HomeLunch & DinnerChanaDal Khichdi banavani rit | ચણાદાળ ખીચડી બનાવવાની રીત

ChanaDal Khichdi banavani rit | ચણાદાળ ખીચડી બનાવવાની રીત

ગુજરાતી ઘરોમાં રાતના ભોજનમાં (ડિનરમાં) ખીચડી તો અચૂક બને જ છે. પરંતુ રોજ મગની દાળની સાદી કે વઘારેલી ખીચડી ખાઈને ઘરના સભ્યો કંટાળી જાય છે. આવા સમયે જો કઢી સાથે કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવું હોય, તો ChanaDal ni Khichdi (ચણાદાળની ખીચડી) બેસ્ટ વિકલ્પ છે. આ ખીચડી સામાન્ય ખીચડી કરતા સાવ અલગ હોય છે. તેને પુલાવની જેમ એકદમ છૂટ્ટી બનાવવામાં આવે છે. ચણાની દાળની મીઠાશ અને આખા ગરમ મસાલાનો સ્વાદ આ ખીચડીને અદભૂત બનાવે છે. ચાલો જોઈએ એકદમ છૂટ્ટી અને ટેસ્ટી ચણાદાળની ખીચડી બનાવવાની સાચી રીત.

Ingredients

  1. ઘી 3-4 ચમચી
  2. હિંગ ¼ ચમચી
  3. જીરું ½ ચમચી
  4. મરી 3-4
  5. લસણ ની પેસ્ટ 2 ચમચી
  6. આદુની પેસ્ટ 1 ચમચી
  7. ડુંગળી 2-3 સુધારેલ
  8. ચણાદાળ 1 કપ
  9. ખીચડી ના ચોખા ½ કપ
  10. હળદર ½ ચમચી
  11. મરી પાઉડર ½ ચમચી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પાણી 1 ½ કપ

ChanaDal Khichdi banavani rit

ચણાદાળ ખીચડી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ ચણાદાળ અને  ખીચડી ના ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. હવે ખીચડી ના વઘાર માટે આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ બનાવી લ્યો સાથે ડુંગળી સાફ કરી ધોઈ બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર કુકર માં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં આખા મરી, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્ક્ષ કરી શેકી લ્યો લસણ આદુની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

હવે પલાળેલ ચણાદાળ અને ચોખાનું પાણી નીતારી ને કુકર માં નાખો અને બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લ્યો. હવે એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા બિલકુલ નીકળી જાય એટલે કુકર ખોલી તૈયાર ખીચડી ને મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ખીચડી પર પસંદ મુજબ ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે ચણાદાળ ખીચડી.

ચણાદાળ ખીચડી બનાવવાની રીત

ChanaDal Khichdi banavani rit - ચણાદાળ ખીચડી

ChanaDal Khichdi banavani rit | ચણાદાળ ખીચડી બનાવવાની રીત

ગુજરાતી ઘરોમાં રાતના ભોજનમાં(ડિનરમાં) ખીચડી તો અચૂક બને જ છે. પરંતુ રોજ મગની દાળની સાદી કે વઘારેલી ખીચડી ખાઈનેઘરના સભ્યો કંટાળી જાય છે. આવા સમયે જો કઢી સાથે કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવું હોય, તો ChanaDal ni Khichdi (ચણાદાળની ખીચડી) બેસ્ટ વિકલ્પ છે. આ ખીચડી સામાન્ય ખીચડી કરતા સાવ અલગ હોય છે. તેને પુલાવનીજેમ એકદમ છૂટ્ટી બનાવવામાં આવે છે. ચણાની દાળની મીઠાશ અને આખા ગરમ મસાલાનો સ્વાદ આખી ચડીને અદભૂત બનાવે છે. ચાલો જોઈએ એકદમ છૂટ્ટી અને ટેસ્ટી ચણાદાળની ખીચડી બનાવવાની સાચી રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

  • 3-4 ચમચી ઘી
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી જીરું
  • 3-4 મરી
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 ડુંગળી સુધારેલ
  • 1 કપ ચણાદાળ
  • ½ કપ ખીચડી ના ચોખા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • કપ પાણી

Instructions

ChanaDal Khichdi banavani rit

  • ચણાદાળ ખીચડી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સાફ કરેલ ચણાદાળ અને ખીચડી ના ચોખા લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લીધા બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. હવે ખીચડી ના વઘાર માટે આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ બનાવી લ્યો સાથે ડુંગળી સાફ કરી ધોઈ બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર કુકર માં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે એમાં આખા મરી, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખી મિક્ક્ષ કરી શેકી લ્યો લસણ આદુની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે પલાળેલ ચણાદાળ અને ચોખાનું પાણી નીતારી ને કુકર માં નાખો અને બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લ્યો. હવે એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર મિનીટ ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા બિલકુલ નીકળી જાય એટલે કુકર ખોલી તૈયાર ખીચડી ને મિક્ક્ષ કરી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ ખીચડી પર પસંદ મુજબ ઘી નાખી મજા લ્યો. તો તૈયાર છે ચણાદાળ ખીચડી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular