બજારમાં તાજા અને મીઠા Green Peas મળતા હોય ત્યારે સૂકા વટાણાનું ઉસળ શું કામ ખાવું? સામાન્ય રીતે આપણે વડોદરાનું ફેમસ Sev Usal ખાતા હોઈએ છીએ, શિયાળામાં (Winter) લીલા વટાણાનું ઉસળ સ્વાદમાં તેનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. આ Lila Vatana no Usal સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં બેસ્ટ રહે છે. ગરમાગરમ રસો, ઉપર ઝીણી સેવ, કાંદા અને સાથે સોફ્ટ પાંઉ (Pav) મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો ચાલો લારી પર મળે તેવું જ તીખું અને તમતમતું Street Style Green Peas Usal ઘરે બનાવીએ.
Table of contents
લીલા વટાણાનું ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- વટાણા ના દાણા ½ કિલો
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3
- હળદર ½ ચમચી
- ગોડા મસાલા 2 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 કપ
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
ઉસળ માટેનો પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- તાજા નારિયલ ના કટકા 1 કપ
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- લીલા મરચા 6-7
- લસણ ની કણી 15-20
- આદું નો કટકો 1 ઇંચ
- પાણી ½ કપ
Lila Vatana no Usal banavani rit
લીલા વટાણાનું ઉસળ બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ તાજા નારિયલ ની છાલ કાઢી એના પણ ઝીણા કટકા કરી લ્યો અને ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો, લસણ ની કણી છોલી સાફ કરી લ્યો. અને ડુંગળીને સાવ ઝીણી સુધારી તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જાર માં તાજા નારિયલ ના કટકા, લીલા મરચા, લીલા ધાણા સુધારેલ , આદું, લસણ ની કણી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરી પીસી લ્યો અને ત્યાર બાદ બીજું પા કપ પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખો અને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પેસ્ટ બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં લીલા વટાણા નાખો.
વટાણા ની સાથે હળદર, ગોડા મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને કુકર બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નનું ઢાંકણ ખોલી તૈયાર ઉસળ ને બરોબર મિક્સ કરી એમાં લીલા ધાણા સુધારેલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉસળ ને પાઉં અને સુધારેલ ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન મટર ઉસળ.
Usal recipe tips
- અહી તમને જે મુજબ તીખાસ પસંદ હોય એ મુજબ લીલા મરચા નાખવા.
- તમે વટાણા ને અલગથી બાફી કડાઈમાં પણ બનાવી શકો છો.
- તમને ગ્રેવી થોડી ઘટ્ટ પસંદ હોય તો બે કપ નહિતર અઢી કપ થી ત્રણ કપ પાણી નાખી શકો છો.
લીલા વટાણાનું ઉસળ બનાવવાની રીત

લીલા વટાણાનું ઉસળ બનાવવાની રીત – Lila Vatana no Usal Recipe in Gujarati
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
લીલા વટાણાનું ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ½ કિલો વટાણા ના દાણા
- 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી હળદર
- 2 ચમચી ગોડા મસાલા
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- 2 પાણી 2 કપ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
ઉસળ માટેનો પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ તાજા નારિયલ ના કટકા
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- 6-7 લીલા મરચા
- 15-20 લસણ ની કણી
- 1 ઇંચ આદું નો કટકો
- ½ કપ પાણી
Instructions
Lila Vatana no Usal banavani rit
- લીલા વટાણાનું ઉસળ બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ તાજા નારિયલ ની છાલ કાઢી એના પણ ઝીણા કટકા કરી લ્યો અને ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો, લસણ ની કણી છોલી સાફ કરી લ્યો. અને ડુંગળીને સાવ ઝીણી સુધારી તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જાર માં તાજા નારિયલ ના કટકા, લીલા મરચા, લીલા ધાણા સુધારેલ , આદું, લસણ ની કણી નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ફરી પીસી લ્યો અને ત્યાર બાદ બીજું પા કપ પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખો અને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પેસ્ટ બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં લીલા વટાણા નાખો.
- વટાણા ની સાથે હળદર, ગોડા મસાલો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને કુકર બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો. પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નનું ઢાંકણ ખોલી તૈયાર ઉસળ ને બરોબર મિક્સ કરી એમાં લીલા ધાણા સુધારેલ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ ઉસળ ને પાઉં અને સુધારેલ ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન મટર ઉસળ.
Usal recipe tips
- અહી તમને જે મુજબ તીખાસ પસંદ હોય એ મુજબ લીલા મરચા નાખવા.
- તમે વટાણા ને અલગથી બાફી કડાઈમાં પણ બનાવી શકો છો.
- તમને ગ્રેવી થોડી ઘટ્ટ પસંદ હોય તો બે કપ નહિતર અઢી કપ થી ત્રણ કપ પાણી નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દૂધિયો બાજરો બનાવવાની રીત – Dudhiyo Bajro Recipe in Gujarati
Masaledar duma loo nu shaak ni recipe | મસાલેદાર દમ આલુ નું શાક ની રેસીપી
Baby Corn Chilli banavani rit | બેબી કોર્ન ચીલી
dal bati banavani rit | દાલ બાટી
sambar banavani rit | સંભાર બનાવવાની રીત
