જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે રસ માધુરી બનાવવાની રીત – Ras madhuri banavani rit શીખીશું, Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe, ખૂબ જ સરળતા થી અને ખૂબ જ ઓછી સામગ્રી થી રસ માધુરી બની જાય છે. કોઈ પણ ત્યોહાર હોય તો આપણે મીઠાઈ માં કંઇક તો બનાવીએ છીએ. તો આ વખતે જન્માષ્ટમી ના ત્યોહાર પર રસ થી ભરેલી રસ માધુરી બનાવો. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે જન્માષ્ટમી સ્પેશિયલ ટેસ્ટી રસ માધુરી બનાવતા – Ras madhuri recipe in gujarati શીખીએ.
રસ માધુરી બનાવવા જરૂરી સામગ્રી
- ગાય નું દૂધ ૨ લીટર
- લીંબુ નો રસ ૫ ચમચી
- પિસ્તા ની રફ્લી કુટેલો પાવડર ૩ ચમચી
- એલચી પાવડર ૧/૪ ચમચી
- કેસર ના તાતણા ૫-૬
રસ બનાવવા માટેની સામગ્રી
- ગાય ની દૂધ ૧ લીટર
- ખાંડ ૪ ચમચી
- બદામ ની કતરણ ૧ ચમચી
- પિસ્તા ની કતરણ ૧ ચમચી
- ગુલાબ ની સુખી પાંદડી
- ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ ૧ ૧/૨ કપ
- પાણી ૬ કપ
રસ માધુરી બનાવવાની રીત
રસ માધુરી બનાવતા માટે સૌથી પહેલા બે લીટર દૂધ ને એક તપેલી માં નાખો. હવે તેને ગેસ પર મૂકો. દૂધ થોડું ગરમ થાય અને ઉકળવા લાગે એટલે તેમાં બે ચમચી જેટલો લીંબુ નો રસ નાખો. હવે તેને હલાવી લ્યો. ફરી થી તેમાં લીંબુ નો રસ નાખો અને ફરી થી હલાવી લ્યો. જેથી દૂધ ફાટી જાસે. અને દૂધ માંથી પાણી અલગ થઈ જાસે.
ત્યાર બાદ એક તપેલી ઉપર એક ગાળણી રાખો હવે તેના ઉપર પાતળું કોટન નું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલી દૂધ નાખો. હવે કપડાં ને ઉપાડી ને થોડું ગોળ ફેરવી લ્યો જેથી વધારા નું પાણી નીકળી જાય. હવે તેને એક કલાક માટે તેમાં રહેવા દયો.
હવે એક કલાક પછી ફાટેલા દૂધ માંથી મળેલા પનીર ને એક વાસણ માં કાઢો. હવે તેને હાથ થી સરસ થી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળી લ્યો.
હવે તેમાં થી બે થી ત્રણ ચમચી જેટલું પનીર અલગ એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેમાં પિસ્તા નો પાવડર, કેસર ના તાતણા અને એલચી નો પાવડર નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં થી નાના નાના બોલ બનાવી ને એક પ્લેટ માં રાખતા જાવ.
ત્યારબાદ હવે બાકી ના પનીર ના મિશ્રણ માંથી એક બોલ બનાવો હવે તેને થોડું હાથ થી ચપટું કરી લ્યો. હવે તેનું ઉપર પનીરનો નાનો બોલ બનાવીને રાખ્યા હતા તે મૂકો. હવે તેને સરસ થી કવર કરી ને ફરી થી બોલ બનાવી લ્યો. સરસ થી ક્રેક ના રે એ રીતે બનાવું જેથી બોલ તૂટે નહીં. આ રીતે બધા જ પનીર બોલ બનાવી તૈયાર કરી લ્યો.
રસ માધુરી ની ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક કઢાઇ મૂકો. તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે ખાંડ સરસ થી ઓગળી જાય ત્યાર બાદ ચાસણી માં પનીર બોલ નાખો. હવે તેને ઢાંકી ને વીસ થી બાવીસ મિનિટ સુધી ઉકળવા દયો. વચ્ચે એક બે વાર ખોલી ને ચેક કરી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને તેને ઠંડું થવા દયો.
રસ માધુરી માટે રસ બનાવવાની રીત
રસ બનાવવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખી. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને દસ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. જેથી દૂધ સરસ થી ઘાટ્ટુ થઈ જાય. હવે તેમાં એલચી નો પાવડર, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે રસ માધુરી માટે નો રસ.
હવે એક પનીર બોલ ને ચાસણી માંથી લઈ હલ્કા હાથે થી દબાવી લ્યો. અને એક પ્લેટ માં રાખો. આ રીતે બધા જ પનીર બોલ ને ચાસણી માંથી કાઢી ને એક પ્લેટ માં રાખો.
ત્યારબાદ હવે એક સર્વિંગ પ્લેટ લ્યો. હવે તેમાં પનીર બોલ મૂકો. હવે તેની ઉપર રસ નાખો. હવે તેને પિસ્તા ની કતરણ અને ગુલાબ ની સુખી પાંદડી વડે ગાર્નિશ કરો.
હવે તૈયાર છે રસ થી ભરેલી રસ માધુરી. હવે તેની ઉપર તુલસી ની પાન રાખી. લડું ગોપાલ ને ભોગ લગાવો. અને ત્યાર બાદ રસ માધુરી ખાવાનો આનંદ માણો.
Ras madhuri banavani rit | Recipe Video
Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ras madhuri recipe in gujarati

રસ માધુરી | Ras madhuri | રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit | Ras madhuri recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
રસ માધુરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર ગાયનું દૂધ
- 5 ચમચી લીંબુનો રસ
- 3 ચમચી પિસ્તાની રફ્લી કુટેલો પાવડર
- ¼ ચમચી એલચી પાવડર
- 5-6 કેસરના તાતણા
રસ બનાવવામાટેની સામગ્રી
- 1 લીટર ગાયની દૂધ
- 4 ચમચી ખાંડ
- 1 ચમચી બદામની કતરણ
- 1 ચમચી પિસ્તાની કતરણ
- ગુલાબની સુખી પાંદડી
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 1½ કપ ખાંડ
- 6 કપ પાણી
Instructions
રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit | Ras madhuri recipe in gujarati
- રસ માધુરી બનાવતા માટે સૌથી પહેલા બે લીટર દૂધ ને એક તપેલી માં નાખો. હવે તેને ગેસ પર મૂકો.દૂધ થોડું ગરમ થાય અને ઉકળવા લાગે એટલે તેમાં બે ચમચી જેટલો લીંબુ નોરસ નાખો. હવે તેને હલાવી લ્યો. ફરી થી તેમાંલીંબુ નો રસ નાખો અને ફરી થી હલાવી લ્યો. જેથી દૂધ ફાટી જાસે.અને દૂધ માંથી પાણી અલગ થઈ જાસે.
- ત્યારબાદ એક તપેલી ઉપર એક ગાળણી રાખો હવે તેના ઉપર પાતળું કોટન નું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલી દૂધનાખો. હવે કપડાં ને ઉપાડી ને થોડું ગોળ ફેરવી લ્યો જેથી વધારા નું પાણી નીકળી જાય.હવે તેને એક કલાક માટે તેમાં રહેવા દયો.
- હવે એક કલાક પછી ફાટેલા દૂધ માંથી મળેલા પનીર ને એકવાસણ માં કાઢો. હવે તેને હાથ થી સરસ થી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળી લ્યો.
- હવેતેમાં થી બે થી ત્રણ ચમચી જેટલું પનીર અલગ એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેમાં પિસ્તા નો પાવડર,કેસર ના તાતણા અને એલચી નો પાવડર નાખી સરસ થી મિક્સ કરી લ્યો.હવે તેમાં થી નાના નાના બોલ બનાવી ને એક પ્લેટ માં રાખતા જાવ.
- ત્યારબાદ હવે બાકી ના પનીર ના મિશ્રણ માંથી એક બોલ બનાવો હવે તેને થોડું હાથ થી ચપટું કરી લ્યો. હવે તેનું ઉપર પનીરનો નાનોબોલ બનાવીને રાખ્યા હતા તે મૂકો. હવે તેને સરસ થી કવર કરી નેફરી થી બોલ બનાવી લ્યો. સરસ થી ક્રેક ના રે એ રીતે બનાવું જેથીબોલ તૂટે નહીં. આ રીતે બધા જ પનીર બોલ બનાવી તૈયાર કરી લ્યો.
રસ માધુરીની ચાસણી બનાવવાની રીત
- ગેસ પર એક કઢાઇ મૂકો. તેમાં પાણી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે ખાંડ સરસ થી ઓગળી જાયત્યાર બાદ ચાસણી માં પનીર બોલ નાખો. હવે તેને ઢાંકી ને વીસ થી બાવીસ મિનિટ સુધી ઉકળવા દયો.વચ્ચે એક બે વાર ખોલી ને ચેક કરી લેવું. ત્યારબાદ ગેસ બંધ કરી દયો. અને તેને ઠંડું થવા દયો.
રસ માધુરી માટે રસ બનાવવાની રીત
- રસ બનાવવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખી. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને દસ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. જેથી દૂધસરસ થી ઘાટ્ટુ થઈ જાય. હવે તેમાં એલચી નો પાવડર, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો. અને સરસ થી મિક્સકરી લ્યો. હવે તૈયાર છે રસ માધુરી માટે નો રસ.
- હવે એક પનીર બોલ ને ચાસણી માંથી લઈ હલ્કાહાથે થી દબાવી લ્યો. અને એક પ્લેટ માં રાખો. આ રીતે બધા જ પનીર બોલ ને ચાસણી માંથી કાઢી ને એક પ્લેટ માં રાખો.
- ત્યારબાદ હવે એક સર્વિંગ પ્લેટ લ્યો. હવે તેમાં પનીર બોલ મૂકો. હવે તેની ઉપર રસ નાખો.હવે તેને પિસ્તા ની કતરણ અને ગુલાબ ની સુખી પાંદડી વડે ગાર્નિશ કરો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati
dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati
સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe