HomeLunch & DinnerKeri nu Suku Athanu Recipe in Gujarati | કેરીનું સૂકું અથાણું બનાવવાની...

Keri nu Suku Athanu Recipe in Gujarati | કેરીનું સૂકું અથાણું બનાવવાની રીત

ગુજરાતી થાળીમાં ‘રોજિંદી રસોઈ’ સાથે અથાણું ન હોય તો જમવાનું અધૂરું લાગે છે. કાચી કેરી બજારમાં આવવા લાગી છે સામાન્ય રીતે અથાણાંને આખું વર્ષ સાચવવા માટે તેમાં પુષ્કળ તેલ નાખવામાં આવે છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો વજન ઉતારવા કે એસિડિટીથી બચવા માટે તેલવાળું ખાવાનું ટાળે છે.આવા સમયે દાદી-નાનીની અસલ રીતથી બનતું Keri nu Suku Athanu (કેરીનું સૂકું અથાણું) એક બેસ્ટ વિકલ્પ છે. આ અથાણાંમાં તેલનું એક ટીપું પણ વપરાતું નથી! આ અથાણું આખું વર્ષ બગડતું નથી અને સ્વાદમાં એકદમ ચટપટું લાગે છે. ચાલો જોઈએ તેલ વગરનું કેરીનું સૂકું અથાણું બનાવવાની રીત.

Ingredients

  1. કાચી અને નાની સાઈઝ ની કેરી 2 ½ કિલો
  2. હળદર 1 +1 ચમચી
  3. મેથી દાણા 2 ચમચી
  4. કાચી વરીયાળી 2 ચમચી
  5. જીરું 2 ચમચી 
  6. અજમો 2 ચમચી
  7. મરી 1 ચમચી
  8. લવિંગ ½ ચમચી
  9. મોટી એલચી 4-5
  10. જાવેન્ત્રી ફૂલ  1
  11. તજ ના ટુકડા 2-3 એક ઇંચના
  12. પીપડી 6-7
  13. નાનું જાયફળ 1
  14. રાઈ ¼ કપ
  15. લાલ મરચાનો પાઉડર 1-2  ચમચી
  16. કલોંજી 1 ચમચી
  17. હિંગ 1 ચમચી
  18. લીંબુ 3-4 નો રસ  
  19. કેરીનું પાણી
  20. મીઠું જરૂર મુજબ
  21. પાણી જરૂર મુજબ

Keri nu Suku Athanu banavani rit

કેરીનું સૂકું અથાણું બનાવવા સૌથી પહેલા કેરી ને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી કોરી કરી લ્યો. હવે કેરીની ડાળી વાળો ભાગ અલગ કરી બને બાજુથી કાપી જેટલા મોટા કટકા કાપી શકો એટલા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને એક મોટા વાસણમાં નાખી એમાં ચાર પાંચ ચમચી અથવા જરૂર મુજબ મીઠું નાખો સાથે એક ચમચી હળદર નાખી બને ને બરોબર મિક્સ કરી લઇ ઢાંકી બે દિવસ માટે એક બાજુ મુકો વચ્ચે એક બે વખત ઉથલાવી લેવી. ત્રીજા દિવસે સવારે કેરી બનેલા પાણી માંથી કાઢી ને સાફ કોરા કપડા પર એક એક કરી સુકવી દયો.

કેરી સુકાય ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં મેથી દાણા, કાચી વરીયાળી, , જીરું, અજમો નાખી બધી સામગ્રી ને બે ત્રણ મિનીટ શેકી લીધા બાદ એમાં લવિંગ, મરી, મોટી એલચી, જાવેત્રી, તજ ના ટુકડા નાખી એમને પણ બે મિનીટ શેકી લીધા બાદ એમાં પીપડી નાખી એક મિનીટ શ્ગેકી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ ના કટકા કરી નાખી બધી સામગ્રી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ શેકેલ મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

હવે એજ કડાઈમાં રાઈ નાખી અને પણ બે ચાર મિનીટ હલાવતા રહી શેકી લેવી અને એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડી કરવી. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં દર્દરી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા મસાલા ને એક કથરોટ માં કાઢો અને એમાં એક ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ અને મસાલા ના ભાગનું મીઠું નાખો ત્યાર બાદ જે કેરીનું પાણી બચેલું હતું એ નાખો અને સાથે લીંબુનો રસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

હવે સૂકવેલી કેરી ના કટકા લ્યો અને એક કટકા માં તૈયાર કરેલ મસાલો એક થી બે ચમચી જેટલો દબાવી ને મુકો. અને મસાલા વાળી કેરીના કટકા ને કાંચ ની સાફ કોરી બરણીમાં મુક્ત જાઓ. આમ બધા કટકા ભરી ને બરણીમાં મૂકી દયો અને ત્યાર બાદ બરણી બંધ કરી અથાણા ને એક બાજુ મુકો. આમ થો તમે આ અથાણું ત્યારેજ ખાઈ શકો છો પણ પાંચ સાત દિવસ પછી એનો સ્વાદ ખુબ સારો લાગશે. તો તૈયાર છે કેરી નું સુકું અથાણું.

કેરીનું સૂકું અથાણું બનાવવાની રીત

Keri nu Suku Athanu banavani rit - કેરીનું સૂકું અથાણું

Keri nu Suku Athanu Recipe in Gujarati | કેરીનું સૂકું અથાણું બનાવવાની રીત

ગુજરાતી થાળીમાં 'રોજિંદીરસોઈ' સાથે અથાણું ન હોય તો જમવાનું અધૂરુંલાગે છે. કાચી કેરી બજારમાં આવવા લાગી છે સામાન્ય રીતે અથાણાંને આખું વર્ષ સાચવવા માટે તેમાં પુષ્કળતેલ નાખવામાં આવે છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો વજન ઉતારવા કે એસિડિટીથી બચવામાટે તેલવાળું ખાવાનું ટાળે છે.આવા સમયે દાદી-નાનીની અસલ રીતથી બનતું Keri nu Suku Athanu (કેરીનું સૂકું અથાણું) એકબેસ્ટ વિકલ્પ છે. આ અથાણાંમાં તેલનું એક ટીપું પણ વપરાતું નથી! આ અથાણું આખું વર્ષબગડતું નથી અને સ્વાદમાં એકદમ ચટપટું લાગે છે. ચાલો જોઈએ તેલ વગરનું કેરીનું સૂકું અથાણું બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 days
Total Time: 2 days 30 minutes
Servings: 2 કિલો આશરે

Equipment

  • 1 કથરોટ
  • 1 કાંચ ની બરણી
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 2 ½ કિલો કાચી અને નાની સાઈઝ ની કેરી
  • 2 ચમચી હળદર
  • 2 ચમચી મેથી દાણા
  • 2 ચમચી કાચી વરીયાળી
  • 2 ચમચી જીરું
  • 2 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • ½ ચમચી લવિંગ
  • 4-5 મોટી એલચી
  • 1 જાવેન્ત્રી ફૂલ
  • 2-3 એક ઇંચના તજ ના ટુકડા
  • 6-7 પીપડી
  • 1 નાનું જાયફળ
  • ¼ કપ રાઈ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી હિંગ
  • 3-4 લીંબુ નો રસ
  • કેરીનું પાણી
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Keri nu Suku Athanu banavani rit

  • કેરીનું સૂકું અથાણું બનાવવા સૌથી પહેલા કેરી ને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી લુછી કોરી કરી લ્યો. હવે કેરીની ડાળી વાળો ભાગ અલગ કરી બને બાજુથી કાપી જેટલા મોટા કટકા કાપી શકો એટલા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને એક મોટા વાસણમાં નાખી એમાં ચાર પાંચ ચમચી અથવા જરૂર મુજબ મીઠું નાખો સાથે એક ચમચી હળદર નાખી બને ને બરોબર મિક્સ કરી લઇ ઢાંકી બે દિવસ માટે એક બાજુ મુકો વચ્ચે એક બે વખત ઉથલાવી લેવી. ત્રીજા દિવસે સવારે કેરી બનેલા પાણી માંથી કાઢી ને સાફ કોરા કપડા પર એક એક કરી સુકવી દયો.
  • કેરી સુકાય ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં મેથી દાણા, કાચી વરીયાળી, , જીરું, અજમો નાખી બધી સામગ્રી ને બે ત્રણ મિનીટ શેકી લીધા બાદ એમાં લવિંગ, મરી, મોટી એલચી, જાવેત્રી, તજ ના ટુકડા નાખી એમને પણ બે મિનીટ શેકી લીધા બાદ એમાં પીપડી નાખી એક મિનીટ શ્ગેકી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ ના કટકા કરી નાખી બધી સામગ્રી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ શેકેલ મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
  • હવે એજ કડાઈમાં રાઈ નાખી અને પણ બે ચાર મિનીટ હલાવતા રહી શેકી લેવી અને એને પણ બીજા વાસણમાં કાઢી ઠંડી કરવી. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં દર્દરી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા મસાલા ને એક કથરોટ માં કાઢો અને એમાં એક ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ અને મસાલા ના ભાગનું મીઠું નાખો ત્યાર બાદ જે કેરીનું પાણી બચેલું હતું એ નાખો અને સાથે લીંબુનો રસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે સૂકવેલી કેરી ના કટકા લ્યો અને એક કટકા માં તૈયાર કરેલ મસાલો એક થી બે ચમચી જેટલો દબાવી ને મુકો. અને મસાલા વાળી કેરીના કટકા ને કાંચ ની સાફ કોરી બરણીમાં મુક્ત જાઓ. આમ બધા કટકા ભરી ને બરણીમાં મૂકી દયો અને ત્યાર બાદ બરણી બંધ કરી અથાણા ને એક બાજુ મુકો. આમ થો તમે આ અથાણું ત્યારેજ ખાઈ શકો છો પણ પાંચ સાત દિવસ પછી એનો સ્વાદ ખુબ સારો લાગશે. તો તૈયાર છે કેરી નું સુકું અથાણું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular