Home Lunch & Dinner Rajagar ni puri banavani recipe | રાજગરા ની પુરી બનાવવાની રેસીપી

Rajagar ni puri banavani recipe | રાજગરા ની પુરી બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Happily Veg

આપણે Rajagar ni puri – ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત શીખીશું. નવરાત્રિ આવી રહી છે ત્યારે વ્રત ઉપવાસ માં રોજ ફરાળ માટે શું બનાવું એ ન સૂઝતું હોય ત્યારે આ ફરાળી પૂરી બનાવી ને ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરી શકાય છે.

INGREDIENTS

  • રાજગરા નો લોટ 250 ગ્રામ
  • બાફેલા બટાકા 2
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2- 3
  • મરી પાઉડર ¼ ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો પાઉડર 2- 3 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3- 4 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Rajagar ni puri banavani recipe

રાજગરા ની પુરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં રાજગરા નો ફરાળી લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, સફેદ તલ, એક ચમચી તેલ અને ફરાળી મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લોટ બાંધો.

લોટ ને બાંધવા માટે જરૂરી લાગે તો એક બે ચમચી પાણી નાખી ને લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ના લુવા બનાવી લ્યો હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા અને વેલણ પર તેલ લગાવી ને એક એક લુવો લઈ પૂરી વણી લ્યો અને થાળી માં મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ થોડી થોડી કરી ને પુરી વણી લ્યો અને તરી લ્યો. પૂરી તૈયાર થાય એટલે ગરમ ગરમ ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી રાજગરાની પૂરી.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

રાજગરા ની પુરી બનાવવાની રેસીપી

Rajagar ni puri - રાજગરા ની પુરી

Rajagar ni puri banavani recipe

આપણે Rajagar ni puri – ફરાળીરાજગરા ની પુરી બનાવવાની રીત શીખીશું. નવરાત્રિ આવી રહી છે ત્યારે વ્રત ઉપવાસ માં રોજ ફરાળ માટે શું બનાવું એ ન સૂઝતું હોય ત્યારે આ ફરાળી પૂરી બનાવી ને ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરી શકાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

  • 250 ગ્રામ રાજગરા નો લોટ
  • 2 બાફેલા બટાકા
  • 2- 3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી શેકેલ સીંગદાણા નો પાઉડર
  • 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Rajagar ni puri banavani recipe

  • રાજગરા ની પુરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં રાજગરા નો ફરાળી લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, સફેદ તલ, એક ચમચી તેલ અને ફરાળી મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લોટ બાંધો.
  • લોટ ને બાંધવા માટે જરૂરી લાગે તો એક બે ચમચી પાણી નાખી ને લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ના લુવા બનાવી લ્યો હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા અને વેલણ પર તેલ લગાવી ને એક એક લુવો લઈ પૂરી વણી લ્યો અને થાળી માં મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક બે પૂરી નાખી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • આમ થોડી થોડી કરી ને પુરી વણી લ્યો અને તરી લ્યો. પૂરી તૈયાર થાય એટલે ગરમ ગરમ ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરો તો તૈયાર છે ફરાળી રાજગરાની પૂરી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version