HomeNastaBhareli masala bhakri : ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત

Bhareli masala bhakri : ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત

ભાખરી એ દરેક ગુજરાતીની પહેલી પસંદગી છે અને સવાર ની ચા ભાખરી વગર થાય જ નહિ અને ભાખરી માં પણ હવે ઘણી અલગ અલગ રીતે તૈયાર થયેલ ભાખરી બનવા લાગી છે તો આજ આપણે એક એવી જ નવી રીત ની મસાલો ભરેલી ભાખરી બનાવશું જે ખુબ સ્વાદિસ્ટ લાગે છે તો ચાલો Bhareli masala bhakri – ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત શીખીએ. 

મસાલા ભાખરી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘઉંનો કરકરો લોટ ¼ કપ
  • બેસન 2-3 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • પાણી ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • લીલા મરચા સુધરેલ 2-3
  • આદુ ½ ઇંચ
  • સુધારેલ ટમેટા 1
  • લસણ ની કણી 10-15
  • શેકેલ સિંગદાણા પીસેલા  2-3 ચમચી
  • ભાવનગરી પોચા ગાંઠિયા ½ કપ
  • સફેદ તલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલ અ૩-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Bhareli masala bhakri no lot bandhva na steps

મસાલા ભરેલી ભાખરી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો કરકરો લોટ અને બેસન ચાળી ને લ્યો હવે એમાં સફેદ તલ, જીરું, હાથ થી મસળી અજમો, સ્વાદ મુજબ મીઠું, કસુરી મેથી મસળી ને નાખો, મરી પાઉડર અને ત્રણ ચાર ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લેશું અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.

મસાલા ભાખરી નું સ્ટફિંગ બનાવવા માટે ની રીત

સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા મિકસર જારમાં લસણ ની કણી, લીલા મરચા સુધારેલ, આદુનો કટકા, શેકેલ સિંગદાણા નો ભૂકો , ભાવનગરી પોચા ગાંઠિયા, ટામેટા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર,  કસુરી મેથી, સફેદ તલ, ખાંડ, જીરું, મરી પાઉડર, લીંબુનો રસ, ગરમ મસાલો અને હિંગ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને પીસી લ્યો અને પીસેલી સામગ્રી એક વાસણમાં કાઢી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી સ્ટફિંગ મસાલો તૈયાર કરી લ્યો.   

Bhareli masala bhakri banavani recipe

ભરેલી મસાલા ભાખરી ના બાંધેલા લોટ લોટને બરોબર મસળી લ્યો અને લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઇ એની મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઇ એને પણ મીડીયમ પાતળી વણી લ્યો. હવે એક વણેલી ભાખરી લઇ એના પર તૈયાર સ્ટફિંગ ની એક થી દોઢ ચમચી નાખી કિનારી થી થોડી અંદર ની બાજુ બરોબર ફેલાવી લ્યો,

ત્યાર બાદ બીજી વણેલી ભાખરી એના પર મૂકી હાથ થી બધી બાજુ બરોબર દબાવી પેક કરી લ્યો અને ત્યાર બાદ હલકા હાથે વેલણ થી થોડી વણી લ્યો. આમ એક સાથે થોડી ભાખરી વણી લઇ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલી ભાખરી મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો ત્યાર બાદ એના પર ઘી કે તેલ લગાવી બને બાજુ દબાવી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધી ભાખરી શેકી તૈયાર કરી ગરમ ગરમ ભાખરી ની મજા લ્યો. તો તૈયાર છે મસાલા ભરેલી ભાખરી.  

ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત

Bhareli masala bhakri - ભરેલી મસાલા ભાખરી

Bhareli masala bhakri – ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત

ભાખરી એ દરેક ગુજરાતીની પહેલી પસંદગી છે અને સવાર ની ચા ભાખરી વગર થાય જ નહિ અને ભાખરી માં પણ હવે ઘણી અલગ અલગ રીતે તૈયાર થયેલ ભાખરી બનવા લાગી છે તો આજ આપણે એક એવી જ નવી રીત ની મસાલો ભરેલી ભાખરી બનાવશું જે ખુબ સ્વાદિસ્ટ લાગે છે તો ચાલો Bhareli masala bhakri – ભરેલી મસાલા ભાખરી બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી
  • 1 કથરોટ

Ingredients

ભાખરી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ઘઉંનો કરકરો લોટ
  • 2-3 ચમચી બેસન
  • 1 ચમચી સફેદ તલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી તેલ
  • ½ કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 2-3 લીલા મરચા સુધરેલ
  • ½ 2-3 આદુ
  • 1 સુધારેલ ટમેટા
  • 10-15 લસણ ની કણી
  • 2-3 ચમચી શેકેલ સિંગદાણા પીસેલા
  • ½ કપ ભાવનગરી પોચા ગાંઠિયા
  • 1 ચમચી સફેદ તલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Bhareli masala bhakri no lot banavani recipe

  • મસાલા ભરેલી ભાખરી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉં નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો કરકરો લોટ અને બેસન ચાળી ને લ્યો હવે એમાં સફેદ તલ, જીરું, હાથ થી મસળી અજમો, સ્વાદ મુજબ મીઠું, કસુરી મેથી મસળી ને નાખો, મરી પાઉડર અને ત્રણ ચાર ચમચી તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લેશું અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.

મસાલા ભાખરી નું સ્ટફિંગ બનાવવા માટે ની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા મિકસર જારમાં લસણ ની કણી, લીલા મરચા સુધારેલ, આદુનો કટકા, શેકેલ સિંગદાણા નો ભૂકો , ભાવનગરી પોચા ગાંઠિયા, ટામેટા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી, સફેદ તલ, ખાંડ, જીરું, મરી પાઉડર, લીંબુનો રસ, ગરમ મસાલો અને હિંગ નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને પીસી લ્યો અને પીસેલી સામગ્રી એક વાસણમાં કાઢી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી સ્ટફિંગ મસાલો તૈયાર કરી લ્યો.

Bhareli masala bhakri banavani recipe

  • ભરેલી મસાલા ભાખરી ના બાંધેલા લોટ લોટને બરોબર મસળી લ્યો અને લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઇ એની મીડીયમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઇ એને પણ મીડીયમ પાતળી વણી લ્યો. હવે એક વણેલી ભાખરી લઇ એના પર તૈયાર સ્ટફિંગ ની એક થી દોઢ ચમચી નાખી કિનારી થી થોડી અંદર ની બાજુ બરોબર ફેલાવી લ્યો,
  • ત્યાર બાદ બીજી વણેલી ભાખરી એના પર મૂકી હાથ થી બધી બાજુ બરોબર દબાવી પેક કરી લ્યો અને ત્યાર બાદ હલકા હાથે વેલણ થી થોડી વણી લ્યો. આમ એક સાથે થોડી ભાખરી વણી લઇ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલી ભાખરી મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો ત્યાર બાદ એના પર ઘી કે તેલ લગાવી બને બાજુ દબાવી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધી ભાખરી શેકી તૈયાર કરી ગરમ ગરમ ભાખરી ની મજા લ્યો. તો તૈયાર છે મસાલા ભરેલી ભાખરી.

Notes

મસાલા માં સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular