રતાળુ ખાવા ના ઘણા ફાયદા છે અને એમાંથી ઘણી વિવિધ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે આજ આપણે રતાળુ માંથી સ્ટફિંગ પરોઠા બનાવશું જે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બની ને તૈયાર થશે. તો ચાલો Ratadu stuffed parotha – રતાળુ સ્ટફ્ડ પરોઠા બનાવવાની રીત શીખીએ.
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલ રતાળુ 250 ગ્રામ
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ
Ratadu stuffed parotha banavani rit
રતાળુ સ્ટફ્ડ પરોઠા બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ બાંધવા માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ સોફ્ટ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ને લોટ ને બરોબર મસળી લઈ ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ રતાળુ ને કુકર માં સ્વાદ મુજબ મીઠું નાખી બાફી પાંચ સીટી વગાડી બાફી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય એટલે બાફેલા રતાળુ ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણ લઈ એક થાળી માં નાખો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, વરિયાળી , સફેદ તલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો. આદુ શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી એમાં છીણેલું રતાળુ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો મસાલા ને મિક્સ કરી શેકી લ્યો.
મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ, પીસેલી ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને લુવા બનાવી તૈયાર કરો. ત્યાર બાદ કોરા લોટ મદદ થી કિનારેથી વણી ને નાની રોટલી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ થી પેક કરી ફરી લુવો બનાવી લ્યો. ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો અને આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને બધા પરોઠા બનાવી તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી, સોસ સાથે સર્વ કરો રતાળુ સ્ટફ્ડ પરોઠા.
Ratadu Parotha recipe notes
- સ્ટફિંગ માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લ્યો.
- પરોઠા ને તમે ઘી કે માખણ માં પણ શેકી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રતાળુ સ્ટફ્ડ પરોઠા બનાવવાની રીત

Ratadu stuffed parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો – વેલણ
- 1 તવી
- 1 કુકર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ બાફેલ રતાળુ
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી વરિયાળી
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી પીસેલી ખાંડ
- 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- મીઠું સ્વાદ મુજબ
- શેકવા માટે તેલ
Instructions
Ratadu stuffed parotha banavani rit
- રતાળુ સ્ટફ્ડ પરોઠા બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ બાંધવા માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ સોફ્ટ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ને લોટ ને બરોબર મસળી લઈ ઢાંકી ને એક બાજુ મૂકો.
- સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ રતાળુ ને કુકર માં સ્વાદ મુજબ મીઠું નાખી બાફી પાંચ સીટી વગાડી બાફી લ્યો અને ત્યાર બાદ કુકર માંથી હવા નીકળી જાય એટલે બાફેલા રતાળુ ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણ લઈ એક થાળી માં નાખો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, વરિયાળી , સફેદ તલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો. આદુ શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી એમાં છીણેલું રતાળુ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો મસાલા ને મિક્સ કરી શેકી લ્યો.
- મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં લીંબુનો રસ, પીસેલી ખાંડ અને લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને લુવા બનાવી તૈયાર કરો. ત્યાર બાદ કોરા લોટ મદદ થી કિનારેથી વણી ને નાની રોટલી બનાવી લ્યો અને વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ થી પેક કરી ફરી લુવો બનાવી લ્યો. ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી લ્યો.
- હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુ તેલ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો અને આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને બધા પરોઠા બનાવી તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી, સોસ સાથે સર્વ કરો રતાળુ સ્ટફ્ડ પરોઠા.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tava fry ringna banavani rit | તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત
pan kobi batata nu shaak banavani rit | પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત
lili drax ni chutney banavani rit | લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત
Be pad ni rotli banavani rit | બે પળની રોટલી બનાવવાની રીત
Kofta Curry banavani rit | કોફતા કરી બનાવવાની રીત
sambar banavani rit | સંભાર બનાવવાની રીત