HomeLunch & Dinnerવાલોર મુઠીયા નું શાક બનાવવાની રીત | Valor muthiya nu shaak banavani...

વાલોર મુઠીયા નું શાક બનાવવાની રીત | Valor muthiya nu shaak banavani rit

આ શાક ખાસ શિયાળા મળતી વાલોર માંથી તૈયાર થાય છે તો આ શિયાળા માં એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. અત્યાર સુંધી પાપડી વાલોર અને વાલોર ના બીજ માંથી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ Valor muthiya nu shaak – પાતળી વાલોર મુઠીયા નું શાક બનાવતા શીખીશું. તો ચાલો વાલોર મુઠીયા નું શાક બનાવવાની રીત શીખીએ.

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • ચણા નો લોટ ½ કપ
  • મેથી ½ કપ
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક બનાવવા માટેની સામગ્રી

  • વાલોર 250 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • લીંબુનો રસ ½  ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Valor muthiya nu shaak banavani rit

વાલોર મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવશું. મુઠીયા બનાવવા મેથી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો હવે સુધારેલી મેથી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં તેલ, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મસળી મિક્સ કરી લ્યો.

હવે એમાં બેસન ચાળી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માથી નાની નાની ગોળી બનાવી એક બાજુ મૂકો.

હવે વાલોર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ વાલોર ને બને બાજુથી કાપી ખોલી ચેક કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો આમ બધી જ વાલોર ને સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને અજમો નાખી તતડાવી લ્યો.

હવે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ વાલોર નાખો સાથે હળદર નાખી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો. વાલોર બે મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખો અને ત્યાર બાદ ઢાંકી ને ચાર મિનિટ ચડાવી લેવી.

વાલોર પોણી ચડી જાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી સાથે અડધો કપ પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મુઠીયા ને ચેક કરી લ્યો. જો મુઠીયા ચડી જાય તો બીજા મસાલા નાખવા અને જો મુઠીયા કાચા હોય તો હજી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.

મુઠીયા વાલોર બરોબર ચડી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મુઠીયા દબાવી ને મસળી ને મિક્સ કરી લ્યો અને બધા મસાલા શેકી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો. છેલ્લે લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લ્યો. તો તૈયાર છે વાલોર મુઠીયા નું શાક.

Shaak Recipe notes

  • મુઠીયા માટેનો લોટ ના ઘણો ઢીલો કે ના ઘણો કઠણ બાંધવો જો ઢીલી બાંધશો તો મુઠીયા તૂટી જસે અને જો કઠણ બાંધશો તો મુઠીયા ચડી ગયા બાદ કઠણ લાગશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

વાલોર મુઠીયા નું શાક બનાવવાની રીત

વાલોર મુઠીયા નું શાક - Valor muthiya nu shaak

Valor muthiya nu shaak banavani rit

આ શાક ખાસ શિયાળા મળતી વાલોર માંથી તૈયાર થાય છે તો આશિયાળા માં એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. અત્યાર સુંધી પાપડીવાલોર અને વાલોર ના બીજ માંથી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ Valor muthiya nu shaak – પાતળી વાલોર મુઠીયા નું શાક બનાવતા શીખીશું. તો ચાલો વાલોર મુઠીયાનું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ચણા નો લોટ
  • ½ કપ મેથી
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ વાલોર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Valor muthiya nu shaak banavani rit

  • વાલોર મુઠીયા નું શાક બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવશું. મુઠીયા બનાવવા મેથી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો હવે સુધારેલી મેથી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં તેલ, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મસળી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બેસન ચાળી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માથી નાની નાની ગોળી બનાવી એક બાજુ મૂકો.
  • હવે વાલોર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ વાલોર ને બને બાજુથી કાપી ખોલી ચેક કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કટકા કરી લ્યો આમ બધી જ વાલોર ને સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને અજમો નાખી તતડાવી લ્યો.
  • હવે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ વાલોર નાખો સાથે હળદર નાખી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો. વાલોર બે મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખો અને ત્યાર બાદ ઢાંકી ને ચાર મિનિટ ચડાવી લેવી.
  • વાલોર પોણી ચડી જાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી સાથે અડધો કપ પાણી નાખી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મુઠીયા ને ચેક કરી લ્યો. જો મુઠીયા ચડી જાય તો બીજા મસાલા નાખવા અને જો મુઠીયા કાચા હોય તો હજી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.
  • મુઠીયા વાલોર બરોબર ચડી જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મુઠીયા દબાવી ને મસળી ને મિક્સ કરી લ્યો અને બધા મસાલા શેકી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો. છેલ્લે લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લ્યો. તો તૈયાર છે વાલોર મુઠીયા નું શાક.

Notes

મુઠીયા માટેનો લોટ ના ઘણો ઢીલો કે ના ઘણો કઠણ બાંધવો જો ઢીલી બાંધશો તો મુઠીયા તૂટી જસે અને જો કઠણ બાંધશો તો મુઠીયા ચડી ગયા બાદ કઠણ લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular