HomeDessert & DrinksKaju mithai banavani recipe | કાજુ મીઠાઈ બનાવવાની રેસીપી

Kaju mithai banavani recipe | કાજુ મીઠાઈ બનાવવાની રેસીપી

દિવાળી આવી રહી છે ત્યારે આપણે બધા બજાર માંથી લાવેલી મીઠી અને ફરસાણ લઇ આવેલા મહેમાનોનું મોઢું મીઠું કરાવતા હોઈએ છીએ. પરંતુ જયારે પણ વાર તહેવાર હોય ત્યારે બજારમાં ઘો મિલાવટી માવા માંથી બનેલી મીઠી અને ખરાબ તેલ માં બનાવેલ ફરસાણ મળતા હોય છે ત્યારે આપણા પરિવાર અને આપણા શુભચિંતકો ના સ્વાથ્ય ની પણ ચિંતા થાય છે તો અમે આજ બજાર જેવીજ અને બજાર કરતા પણ સ્વાદીસ્ટ અને હેલ્થી કાજુ માંથી બનાવેલી Kaju mithai – કાજુ મીઠાઈ બનાવીશું જે ઘરે બનાવી બાળકો તથા વડીલો સગા સંબધીઓ સાથે દિવાળી ની મજા માણો.

INGREDIENTS

  • કાજુ ½ કપ
  • શેકેલ મખાના 1 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ખાંડ ½ કપ
  • ઘી 2-3 ચમચી
  • એલચી દાણા ½ ચમચી
  • કાજુ, બાદમ, પીસ્તા ની કતરણ 1/3  કપ
  • લીક્વીડ ગ્લુકોઝ 1 ચમચી
  • પાણી ½ કપ
  • પિંક / ગ્રીન  ફૂડ કલર 2-3 ટીપા

Kaju mithai banavani recipe

કાજુ મીઠાઈ બનાવવા સૌથી પહેલા કડાઈમાં મખાના નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી ક્રિસ્પી કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ફ્રીજર માં રાખી ઠંડા કરેલ કાજુ ને મિક્ક્ષર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી કાજુ નો ઝીણો પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ મિક્ક્ષર જારમાં શેકેલ મખાના અને એલચી ના દાણા ને પીસી  પાઉડર બનાવી લ્યો અને એને પીસેલા કાજુ ના પાઉડર સાથે નાખી મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી દેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી ઉકાળવા લાગે અને મોટા મોટા ફુગ્ગા થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ મખાના વાળું મિશ્રણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ મિનીટ બરોબર હલાવતા રહો અને એમાં ઘી નાખી મિક્સ કરી એક મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ફેલાવી નવશેકું રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો.

મિશ્રણ નવશેકું થાય એટલે બટર પેપર અથવા પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવી મિશ્રણ એમાં નાખી મસળી લ્યો. મિશ્રણ સ્મૂથ થાય એટલે એમાંથી પા ભાગ અલગ કરી નાખો અને બચેલા મિશ્રણ માં ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી ગ્રીન મિશ્રણ તૈયાર કરી લ્યો અને એના એક સરખા ચાર ભાગ કરી લ્યો.

ત્યાર બાદ પા ભાગ ના મિશ્રણમાં પિંક ફૂડ કર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ અને લીક્વીડ ગ્લુકોઝ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો. અને એમાંથી ચાર એક સરખા ભાગ કરી લ્યો. 

હવે ગ્રીન ભાગ ને ગોળ ફેરવી ગોળી બનાવી હથેળી વછે દબાવી ફેલાવી લ્યો અને વચ્ચે પિંક ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરી ગોળી બનાવી હથેળી વછે થોડ દબાવી ફ્લેટ કરી લ્યો. આમ બાકીના બધા જ મિશ્રણ માંથી ગોળી બનાવી સ્ટફિંગ મૂકી પેક કરી ફ્લેટ કરી બરોબર આકાર આપી દયો અને ઉપર ચાંદી નું વર્ક મૂકી એકાદ કલાક બહાર અથવા ડબ્બામા બરોબર પેક કરી ફીઝ માં મૂકી દેવી. એકાદ કલાક પછી ચાકુથી એમાં બરોબર વચ્ચે આડો અને ઉભો કાપી ચાર ભાગ માં કટકા કરી લ્યો. તો તૈયાર છે કાજુ મીઠાઈ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાજુ મીઠાઈ બનાવવાની રેસીપી

Kaju mithai - કાજુ મીઠાઈ

Kaju mithai banavani recipe

દિવાળી આવી રહી છે ત્યારે આપણે બધા બજાર માંથી લાવેલી મીઠી અને ફરસાણ લઇ આવેલા મહેમાનોનુંમોઢું મીઠું કરાવતા હોઈએ છીએ. પરંતુજયારે પણ વાર તહેવાર હોય ત્યારે બજારમાં ઘો મિલાવટી માવા માંથી બનેલી મીઠી અનેખરાબ તેલ માં બનાવેલ ફરસાણ મળતા હોય છે ત્યારે આપણા પરિવાર અને આપણા શુભચિંતકો નાસ્વાથ્ય ની પણ ચિંતા થાય છે તો અમે આજ બજાર જેવીજ અને બજાર કરતા પણ સ્વાદીસ્ટ અને હેલ્થી કાજુ માંથી બનાવેલી Kaju mithai – કાજુ મીઠાઈ બનાવીશું જે ઘરે બનાવી બાળકો તથા વડીલો સગા સંબધીઓ સાથે દિવાળીની મજા માણો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષર

Ingredients

  • ½ કપ કાજુ
  • 1 કપ શેકેલ મખાના
  • ½ કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી ઘી
  • ½ ચમચી એલચી દાણા
  • કપ કાજુ , બાદમ, પીસ્તા ની કતરણ
  • 1 ચમચી લીક્વીડ ગ્લુકોઝ
  • ½ કપ પાણી
  • 2-3 ટીપા પિંક / ગ્રીન ફૂડ કલર

Instructions

Kaju mithai banavani recipe

  • કાજુ મીઠાઈ બનાવવા સૌથી પહેલા કડાઈમાં મખાના નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી ક્રિસ્પી કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ફ્રીજર માં રાખી ઠંડા કરેલ કાજુ ને મિક્ક્ષર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી કાજુ નો ઝીણો પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ મિક્ક્ષર જારમાં શેકેલ મખાના અને એલચી ના દાણા ને પીસી પાઉડર બનાવી લ્યો અને એને પીસેલા કાજુ ના પાઉડર સાથે નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી દેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી ઉકાળવા લાગે અને મોટા મોટા ફુગ્ગા થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ મખાના વાળું મિશ્રણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ મિનીટ બરોબર હલાવતા રહો અને એમાં ઘી નાખી મિક્સ કરી એક મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ફેલાવી નવશેકું રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો.
  • મિશ્રણ નવશેકું થાય એટલે બટર પેપર અથવા પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવી મિશ્રણ એમાં નાખી મસળી લ્યો. મિશ્રણ સ્મૂથ થાય એટલે એમાંથી પા ભાગ અલગ કરી નાખો અને બચેલા મિશ્રણ માં ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી ગ્રીન મિશ્રણ તૈયાર કરી લ્યો અને એના એક સરખા ચાર ભાગ કરી લ્યો.
  • ત્યાર બાદ પા ભાગ ના મિશ્રણમાં પિંક ફૂડ કર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ અને લીક્વીડ ગ્લુકોઝ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો. અને એમાંથી ચાર એક સરખા ભાગ કરી લ્યો.
  • હવે ગ્રીન ભાગ ને ગોળ ફેરવી ગોળી બનાવી હથેળી વછે દબાવી ફેલાવી લ્યો અને વચ્ચે પિંક ગોળી મૂકી બધી બાજુથી બરોબર પેક કરી ફરી ગોળી બનાવી હથેળી વછે થોડ દબાવી ફ્લેટ કરી લ્યો. આમ બાકીના બધા જ મિશ્રણ માંથી ગોળી બનાવી સ્ટફિંગ મૂકી પેક કરી ફ્લેટ કરી બરોબર આકાર આપી દયો અને ઉપર ચાંદી નું વર્ક મૂકી એકાદ કલાક બહાર અથવા ડબ્બામા બરોબર પેક કરી ફીઝ માં મૂકી દેવી. એકાદ કલાક પછી ચાકુથી એમાં બરોબર વચ્ચે આડો અને ઉભો કાપી ચાર ભાગ માં કટકા કરી લ્યો. તો તૈયાર છે કાજુ મીઠાઈ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular