ફરાળ માં રોજ નવું નવું શું બનાવવું ઈ કાયમ વિચાર આવતોજ હોય છે. અને રોજ એક ની એક વસ્તુ ખાઈ ને પણ કંટાળો આવી જાય તો આજે ફરીથી એક નવીજ રીત ની વાનગી રાજગરા ના લોટ ના Rajgara na farali dhebra – રાજગરા ના ફરાળી ઢેબરા બનાવતા શીખીશું.
INGREDIENTS
- રાજગરા નો લોટ 1 કપ
- બાફેલા છીણેલા બટેકા ½ કપ
- સફેદ તલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ચપટી
- લીલા ધાણા જીણા સુધારેલા જરૂર મુજબ
- દહીં ¼ કપ
- ખાંડ 1 ચમચી
- તેલ 1 ચમચી
- આદું મરચા ની પેસ્ટ 1 ચમચી
Rajgara na farali dhebra banavani recipe
રાજગરા ના ફરાળી ઢેબરા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ કે ત્રાંસ લેશું તેમાં 1 કપ રાજગરા નો લોટ , બાફેલા છીણેલા બટેકા ½ કપ , સફેદ તલ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર ચપટી , લીલા ધાણા જરૂર મુજબ , દહીં ¼ કપ , આદું મરચા ની પેસ્ટ 1 ચમચી , ખાંડ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેશું. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ બાંધવા માટે સેજ પણ પાણી નો ઉપયોગ નથી કરવાનો. લોટ બાંધી લીધા બાદ તેમાં થોડું તેલ નાખી અને લોટ ને મસળી લેશું.
હવે એક વાટકી માં છાશ લેશું તેમાં થોડું મીઠું નાખી દેશું અને લોટ માંથી નાના નાના લૂઆ લઈ હાથ માં થોડી છાશ લગાવી અને ઢેબરા થેપી લેવા ત્યાર બાદ તેના પર બંને સાઇડ થોડા તલ લગાવી દેશું.
હવે આ ઢેબરા થેપી લીધા બાદ બીજી બાજુ તેલ ને પેલે થીજ ગરમ થવા મૂકી દેવું. એટલે જ્યાં સુધી ઢેબરા કરતા જઈએ ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે અને ઢેબરા ને આપણે ડાયરેક્ટ તેલ માં નાખતા જશું. અને તેલ ને આપણે મિડયમ તાપ રાખી દેશું. 1 મિનિટ બાદ આપણે ઢેબરા ને ફેરવી લેશું એક બાજુ ગોલ્ડન થઈ ગયા બાદ ઢેબરા ને બીજી બાજુ પણ ગોલ્ડન થવા દેશું. જો ઢેબરા નીચે ચોંટી ગયા હોય તો ઢેબરા ને ઉથલાવા ટાઈમ પર ખાસ ધ્યાન રાખવું કે ધીમે ધીમે ઢેબરા ને ઉથલાવીશું.
ત્યાર પછી બંને બાજુ ગોલ્ડન થઈ ગયા બાદ ઢેબરા ને સર્વિંગ પેલ્ટ માં કાઢી લેશું. આવીજ રીતે બધા ઢેબરા ને તૈયાર કરી લેશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રાજગરા ના ફરાળી ઢેબરા બનાવવાની રેસીપી

Rajgara na farali dhebra banavani recipe
Equipment
- 1 બાઉલ / ત્રાંસ
- 1 કડાઈ
Ingredients
- 1 કપ રાજગરા નો લોટ
- ½ કપ બાફેલા છીણેલા બટેકા
- 1 ચમચી સફેદ તલ
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ચપટી
- લીલા ધાણા જીણા સુધારેલા જરૂર મુજબ
- ¼ કપ દહીં
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી તેલ
- 1 ચમચી આદું મરચા ની પેસ્ટ
Instructions
Rajgara na farali dhebra banavani recipe
- રાજગરા ના ફરાળી ઢેબરા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ કે ત્રાંસ લેશું તેમાં 1 કપ રાજગરા નો લોટ , બાફેલા છીણેલા બટેકા ½ કપ , સફેદ તલ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર ચપટી , લીલા ધાણા જરૂર મુજબ , દહીં ¼ કપ , આદું મરચા ની પેસ્ટ 1 ચમચી , ખાંડ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેશું. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ બાંધવા માટે સેજ પણ પાણી નો ઉપયોગ નથી કરવાનો. લોટ બાંધી લીધા બાદ તેમાં થોડું તેલ નાખી અને લોટ ને મસળી લેશું.
- હવે એક વાટકી માં છાશ લેશું તેમાં થોડું મીઠું નાખી દેશું અને લોટ માંથી નાના નાના લૂઆ લઈ હાથ માં થોડી છાશ લગાવી અને ઢેબરા થેપી લેવા ત્યાર બાદ તેના પર બંને સાઇડ થોડા તલ લગાવી દેશું.
- હવે આ ઢેબરા થેપી લીધા બાદ બીજી બાજુ તેલ ને પેલે થીજ ગરમ થવા મૂકી દેવું. એટલે જ્યાં સુધી ઢેબરા કરતા જઈએ ત્યાં સુધી તેલ ગરમ થઈ જશે અને ઢેબરા ને આપણે ડાયરેક્ટ તેલ માં નાખતા જશું. અને તેલ ને આપણે મિડયમ તાપ રાખી દેશું. 1 મિનિટ બાદ આપણે ઢેબરા ને ફેરવી લેશું એક બાજુ ગોલ્ડન થઈ ગયા બાદ ઢેબરા ને બીજી બાજુ પણ ગોલ્ડન થવા દેશું. જો ઢેબરા નીચે ચોંટી ગયા હોય તો ઢેબરા ને ઉથલાવા ટાઈમ પર ખાસ ધ્યાન રાખવું કે ધીમે ધીમે ઢેબરા ને ઉથલાવીશું.
- ત્યાર પછી બંને બાજુ ગોલ્ડન થઈ ગયા બાદ ઢેબરા ને સર્વિંગ પેલ્ટ માં કાઢી લેશું. આવીજ રીતે બધા ઢેબરા ને તૈયાર કરી લેશું.
Notes
- ઈયા જો તમે વ્રત માં હળદર ના ખાતા હોવ તો હળદર ને સ્કીપ પણ કરી શકો છો.
- જો તમને લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે તેમાં 2 ચમચી જેટલો / જરૂર મુજબ થોડો કોરો રાજગરા નો લોટ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Suran ni farali suki bhaji banavani recipe | સૂરણ ની ફરાળી સૂકી ભાજી
dungri na paratha | ડુંગળી ના પરોઠા
Lachha Parotha banavani rit | લચ્છા પરોઠા બનાવવાની રીત
chaat masala recipe in gujarati | ચાટ મસાલો બનાવવાની રીત
Masaledar duma loo nu shaak ni recipe | મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી
kurkuri aalo tiki chat banavani rit | કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત
