HomeLunch & DinnerSaragva na Phool nu Shaak Recipe in Gujarati | સરગવાના ફૂલનું શાક...

Saragva na Phool nu Shaak Recipe in Gujarati | સરગવાના ફૂલનું શાક બનાવવાની રીત

સરગવો (Drumstick)  ને સહજન ના નામ થી પણ ઓળખાય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે એની ડાળી, પંદ અને ફળ માંથી તો આપણે ઘણી દવા અને વાનગી બનાવી છે. પરંતુ શું તમે ક્યારેય તેના ફૂલો એટલે કે Saragva na Phool nu Shaak (સરગવાના ફૂલનું શાક) ખાધું છે? વસંત ઋતુ અને ઉનાળાની શરૂઆતમાં (ફેબ્રુઆરી થી એપ્રિલ) સરગવાના ઝાડ પર આવતા સફેદ ફૂલો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ઘણી જગ્યાએ બજારમાં સરગવાના ફૂલ વેચાતા જોવા મળે છે અથવા તો ઘર ની આજુ બાજુ કોઈ સરગવાનું ઝાડ હોય તો એમાંથી ફૂલ તોડી ને પણ આ શાક બનાવી શકો છો.

આ ફૂલોનું શાક ખાવાથી સાંધાના દુખાવા, ડાયાબિટીસ અને પાચનની સમસ્યામાં ખૂબ રાહત મળે છે. ઘણા લોકોને ફરિયાદ હોય છે કે આ શાક સહેજ કડવું કે તૂરું લાગે છે, પરંતુ જો તેને યોગ્ય રીતે દેશી લસણ-ડુંગળીના વઘાર સાથે બનાવવામાં આવે, તો તે એટલું સ્વાદિષ્ટ બને છે કે તમે આંગળા ચાટતા રહી જશો.

સરગવાના ફૂલનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લસણ ની કણી 30-40 
  • સરગવા ના ફૂલ 2-3 કપ
  • તેલ 3-4 ચમચી
  • હિંગ 1/8 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1-2 ચમચી

Saragva na Phool nu Shaak banavani rit

સરગવાના ફૂલનું શાક બનાવવા સૌથી પહેલા સરગવાના એક એક ફૂલ ને ડાળી થી અલગ કરી સાફ કરી લ્યો. ત્યાર બાદ મોટા વાસણમાં સાફ કરેલ ફૂલ ને નાખો અને એમાં એક બે ચમચી મીઠું અને એકાદ ચમચી બેકિંગ સોદા નાખી મિક્સ કરી પાંચ દસ મિનીટ રહેવા દયો. ત્યાર બાદ ફૂલ ને કાઢી લઇ બીજા પાણી થી બરોબર ધોઈ લ્યો આમ એક થી બે વખત પાંદ ને બરોબર સાફ કરી ધોઈ ચારણીમાં નાખી પાણી નીતરવા મુકો.

સરગવાના ફૂલ નું પાણી નીતરે ત્યાં સુંધીમાં લસણ ની કણી સાફ કરી પંદર વીસ કણી ને ચાકુથી ઝીણા કટકા કરી લ્યો લ્યો અને થોડી લસણ ની કણી ને લાલ મરચા સાથે કુટી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને સુધારેલ લસણ ની કતરણ નાખી લસણ ને ગોલ્ડન શેકી લ્યો. લસણ ગોલ્ડન થાય એટલે એમાં નીતારેલ સરગવાના ફૂલ નાખો અને બરોબર મિક્સ કરી ફૂલ તાપે ચડાવો.

શાક શેકાઈ ને થોડું ગરી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું લસણ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી એમાં બે ચમચી પાણી નાખી ગેસ ધીમો કરી પાંચ મિનીટ મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે સરગવાના ફૂલ નું શાક. 

સરગવાના ફૂલનું શાક બનાવવાની રીત

Saragva na Phool nu Shaak - સરગવાના ફૂલનું શાક

Saragva na Phool nu Shaak Recipe in Gujarati | સરગવાના ફૂલનું શાક બનાવવાની રીત

સરગવો (Drumstick)  ને સહજન ના નામ થી પણ ઓળખાય છે જે સ્વાસ્થ્ય માટેખુબ ગુણકારી માનવામાં આવે છે એની ડાળી, પંદ અને ફળમાંથી તો આપણે ઘણી દવા અને વાનગી બનાવી છે. પરંતુ શું તમેક્યારેય તેના ફૂલો એટલે કે Saragvana Phool nu Shaak ( સરગવાના ફૂલનું શાક ) ખાધું છે? વસંત ઋતુ અને ઉનાળાની શરૂઆતમાં (ફેબ્રુઆરી થી એપ્રિલ) સરગવાના ઝાડ પર આવતાસફેદ ફૂલો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ઘણી જગ્યાએ બજારમાં સરગવાના ફૂલ વેચાતા જોવામળે છે અથવા તો ઘર ની આજુ બાજુ કોઈ સરગવાનું ઝાડ હોય તો એમાંથી ફૂલ તોડી ને પણ આશાક બનાવી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સરગવાના ફૂલનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 30-40 લસણ ની કણી
  • 2-3 કપ સરગવા ના ફૂલ
  • 3-4 ચમચી તેલ
  • ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી પાણી

Instructions

Saragva na Phool nu Shaak banavani rit

  • સરગવાના ફૂલનું શાક બનાવવા સૌથી પહેલા સરગવાના એક એક ફૂલ ને ડાળી થી અલગ કરી સાફ કરી લ્યો. ત્યાર બાદ મોટા વાસણમાં સાફ કરેલ ફૂલ ને નાખો અને એમાં એક બે ચમચી મીઠું અને એકાદ ચમચી બેકિંગ સોદા નાખી મિક્સ કરી પાંચ દસ મિનીટ રહેવા દયો. ત્યાર બાદ ફૂલ ને કાઢી લઇ બીજા પાણી થી બરોબર ધોઈ લ્યો આમ એક થી બે વખત પાંદ ને બરોબર સાફ કરી ધોઈ ચારણીમાં નાખી પાણી નીતરવા મુકો.
  • સરગવાના ફૂલ નું પાણી નીતરે ત્યાં સુંધીમાં લસણ ની કણી સાફ કરી પંદર વીસ કણી ને ચાકુથી ઝીણા કટકા કરી લ્યો લ્યો અને થોડી લસણ ની કણી ને લાલ મરચા સાથે કુટી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ અને સુધારેલ લસણ ની કતરણ નાખી લસણ ને ગોલ્ડન શેકી લ્યો. લસણ ગોલ્ડન થાય એટલે એમાં નીતારેલ સરગવાના ફૂલ નાખો અને બરોબર મિક્સ કરી ફૂલ તાપે ચડાવો.
  • શાક શેકાઈ ને થોડું ગરી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું લસણ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી એમાં બે ચમચી પાણી નાખી ગેસ ધીમો કરી પાંચ મિનીટ મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે સરગવાના ફૂલ નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular