આ એક ઇન્સ્ટન્ટ બની ને તૈયાર થતા ઢોકળા છે જે ખુબ સ્વાદીસ્ટ ની સાથે હેલ્થી પણ બને છે જેને તમે સવાર સાંજ ના નાસ્તામાં અથવા બાળકોને ટીફીનમાં પણ બનાવી આપી શકી છો. તો ચાલો Peri Peri makai palak na dhokla – પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા બનાવવાની રીત શીખીએ.
Table of contents
INGREDIENTS
- સોજી 1 કપ
- મકાઈના દાણા ½ કપ
- ઝીણી સુધારેલ પાલક 1 કપ
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- દહીં ¼ કપ
- ઈનો 1 ચમચી
- ચીલી ફ્લેક્ષ ½ ચમચી
- પેરી પેરી મસાલો 1 ચમચી
- માખણ / ઘી 2 ચમચી
- તેલ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ગાર્નીશ માટે ચીઝ ક્યુબ
Peri Peri makai palak na dhokla ni recipe
પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પોણા કપ જેટલું પાણી નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ પંદર મિનીટ એક બાજુ મુકો.
ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી સાવ ઝીણી ઝીણી સુધારી પાણી નીતારવા ચારણીમાં મુકો. અને મકાઈના દાણા કાઢી એના પણ મિક્સર જારમાં નાખી અધ કચરા ક્રશ કરી લ્યો. સાથે આદુ મરચા ને પણ ક્રશ કરી તૈયાર કરી લ્યો.
હવે સોજી પલળી ગઈ હશે એટલે એમાં ક્રશ કરેલ આદુ મરચા નાખો સાથે સુધારેલ પાલક, ક્રશ કરેલ મકાઈ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો પા કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી ઢોકળા નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય ત્યાં સુંધી જે થાળીમાં ઢોકળા મુકવાના હોય એમાં થોડું તેલ લગાવી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ઢોકળા ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી થાળીને ઢોકરીયા માં મૂકી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી થાળી બહાર કાઢી લ્યો અને ઢોકળા ને ઠંડા કરી લીધા બાદ ચાકુથી કટકા કરી લ્યો.
ત્યારબાદ ગેસ પર બીજી કડાઈમાં માખણ અને એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં એક બે ચમચી મકાઈ અને ઝીણા સમારેલા કેપ્સીકમ અને સ્વાદ મિજબ મીઠું નાખી બધી સામગ્રીને શેકી લ્યો ત્યાર બાદ એમાં પેરી પેરી મસાલો અને ચીલી ફ્લેસ નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં કટકા કરેલ ઢોકળા નાખી બધી સામગ્રી હલકા હાથે મિક્સ કરી લઇ બે ચાર મિનીટ શેકી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ઉપર ચીઝ છાંટી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા.
પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા ની રેસીપી

Peri Peri makai palak na dhokla ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 ઢોકરીયુ
Ingredients
- 1 કપ સોજી
- ½ કપ મકાઈના દાણા
- 1 કપ ઝીણી સુધારેલ પાલક
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ¼ કપ દહીં
- 1 ચમચી ઈનો
- ½ ચમચી ચીલી ફ્લેક્ષ
- 1 ચમચી પેરી પેરી મસાલો
- 2 ચમચી માખણ / ઘી
- 1-2 ચમચી તેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ગાર્નીશ માટે ચીઝ ક્યુબ
Instructions
Peri Peri makai palak na dhokla ni recipe
- પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું કરી પોણા કપ જેટલું પાણી નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ પંદર મિનીટ એક બાજુ મુકો.
- ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી સાવ ઝીણી ઝીણી સુધારી પાણી નીતારવા ચારણીમાં મુકો. અને મકાઈના દાણા કાઢી એના પણ મિક્સર જારમાં નાખી અધ કચરા ક્રશ કરી લ્યો. સાથે આદુ મરચા ને પણ ક્રશ કરી તૈયાર કરી લ્યો.
- હવે સોજી પલળી ગઈ હશે એટલે એમાં ક્રશ કરેલ આદુ મરચા નાખો સાથે સુધારેલ પાલક, ક્રશ કરેલ મકાઈ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો પા કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી ઢોકળા નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય ત્યાં સુંધી જે થાળીમાં ઢોકળા મુકવાના હોય એમાં થોડું તેલ લગાવી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ ઢોકળા ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી થાળીને ઢોકરીયા માં મૂકી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી થાળી બહાર કાઢી લ્યો અને ઢોકળા ને ઠંડા કરી લીધા બાદ ચાકુથી કટકા કરી લ્યો.
- ત્યારબાદ ગેસ પર બીજી કડાઈમાં માખણ અને એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં એક બે ચમચી મકાઈ અને ઝીણા સમારેલા કેપ્સીકમ અને સ્વાદ મિજબ મીઠું નાખી બધી સામગ્રીને શેકી લ્યો ત્યાર બાદ એમાં પેરી પેરી મસાલો અને ચીલી ફ્લેસ નાખી મિક્સ કરી લ્યો
- હવે એમાં કટકા કરેલ ઢોકળા નાખી બધી સામગ્રી હલકા હાથે મિક્સ કરી લઇ બે ચાર મિનીટ શેકી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ઉપર ચીઝ છાંટી સર્વ કરો. તો તૈયાર છે પેરી પેરી મકાઈ પાલકના ઢોકળા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak Sakoda Chaat banavani rit | પાલક સકોડા ચાટ બનાવવાની રીત
Mag daal na falafel banavani rit | મગ દાળ ના ફલાફલ
Kalo chat masalo banavani rit | કાળો ચાટ મસાલો
Bajra na lot na appam banavani rit | બાજરા ના લોટ ના અપ્પમ
Vegetable tadka idli | વેજીટેબલ તડકા ઈડલી
mag ni dal na namak para banavani rit | મગ ની દાળ ના નમકપારા
