ગુંદાનું અથાણું (Gunda nu Athanu) તો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે અને આપણે સૌ ખાઈએ છીએ. પરંતુ ગુંદાના ઝાડ પર ફળ આવતા પહેલા જે ઝીણા સફેદ-લીલા ફૂલ આવે છે, તેને ‘ગુંદાનો મોર’ (Gunda na Mor) કહેવામાં આવે છે. આ મોર વર્ષમાં માત્ર ફાગણ અને ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) જ જોવા મળે છે. આયુર્વેદ મુજબ ગુંદાના ફૂલ સાંધાના દુખાવા, કફ અને ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે. ખુબ ઓછા મસાલાથી બનતું આ Gunda na Mor nu Shaak એટલું સ્વાદિષ્ટ બને છે કે તમે આંગળા ચાટતા રહી જશો. ચાલો જોઈએ ગુંદાના મોરનું શાક બનાવવાની રીત.
Ingredients
- ગુંદા નો મોર 500 ગ્રામ
- તેલ 5-6 ચમચી
- હિંગ ¼ ચમચી
- લસણ ની કણી 8-10
- લીલા મરચા સુધારેલ 2-3
- સુધારેલ ડુંગળી ½ કપ
- સુધારેલ ટામેટા 1 કપ
- આદુની પેસ્ટ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
Gunda na Mor nu Shaak banavani rit
ગુંદાના મોરનું શાક બનાવવા સૌથી પહેલા ગુંદા ના મોર ને સાફ એની જાડી અને મોટી ડાળી ને અલગ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદપાણી નીતારવા મુકો. હવે ડુંગળી અને ટામેટા ને સુધારી લ્યો. ત્યાર બાદ આદુની પેસ્ટ બનાવી લ્યો.અને લસણ ની કની સાફ કરી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં હિંગ નાખી શેકો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં આદુની પેસ્ટ અને સુધારેલ ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ને ટામેટા ને ચડાવી લ્યો.
ટામેટા ગરી જાય એટલે એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ગુંદા નો મોર નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ બે ચાર મિનીટ શેકી લેવું. શાક ને પાંચ મિનીટ શેકી લીધા બાદ ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો. થોડી થોડી વારે ઢાંકણ ખોલી શાક ને હલાવતા રહો.
શાક બરોબર ચડી જાય અને ગુંદા નો મોર ને દાબવવા થી દબાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી હલાવતા રહી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી રોટલી, ભાખરી સાથે મજા લ્યો તો તૈયાર છે ગુંદા ના મોરનું શાક.
ગુંદા ના મોર ને સાફ કરતી વખતે એની મોટી ડાળી ઓં અલગ કરી નાખવી માત્ર ઝીણી હોય અને કાચી હોય એવીજ ડાળી વાપરવી
ગુંદાના મોરનું શાક બનાવવાની રીત

Gunda na Mor nu Shaak Recipe in Gujarati | ગુંદાના મોરનું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 500 ગ્રામ ગુંદા ણા મોર
- 5-6 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 8-10 લસણ ની કણી
- 2-3 લીલા મરચા સુધારેલ
- ½ કપ સુધારેલ ડુંગળી
- 1 કપ સુધારેલ ટામેટા
- ½ ચમચી આદુની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Gunda na Mor nu Shaak banavani rit
- ગુંદાના મોરનું શાક બનાવવા સૌથી પહેલા ગુંદા ના મોર ને સાફ એની જાડી અને મોટી ડાળી ને અલગ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદપાણી નીતારવા મુકો. હવે ડુંગળી અને ટામેટા ને સુધારી લ્યો. ત્યાર બાદ આદુની પેસ્ટ બનાવી લ્યો.અને લસણ ની કની સાફ કરી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં હિંગ નાખી શેકો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં આદુની પેસ્ટ અને સુધારેલ ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ને ટામેટા ને ચડાવી લ્યો.
- ટામેટા ગરી જાય એટલે એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ગુંદા નો મોર નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ બે ચાર મિનીટ શેકી લેવું. શાક ને પાંચ મિનીટ શેકી લીધા બાદ ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો. થોડી થોડી વારે ઢાંકણ ખોલી શાક ને હલાવતા રહો.
- શાક બરોબર ચડી જાય અને ગુંદા નો મોર ને દાબવવા થી દબાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં દહીં નાખી મિક્સ કરી હલાવતા રહી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી રોટલી, ભાખરી સાથે મજા લ્યો તો તૈયાર છે ગુંદા ના મોરનું શાક.
- ગુંદા ના મોર ને સાફ કરતી વખતે એની મોટી ડાળી ઓં અલગ કરી નાખવી માત્ર ઝીણી હોય અને કાચી હોય એવીજ ડાળી વાપરવી
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Saragva na Phool nu Shaak Recipe in Gujarati | સરગવાના ફૂલનું શાક બનાવવાની રીત
bharela gunda nu shaak | ભરેલા ગુંદા નુ શાક
ગુંદા નું રસાવાળું શાક | gunda nu rasavalu shaak
Tameta nu bharthu banavani recipe | ટમેટા નું ભરથું બનાવવાની રેસીપી
