HomeDessert & Drinkssalam pak banavani recipe | સાલમ પાક બનાવવાની રેસીપી

salam pak banavani recipe | સાલમ પાક બનાવવાની રેસીપી

શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે બધા ને સુરત નું ફેમસ વાસણા થી ભરપુર એવો સાલમ પાક તો ચોક્કસ ખાવા ની ઈચ્છા થાય છે ત્યારે આ વખતે બજાર માંથી ના લાવતા ઘરે ખું સ્વાદિષ્ટ અને થોડો સસ્તો પડતો salam pak banavani recipe ઘરે શીખીએ.

salam pak ingredients

  • કાજુ 30 ગ્રામ
  • બદામ 30 ગ્રામ
  • અખરોટ 30 ગ્રામ
  • પિસ્તા 30 ગ્રામ
  • મગતરી ના બીજ 50 ગ્રામ
  • અંજીર 50 ગ્રામ
  • ચારવડી 15 ગ્રામ
  • ખજૂર 100 ગ્રામ
  • સૂકી ખારેક પાઉડર 100 ગ્રામ
  • સિંગોડા લોટ
  • ખાંડ 250 ગ્રામ
  • દૂધ 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • મોરો માવો 250 ગ્રામ
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી

સાલમ પાક માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • ગોખરુ 10 ગ્રામ
  • સૂંઠ પાઉડર 10 ગ્રામ
  • ગંઠોડા પાઉડર 10 ગ્રામ
  • ખસખસ 15 ગ્રામ
  • સફેદ મરી 5 ગ્રામ
  • મરી 5 ગ્રામ
  • સફેદ મૂસળી 5 ગ્રામ
  • પંજા સાલમ 10 ગ્રામ
  • પીપર 5 ગ્રામ
  • જાયફળ પાઉડર 5 ગ્રામ
  • જાવંત્રી 5 ગ્રામ
  • બત્રીસિયું 10 ગ્રામ
  • એલચી 15-20 નંગ
  • કમળ કાકડી 10 ગ્રામ

salam pak banavani recipe

સાલમ પાક બનાવવા સૌપ્રથમ સાલમ પાક માટેનો મસાલો બનાવવાની રીત શીખીશું. મસાલો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કમળ કાકડી, ગોખરુ, સફેદ મરી, કાળા મરી, સફેદ મૂસળી, જાવંત્રી, પીપર, પંજા સલામ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. પીસેલા મસાલા ને એક વખત ચાળી ને મસાલો તૈયાર કરી લ્યો.

હવે મિક્સર જાર માં કાજુ, બદામ, પીસ્તા, ચારવડી, અખરોટ, મગતરી બીજ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લેવા, અને ત્યાર બાદ મિક્સર માં સૂકી ખારેક નો પણ પાઉડર બનાવી એક વાસણમાં કાઢી લેશું અને ફરી મિક્સર જાર માં ખજૂર અને અંજીર ને પણ પીસી તૈયાર કરી લેશું આમ બધી સામગ્રીઓ પીસી ને તૈયાર કરી લઈએ.

હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ મોટા ચમચા ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ પાઉડર નાખી ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં શિંગોડા લોટ નાખી મિક્સ કરી લોટ ને પણ ત્રણ ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં મોરો માવો નાખો અને એને પણ બધી સામગ્રી સાથે શેકી લ્યો.

માવો બરોબર પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં ખજૂર અંજીર નો પલ્પ, ખારેક સાથે બે ચમચા ઘી નાખી મિક્સ કરી લ્યો બધી સામગ્રી ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં દૂધ અને ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સૂંઠ હલાવતા રહો અને શેકી લ્યો.

ખાંડ બરોબર ઓગળી ગયા બાદ એમાં પીસી રાખેલ મસાલો, ગંઠોડા પાઉડર , એલચી પાઉડર, સૂંઠ પાઉડર, ખસખસ, બત્રિશું નાખી બધી સામગ્રી નાખી દીધા બાદ બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બાકી રહેલ ઘી પણ નાખી દયો અને મિક્સ કરી લ્યો અને ઘી મિશ્રણ માંથી અલગ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ઘી અલગ થવા લાગે અને ઘી અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને મોટી થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો.

ફેલાયેલ મિશ્રણ પણ ઘી આવી જસે એને એમજ રહેવા દઈ એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ચાર પાંચ કલાક જામવા મૂકો અને પાંચ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો અને શિયાળ ની ગુલાબી ઠંડી માં મજા લ્યો. તો તૈયાર છે સાલમ પાક.

Salam pak notes

  • અહીં ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો.
  • અહી જણાવેલ બધા વસાણા તમને ગાંધી ની દુકાને અથવા કોઈ કરિયાણા ની દુકાને મળી જસે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સાલમ પાક બનાવવાની રેસીપી

સાલમ પાક - Salam pak

salam pak banavani recipe

શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે બધા ને સુરત નું ફેમસ વાસણાથી ભરપુર એવો સાલમ પાક તો ચોક્કસ ખાવા ની ઈચ્છા થાય છે ત્યારે આ વખતે બજાર માંથી નાલાવતા ઘરે ખું સ્વાદિષ્ટ અને થોડો સસ્તો પડતો salam pak banavani recipe ઘરે શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 6 hours
Servings: 1 કિલો આશરે

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 મિક્સર

Ingredients

salam pak ingredients

  • 30 ગ્રામ કાજુ
  • 30 ગ્રામ બદામ
  • 30 ગ્રામ અખરોટ
  • 30 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ મગતરી ના બીજ
  • 50 ગ્રામ અંજીર
  • 15 ગ્રામ ચારવડી
  • 100 ગ્રામ ખજૂર
  • 100 ગ્રામ સૂકી ખારેક પાઉડર
  • સિંગોડા લોટ
  • 250 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ દૂધ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ મોરો માવો
  • 3-4 ચમચી પિસ્તા ની કતરણ

સાલમ પાક માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 10 ગ્રામ ગોખરુ
  • 10 ગ્રામ સૂંઠ પાઉડર
  • 10 ગ્રામ ગંઠોડા પાઉડર
  • 15 ગ્રામ ખસખસ
  • 5 ગ્રામ સફેદ મરી
  • 5 ગ્રામ મરી
  • 5 ગ્રામ સફેદ મૂસળી
  • 10 ગ્રામ પંજા સાલમ
  • 5 ગ્રામ પીપર
  • 5 ગ્રામ જાયફળ પાઉડર
  • 5 ગ્રામ જાવંત્રી
  • 10 ગ્રામ બત્રીસિયું
  • 15-20 નંગ એલચી
  • 10 ગ્રામ કમળ કાકડી

Instructions

salam pak banavani recipe

  • સાલમ પાક બનાવવા સૌપ્રથમ સાલમ પાક માટેનો મસાલો બનાવવાની રીત શીખીશું. મસાલો બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કમળ કાકડી, ગોખરુ, સફેદ મરી, કાળા મરી, સફેદ મૂસળી, જાવંત્રી, પીપર, પંજા સલામ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લેશું. પીસેલા મસાલા ને એક વખત ચાળી ને મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં કાજુ, બદામ, પીસ્તા, ચારવડી, અખરોટ, મગતરી બીજ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં ફેરવી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લેવા, અને ત્યાર બાદ મિક્સર માં સૂકી ખારેક નો પણ પાઉડર બનાવી એક વાસણમાં કાઢી લેશું અને ફરી મિક્સર જાર માં ખજૂર અને અંજીર ને પણ પીસી તૈયાર કરી લેશું આમ બધી સામગ્રીઓ પીસી ને તૈયાર કરી લઈએ.
  • હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ મોટા ચમચા ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ પાઉડર નાખી ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં શિંગોડા લોટ નાખી મિક્સ કરી લોટ ને પણ ત્રણ ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં મોરો માવો નાખો અને એને પણ બધી સામગ્રી સાથે શેકી લ્યો.
  • માવો બરોબર પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં ખજૂર અંજીર નો પલ્પ, ખારેક સાથે બે ચમચા ઘી નાખી મિક્સ કરી લ્યો બધી સામગ્રી ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં દૂધ અને ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સૂંઠ હલાવતા રહો અને શેકી લ્યો.
  • ખાંડ બરોબર ઓગળી ગયા બાદ એમાં પીસી રાખેલ મસાલો, ગંઠોડા પાઉડર , એલચી પાઉડર, સૂંઠ પાઉડર, ખસખસ, બત્રિશું નાખી બધી સામગ્રી નાખી દીધા બાદ બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બાકી રહેલ ઘી પણ નાખી દયો અને મિક્સ કરી લ્યો અને ઘી મિશ્રણ માંથી અલગ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ઘી અલગ થવા લાગે અને ઘી અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને મોટી થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો.
  • ફેલાયેલ મિશ્રણ પણ ઘી આવી જસે એને એમજ રહેવા દઈ એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ચાર પાંચ કલાક જામવા મૂકો અને પાંચ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી કટકા કરી લ્યો અને શિયાળ ની ગુલાબી ઠંડી માં મજા લ્યો. તો તૈયાર છે સાલમ પાક.

Salam pak recipe notes

  • અહીં ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો.
  • અહી જણાવેલ બધા વસાણા તમને ગાંધી ની દુકાને અથવા કોઈ કરિયાણા ની દુકાને મળી જસે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular