટકા
- બાફેલી સુરતી પાપડી ½ કપ
- શક્કરીયા ના કટકા તારેલ 1 કપ
- બટાકા ના કટકા તારેલ 1 કપ
- રતાળુ ના કટકા તારેલ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ½ કપ
Panchkutiyu Shaak banavani rit
પંચકૂટિયુ શાક બનાવવા સૌથી પહેલા પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લેશું. જેના માટે આપણે સૌથી પહેલા એક વાટકામાં સિંગદાણા નો ભૂકો, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલ, લીલું લસણ સુધારેલ, ખાંડ / છીણેલો ગોળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે રીંગણ, સુરતી પાપડી ને અલગ અલગ બાફી લ્યો અને શક્કરીયા, બટાકા અને રતાળુ ને ધોઈ છોલી સાફ કરી એના મીડીયમ કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મુકો અને તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ બટાકા નાખી હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. ત્યાર બાદ શક્કરીયા ના કટકા ને પણ ક્રિસ્પી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો અને ત્યાર બાદ રતાળુ ને પણ ગોલ્ડન તારી લઇ એક વાસણમાં કાળી લ્યો. હવે બચેલા તેલ માંથી કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ રહેવા દયો બાકી નું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે તેલ ને ફરી ગ્રામ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ આદુની પેસ્ટ નાખી બને ની કચાસ દુર થાય ત્યાં સુંધી શેકો. હવે એમાં તૈયાર કરેલ મસાલો નાખી એક થી બે મિનીટ શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફેલા રીંગણ, બાફેલી સુરતી પાપડી , તારી રાખેલ બટાકા, શક્કરીયા અને રતાળુ નાખો અને બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગેસ ધીમો કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. અને પાંચ મિનીટ પછી શાક નું ઢાંકણ ખોલી શાક મિક્સ કરી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે પંચકુટીયું શાક.
Panchkutiyu Recipe Notes
- તમે સુરતી પાપડી ની જગ્યાએ વટાણા અથવા તુવેર દાણા પણ વાપરી શકો છો.
પંચકૂટિયુ શાક બનાવવાની રીત

Panchkutiyu Shaak Recipe | દક્ષિણ ગુજરાત સ્ટાઈલ પંચકૂટિયુ શાક
Equipment
- 1 કડાઈ
Ingredients
પંચકુટીયું બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ સિંગદાણા ભૂકો
- ½ ચમચી સફેદ તલ 2 ચમચી
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 3-4 લીલું લસણ સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- 1-2 ચમચી ખાંડ / છીણેલો ગોળ
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1-2 સુકા લાલ મરચા
- 2 ચમચી આદું લસણ ની પેસ્ટ
- 2 બાફેલા રીંગણ ના કટકા
- ½ કપ બાફેલી સુરતી પાપડી
- 1 કપ શક્કરીયા ના કટકા તારેલ
- 1 કપ બટાકા ના કટકા તારેલ
- 1 કપ રતાળુ ના કટકા તારેલ
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ પાણી
Instructions
Panchkutiyu Shaak banavani rit
- પંચકૂટિયુ શાક બનાવવા સૌથી પહેલા પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લેશું. જેના માટે આપણે સૌથી પહેલા એક વાટકામાં સિંગદાણા નો ભૂકો, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલ, લીલું લસણ સુધારેલ, ખાંડ / છીણેલો ગોળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે રીંગણ, સુરતી પાપડી ને અલગ અલગ બાફી લ્યો અને શક્કરીયા, બટાકા અને રતાળુ ને ધોઈ છોલી સાફ કરી એના મીડીયમ કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મુકો અને તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ બટાકા નાખી હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો. ત્યાર બાદ શક્કરીયા ના કટકા ને પણ ક્રિસ્પી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો અને ત્યાર બાદ રતાળુ ને પણ ગોલ્ડન તારી લઇ એક વાસણમાં કાળી લ્યો. હવે બચેલા તેલ માંથી કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ રહેવા દયો બાકી નું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે તેલ ને ફરી ગ્રામ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ આદુની પેસ્ટ નાખી બને ની કચાસ દુર થાય ત્યાં સુંધી શેકો. હવે એમાં તૈયાર કરેલ મસાલો નાખી એક થી બે મિનીટ શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફેલા રીંગણ, બાફેલી સુરતી પાપડી , તારી રાખેલ બટાકા, શક્કરીયા અને રતાળુ નાખો અને બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગેસ ધીમો કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. અને પાંચ મિનીટ પછી શાક નું ઢાંકણ ખોલી શાક મિક્સ કરી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે પંચકુટીયું શાક.
Panchkutiyu Recipe Notes
- તમે સુરતી પાપડી ની જગ્યાએ વટાણા અથવા તુવેર દાણા પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali Thali Recipe in Gujarati | ફરાળી થાળી
Kala chana ni kadhi banavani rit | કાળા ની ચણા કઢી બનાવવાની રીત
Kacha kela na kofta nu shaak banavani recipe | કાચા કેળા ના કોફતા નું શાક
Mag ni daal na kofta banavani recipe | મગ ની દાળ ના કોફતા બનાવવાની રેસીપી
Tava fry ringna banavani rit | તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત