અત્યારે સુંધી આપણે મગ નું શાક અને ભાત બનાવીને મજા લીધી છે પણ આજ આપણે વેજિટેબલ સાથે મગ અને ભાત ને મસાલા સાથે બનાવી ને એક સંપૂર્ણ ખોરાક બનાવી મજા લેશું. તો ચાલો Mag pulav – મગ પુલાવ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- પલાળેલા મગ ¾ કપ
- બાસમતી ચોખા 1 કપ
- લસણની કળી 8- 10
- આદુ 1 ઇંચ
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણું સમારેલું ગાજર 1
- તમાલપત્ર 1
- ઝીણી સુધારેલી પાનકોબી 1 કપ
- ઝીણા સમારેલા ટામેટા 1
- સૂકા કાશ્મીરી લાલ મરચાં કાશ્મીરી 5- 7
- ઝીણું સમારેલું કેપ્સિકમ ½
- ગરમ મસાલો 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- હળદર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- લીંબુ નો રસ 1- 2 ચમચી
- લાલ મરચા નો પાઉડર 1- 2 ચમચી
- તજ નો ટુકડો 1 નાનો
- તેલ 2- 3 ચમચી
- ઘી 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ
Mag pulav banavani recipe
મગ પુલાવ બનાવવા સૌપ્રથમ મગ ને એક બે પાણીથી ધોઈ આખી રાત અથવા તો ચાર પાંચ કલાક પલાળી મુકો. અને સાથે ચોખા ને પણ એક બે પાણીથી ધોઈ પાણી નાખી અડધા થી એક કલાક પલાળી મુકો. સૂકા લાલ મરચા ને ગરમ પાણી નાખી અડધા કલાક માટે પલાડી મૂકો. ત્યાર બાદ બધા ગાજર, પાનકોબી, કેપ્સીકમ, ડુંગળી વગેરે ને ઝીણા સમારી લ્યો.
હવે પલાળેલા મગ ને ચારણી માં કાઢી નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર કૂકર માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પા ચમચી હિંગ નાખી મિક્સ કરી એમાં નીતરેલ મગ નાખી સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી કૂકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા દેવી.
આ બાજુ બીજા ગેસ પર એક મોટા તપેલા માં છ કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, તજ નો ટુકડો, તમાલપત્ર અને ઘી નાખી એમાં નીતરેલ ચોખા નાખો અને મિક્સ કરી 80- 90% ચડાવી લ્યો. ત્યાર બાદ ચારણી માં કાઢી વધારા નું પાણી કાઢી નાખો.
હવે મિક્સર જાર માં પલાળેલા મરચા ને પાણી માંથી કાઢી નાખો સાથે લસણ ની કણી અને આદુ નો કટકા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂરી લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી તૈયાર કરી લ્યો.
ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી પાનકોબી નાખી એને પણ શેકી લ્યો.
બધા શાક શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને પીસેલી લાલ ચટણી નાખી ચટણી ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલા ટમેટા અને કેપ્સીકમ નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી અને સંચળ નાખી મિક્સ કરો.
ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચોખા, મગ અને લીલા ધાણા સુધારેલા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ પુલાવ
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મગ પુલાવ બનાવવાની રેસીપી

Mag pulav banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 મોટી કડાઈ
Ingredients
- ¾ કપ પલાળેલા મગ
- 1 કપ બાસમતી ચોખા
- 8- 10 લસણની કળી
- 1 ઇંચ આદુ
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણું સમારેલું ગાજર
- 1 તમાલપત્ર
- 1 કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 5- 7 સૂકા કાશ્મીરી લાલ મરચાં કાશ્મીરી
- ½ ઝીણું સમારેલું કેપ્સિકમ
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસુરી મેથી
- ½ ચમચી હળદર
- ½ ચમચી સંચળ
- 1-2 ચમચી લીંબુ નો રસ
- 1-2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 નાનો તજ નો ટુકડો
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Mag pulav banavani recipe
- મગ પુલાવ બનાવવા સૌપ્રથમ મગ ને એક બે પાણીથી ધોઈ આખી રાત અથવા તો ચાર પાંચ કલાક પલાળી મુકો. અને સાથે ચોખા ને પણ એક બે પાણીથી ધોઈ પાણી નાખી અડધા થી એક કલાક પલાળી મુકો. સૂકા લાલ મરચા ને ગરમ પાણી નાખી અડધા કલાક માટે પલાડી મૂકો. ત્યાર બાદ બધા ગાજર, પાનકોબી, કેપ્સીકમ, ડુંગળી વગેરે ને ઝીણા સમારી લ્યો.
- હવે પલાળેલા મગ ને ચારણી માં કાઢી નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર કૂકર માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પા ચમચી હિંગ નાખી મિક્સ કરી એમાં નીતરેલ મગ નાખી સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી કૂકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી ગેસ બંધ કરી કૂકર માંથી હવા નીકળવા દેવી.
- આ બાજુ બીજા ગેસ પર એક મોટા તપેલા માં છ કપ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, તજ નો ટુકડો, તમાલપત્ર અને ઘી નાખી એમાં નીતરેલ ચોખા નાખો અને મિક્સ કરી 80- 90% ચડાવી લ્યો. ત્યાર બાદ ચારણી માં કાઢી વધારા નું પાણી કાઢી નાખો.
- હવે મિક્સર જાર માં પલાળેલા મરચા ને પાણી માંથી કાઢી નાખો સાથે લસણ ની કણી અને આદુ નો કટકા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂરી લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી તૈયાર કરી લ્યો.
- ત્યાર બાદ ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી પાનકોબી નાખી એને પણ શેકી લ્યો.
- બધા શાક શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને પીસેલી લાલ ચટણી નાખી ચટણી ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં સુધારેલા ટમેટા અને કેપ્સીકમ નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો, સૂકી મેથી મસળી અને સંચળ નાખી મિક્સ કરો.
- ત્યાર બાદ એમાં બાફી રાખેલ ચોખા, મગ અને લીલા ધાણા સુધારેલા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મગ પુલાવ
Notes
- ચોખા તમે સાદા પણ વાપરી શકો છો.
- સૂકા લાલ મરચા ની જગ્યાએ તાજા લાલ મરચા પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Navi rite kantola nu bharelu shaak | નવી રીતે કંટોલા નું ભરેલું શાક
Capsicum nu masaledar shaak | કેપ્સીકમ નું મસાલેદાર શાક
Ratadu stuffed parotha banavani rit | રતાળુ સ્ટફ્ડ પરોઠા
Shekel kacha kela recipe | ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી વાનગી
Vatana bataka nu suku shaak | વટાણા બટાકા નું સૂકું શાક