એક વખત તમે ઘરે કડાઈમાં ગાર્લીક બ્રેડ બનાવતા શીખી જાઓ પછી બહારની ગાર્લીક બ્રેડ મનગવશો નહિ. આજ આપણે ચોક્કસ માપ સાથે બ્રેડ માટેનો લોટ બાંધી અને વચ્ચે નું સ્ટફિંગ બનાવી અને બેક થવાના સમય સાથે શીખીશું. તો ચાલો Garlic bread banavani rit શીખીએ.
ગાર્લીક બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- દહી ⅓ કપ
- ખાંડ 1 ચમચી
- મીઠું ½ ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- માખણ 2 ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મોઝરેલા ચીઝ 4-5 ચમચી
- મકાઈ ના દાણા 3-4 ચમચી
- ઝીણા સમારેલા કેપ્સીકમ 2-3 ચમચી
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
Garlic bread banavani rit
ગાર્લીક બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં માખણ, લીલા ધાણા સુધારેલા અને લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કથરોટ માં મેંદા નો લોટ ચાળી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો સાત મિનિટ પછી કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ એના પર માખણ લસણ વાળું મિશ્રણ એક સરખું ફેલાવીને લગાવી લ્યો અને ત્યાર બે અડધા ભાગ માં મોઝારેલા ચીઝ, મકાઈ ના દાણા, કેપ્સીકમ સુધારેલ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો છાંટો.
ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી બાકી નો અડધો ભાગ વાળી ને ફોલ્ડ કરી લ્યો અને બરોબર પેક કરી લ્યો અને હવે પ્લેટ ને તેલ થી ગ્રીસ કેરી લ્યો અને ત્યાર બાદ એના પર ઉપર ફરીથી માખણ લસણ વાળું મિશ્રણ લગાવી દયો અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો અને ચાકુથી કાપા કરી લ્યો.
હવે ગરમ કડાઈમાં પ્લેટ મૂકી ઢાંકી ને મિડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો જરૂર લાગે તો બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી ફરીથી ચાકુથી બરોબર કાપા કરી કટ કરી લ્યો અને મજા લ્યો ગાર્લીક બ્રેડ.
Garlic bread NOTES
- અહી તમે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ની જગ્યાએ યિસ્ટ વાપરી શકો છો.
- અંદર સ્ટફિંગ માં તમે તમારા પસંદ ની બનાવી શકો છો.
- મેંદા નો લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
ગાર્લીક બ્રેડ બનાવવાની રીત
Youtube પર N’Oven – Cake & Cookies ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Garlic bread recipe
Garlic bread banavani rit
Equipment
- 1 kadai
Ingredients
ગાર્લીક બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- ⅓ કપ દહી
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી મીઠું
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2 ચમચી માખણ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 4-5 ચમચી મોઝરેલા ચીઝ
- 3-4 ચમચી મકાઈ ના દાણા
- 2-3 ચમચી ઝીણા સમારેલા કેપ્સીકમ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
Instructions
Garlic bread banavani rit
- ગાર્લીક બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં માખણ, લીલા ધાણા સુધારેલા અને લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કથરોટ માં મેંદા નો લોટ ચાળી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો સાત મિનિટ પછી કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ એના પર માખણ લસણ વાળું મિશ્રણ એક સરખું ફેલાવીને લગાવી લ્યો અને ત્યાર બે અડધા ભાગ માં મોઝારેલા ચીઝ, મકાઈ ના દાણા, કેપ્સીકમ સુધારેલ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો છાંટો.
- ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી બાકી નો અડધો ભાગ વાળી ને ફોલ્ડ કરી લ્યો અને બરોબર પેક કરી લ્યો અને હવે પ્લેટ ને તેલ થી ગ્રીસ કેરી લ્યો અને ત્યાર બાદ એના પર ઉપર ફરીથી માખણ લસણ વાળું મિશ્રણ લગાવી દયો અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો અને ચાકુથી કાપા કરી લ્યો.
- હવે ગરમ કડાઈમાં પ્લેટ મૂકી ઢાંકી ને મિડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો અને વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો જરૂર લાગે તો બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી ફરીથી ચાકુથી બરોબર કાપા કરી કટ કરી લ્યો અને મજા લ્યો ગાર્લીક બ્રેડ.
Garlic bread NOTES
- અહી તમે બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ની જગ્યાએ યિસ્ટ વાપરી શકો છો.
- અંદર સ્ટફિંગ માં તમે તમારા પસંદ ની બનાવી શકો છો.
- મેંદા નો લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Corn pakoda recipe | ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રેસીપી
મોમોસ | veg momos recipe | momos recipe in gujarati
મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit
સાબુદાણા બટાકા ની રિંગ્સ બનાવવાની રીત | Sabudana bataka ni rings banavani rit