HomeLunch & Dinnerગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit recipe

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે gunda nu athanu banavani rit – ગુંદાનું અથાણું બનાવવાની રીત શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe ,  ઉનાળો આવતાં જ દરેક ગુજરાતી ના ઘર માં બાર મહિના ના અનાજ, મસાલા, વેફર, અથાણાં બનાવવાના ચાલુ થઈ જાય ને અથાણાં પણ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ ટેસ્ટ ના બનતા હોય છે, ખાટા, મીઠા અને તીખા અથાણાં બનાવી બાર મહિના સુંધી મજા લેતા હોઈએ છીએ આજ આપણે એવું જ એક અથાણું બનાવશું જે ટેસ્ટી તો બને છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવા માં આવે છે તો ચાલો આજ આપણે ગુંદા નું અથાણું બનાવવાની રીત – bharela gunda nu athanu – gunda nu athanu banavani recipe શીખીએ.

ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 200 ગ્રામ
  • ગુંદા 500 ગ્રામ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ કપ
  • હળદર 3 ચમચી
  • રાઈ ના કુરિયા ½ કપ
  • મેથી ના કુરિયા ¼ કપ
  • કાચી વરિયાળી 2-3 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ તેલ 1 ½  કપ + 3-4 ચમચી

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit

ગુંદાનું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો અને છીણી વડે છીણી ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં દોઢ ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકો ને અડધા કલાક પછી હથેળી થી દબાવી છીણેલી કેરી અલગ કરી લ્યો અને કેરી નું ખાટું પાણી અલગ કરી લ્યો ને પાણી ગરણી થી ગાળી એક બાજુ મૂકો.

હવે ગુંદા ને ટોપી સાથે દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે ગુંદા ની ટોપી અલગ કરી ધસ્તાં થી ટોપી વાળા ભાગ માં થોડું મારી તોડી લ્યો અને ચાકુ કે લાકડી થી બીજ અલગ કરી લ્યો આમ બધા ગુંદા ની ટોપી અલગ કરી તોડી ને બીજા અલગ કરી લ્યો અને એક મોટા વાસણમાં મૂકી દયો.

હવે ગુંદા પર બે ચમચી મીઠું અને એક થી દોઢ ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો અને એમાં અલગ કાઢેલ કેરી નું ખાટું પાણી નાખી મિક્સ કરી પાંચ છ કલાક પલાળી મુકો.

ગુંદા ને કરી ના પાણી માં પ્લાડ્યા ને ચાર કલાક પછી રાઈ ના કુરિયા સાફ કરી રાઈ ના કુરિયા ને મિક્સર જાર માં પ્લસ મોડ માં એક બે વખત પીસી એક મોટી થાળી માં ગોળ મૂકો હવે મેથી ના કુરિયા ને પણ સાફ કરી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક બે વખત પીસી એની પણ થાળી માં ગોળ મૂકી દયો.

ત્યાર બાદ એમાં કાચી વરિયાળી ગોળ મૂકો ત્યાર બાદ એમાં બે ચમચી હળદર મૂકો ને વચ્ચે હિંગ મૂકી એક બાજુ મૂકો હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાંથી ત્રણ ચાર ચમચી તેલ થાળી માં મુકેલ મસાલા પર નાખી મસાલા બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો.

હવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થઇ જાય ત્યાર બાદ એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને બે થી ત્રણ  ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને સાથે નીચોવેલી કેરી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એકાદ કલાક મૂકી દયો.

હવે ગુંદા ને ચારણી માં કાઢી ને પાંચ દસ મિનિટ બધું પાણી નિતારી લ્યો બધું પાણી નીતરી લીધા બાદ એક એક ગુંદા માં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી ને એક બાજુ મૂકતા જાઓ આમ બધા ગુંદા ને મસાલા થી ભરી લ્યો ને બચેલો મસાલા માં બીજી બે ચમચી મીઠું નાંખી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ હવે કાંચ ની સાફ કોરી બરણી માં પહેલા બચેલા મસાલા માંથી થોડો મસાલો નાંખી એના પર ભરેલ ગુંદા મૂકતા જાઓ વચ્ચે થોડો મસાલો નાખી એના પર ગરમ કરી ઠંડુ કરેલ તેલ નો એક કપ નાખો ત્યાર બાદ ફરી થોડા ગુંદા ગોઠવો એના પર મસાલો નાખો અને ફરી એક કપ તેલ નાખો અને છેલ્લે બધા ગુંદા મૂકી બચેલો મસાલો નાંખી ઉપર તેલ નાખી ગુંદા ને તેલ માં ડૂબેલા રહે એટલું તેલ નાખવું.

 હવે બરણી ને ઢાંકી ને બંધ કરી ચાર પાંચ દિવસ રહેવા દયો ને વચ્ચે એકાદ વખત હલાવતા રહેવું ને તેલ માં ડૂબેલા રહે એનું ધ્યાન રાખવુ ને પાંચ દિવસ પછી તમે અથાણાં ની મજા લ્યો તો તૈયાર છે ગુંદા નું અથાણું.

gunda pickle recipe in gujarati notes | bharela gunda nu athanu recipe in gujarati notes

કેરી ના અથાણું બનાવતી વખતે જે કેરી નું પાણી બચેલ હોય એને ગરણી થી ગાળી ને મૂકી દયો અને ગુંદા ને પલાળવા તમે એ કેરી ના પાણી પલાળી શકો છો.

જો ગુંદા ને બરણી માં ભરી લીધા બાદ તેલ ઓછું લાગે તો ફરી કડાઈ માં તેલ ગરમ કરી બિલકુલ ઠંડુ કરી લીધા બાદ વધારા નું તેલ બરણી માં નાખવું.

અથાણાં ની બરણી હવા ઉજાસ વાળી જગ્યાએ મુકવા અને જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ ને કોરા ચમચા થી કાઢવું અને અથાણું કાઢી લીધા બાદ બરણી માં અથાણું ચમચા થી દબાવી બરોબર તેલ માં ડૂબેલ રહે એમ મૂકવું જેથી અથાણું બગડે નહિ.

gunda nu athanu banavani recipe | ગુંદા નું અથાણું બનાવવાની રીત | Recipe Video

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

bharela gunda nu athanu | ગુંદાનું અથાણું બનાવવાની રેસીપી

gunda nu athanu - ગુંદાનું અથાણું - gunda nu athanu banavani rit - ગુંદાનું અથાણું બનાવવાની રીત - gunda nu athanu banavani recipe - ગુંદા નું અથાણું બનાવવાની રીત - bharela gunda nu athanu - ગુંદાનું અથાણું બનાવવાની રેસીપી - gunda nu athanu banavani rit batao - ગુંદાના અથાણાં ની રેસીપી

ગુંદાનું અથાણું | gunda nu athanu | gunda nu athanu banavani rit | ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani recipe |

જય શ્રી કૃષ્ણ આજ આપણે gunda nu athanu banavani rit – ગુંદાનુંઅથાણું બનાવવાની રીત શીખીશું, ઉનાળો આવતાં જ દરેક ગુજરાતી ના ઘરમાં બાર મહિના ના અનાજ, મસાલા, વેફર,અથાણાં બનાવવાના ચાલુ થઈ જાય ને અથાણાં પણ અલગ અલગ પ્રકારના અને અલગઅલગ ટેસ્ટ ના બનતા હોય છે, ખાટા, મીઠા અને તીખા અથાણાં બનાવી બાર મહિનાસુંધી મજા લેતા હોઈએ છીએ આજ આપણે એવું જ એક અથાણું બનાવશું જે ટેસ્ટી તો બને છે જ સાથેસ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવા માં આવે છે તો ચાલો આજ આપણે ગુંદા નું અથાણું બનાવવાની રીત – bharela gunda nu athanu – gunda nu athanu banavani recipe શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
4 days
Total Time: 4 days 50 minutes
Servings: 1 કિલો

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ગુંદા
  • 200 ગ્રામ કાચી કેરી
  • ½ કપ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 3 ચમચી હળદર
  • ½ કપ રાઈના કુરિયા
  • ¼ કપ મેથીના કુરિયા
  • 2-3 ચમચી કાચી વરિયાળી
  • ½ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી ગરમ તેલ / 1 ½  કપ

Instructions

gunda nu athanu | ગુંદાનું અથાણું | gunda nu athanu banavani rit| ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani recipe

  • ગુંદાનું અથાણું બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો અને છીણી વડે છીણી ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાંદોઢ ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી મિક્સ કરી ઢાંકી ને એક બાજુ મૂકો ને અડધા કલાકપછી હથેળી થી દબાવી છીણેલી કેરી અલગ કરી લ્યો અને કેરી નું ખાટું પાણી અલગ કરી લ્યોને પાણી ગરણી થી ગાળી એક બાજુ મૂકો.
  • હવે ગુંદા ને ટોપી સાથે દાડી થી અલગ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે ગુંદા ની ટોપી અલગ કરી ધસ્તાં થી ટોપી વાળા ભાગમાં થોડું મારી તોડી લ્યો અને ચાકુ કે લાકડી થી બીજ અલગ કરી લ્યો આમ બધા ગુંદા ની ટોપીઅલગ કરી તોડી ને બીજા અલગ કરી લ્યો અને એક મોટા વાસણમાં મૂકી દયો.
  • હવે ગુંદા પર બે ચમચી મીઠું અને એક થી દોઢ ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો અને એમાં અલગ કાઢેલ કેરી નું ખાટું પાણી નાખી મિક્સ કરી પાંચ છ કલાક પલાળી મુકો.
  • ગુંદાને કરી ના પાણી માં પ્લાડ્યા ને ચાર કલાક પછી રાઈ ના કુરિયા સાફ કરી રાઈ ના કુરિયાને મિક્સર જાર માં પ્લસ મોડ માં એક બે વખત પીસી એક મોટી થાળી માં ગોળ મૂકો હવે મેથીના કુરિયા ને પણ સાફ કરી મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક બે વખત પીસી એની પણ થાળીમાં ગોળ મૂકી દયો.
  • ત્યારબાદ એમાં કાચી વરિયાળી ગોળ મૂકો ત્યાર બાદ એમાં બે ચમચી હળદર મૂકો ને વચ્ચે હિંગ મૂકી એક બાજુ મૂકો હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાંથી ત્રણ ચાર ચમચી તેલ થાળી માં મુકેલ મસાલા પર નાખી મસાલા બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો.
  • હવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થઇ જાય ત્યાર બાદ એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને બે થી ત્રણ  ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને સાથે નીચોવેલી કેરી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એકાદ કલાક મૂકી દયો.
  • હવે ગુંદા ને ચારણી માં કાઢી ને પાંચ દસ મિનિટ બધું પાણી નિતારી લ્યો બધું પાણી નીતરી લીધા બાદ એક એક ગુંદા માં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી ને એક બાજુ મૂકતા જાઓ આમ બધા ગુંદાને મસાલા થી ભરી લ્યો ને બચેલો મસાલા માં બીજી બે ચમચી મીઠું નાંખી મિક્સ કરી લ્યો.
  • હવે કાંચ ની સાફ કોરી બરણી માં પહેલા બચેલા મસાલા માંથી થોડો મસાલો નાંખી એના પર ભરેલ ગુંદા મૂકતા જાઓ વચ્ચે થોડો મસાલો નાખી એના પર ગરમ કરી ઠંડુ કરેલ તેલ નો એક કપ નાખો ત્યારબાદ ફરી થોડા ગુંદા ગોઠવો એના પર મસાલો નાખો અને ફરી એક કપ તેલ નાખો અને છેલ્લે બધા ગુંદા મૂકી બચેલો મસાલો નાંખી ઉપર તેલ નાખી ગુંદા ને તેલ માં ડૂબેલા રહે એટલું તેલ નાખવું.
  •  હવે બરણી ને ઢાંકી ને બંધ કરી ચારપાંચ દિવસ રહેવા દયો ને વચ્ચે એકાદ વખત હલાવતા રહેવું ને તેલ માં ડૂબેલા રહે એનું ધ્યાનરાખવુ ને પાંચ દિવસ પછી તમે અથાણાં ની મજા લ્યો તો તૈયાર છે ગુંદા નું અથાણું.

gunda pickle recipe in gujarati notes | bharela gunda nu athanu recipe in gujarati notes

  • કેરી ના અથાણું બનાવતી વખતે જે કેરી નું પાણી બચેલ હોય એને ગરણી થી ગાળી ને મૂકી દયો અનેગુંદા ને પલાળવા તમે એ કેરી ના પાણી પલાળી શકો છો.
  • જો ગુંદાને બરણી માં ભરી લીધા બાદ તેલ ઓછું લાગે તો ફરી કડાઈ માં તેલ ગરમ કરી બિલકુલ ઠંડુ કરી લીધા બાદ વધારા નું તેલ બરણી માં નાખવું.
  • અથાણાંની બરણી હવા ઉજાસ વાળી જગ્યાએ મુકવા અને જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ ને કોરા ચમચા થી કાઢવું અને અથાણું કાઢી લીધા બાદ બરણી માં અથાણું ચમચા થી દબાવી બરોબર તેલમાં ડૂબેલ રહે એમ મૂકવું જેથી અથાણું બગડે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular