HomeDessert & DrinksAmla candy banavani rit | આમળા કેન્ડી બનાવવાની રીત

Amla candy banavani rit | આમળા કેન્ડી બનાવવાની રીત

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. આમળા માં ખૂબ સારા એવા પોષક તત્વો રહેલા હોવાથી શિયાળા માં તો આમળા ખાવા જોઈએ પણ જો બારે મહિના મળે તો પણ ખાઈ શકાય છે. આ Amla candy – આમળા કેન્ડી ખૂબ ઝડપથી અને કોઈ પણ જંજટ વગર તૈયાર થઈ જાય છે જેને એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે.

Ingredients list

  • આમળા 500 ગ્રામ
  • સાકર 500 ગ્રામ
  • લીંબુનો રસ 2 ચમચી
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • પાણી 1-2 ચમચી
  • ઘી 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Amla candy banavani rit

આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો હવે એક ચારણી માં ધોઇ સાફ કરેલ આમળા નાખો અને ચારણી ને કાંઠા પર મૂકી ઢાંકી પંદર મિનિટ માટે બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો અને આમળા ને થોડા ઠંડા થવા દયો.

આમળા ઠંડા થાય એટલે એમાંથી બીજ અલગ કરી લ્યો અને આમળા ને મિક્સર જાર માં નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા આમળા નો પલ્પ નાખો અને સાથે પીસેલી સાકાર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી સાકર ને ઓગળી લ્યો.

સાકર બરોબર ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી થોડી થોડી વારે હલાવતા રહો અને શેકતા રહો. પલ્પ શેકાય ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. આમળા નો પલ્પ થોડો ઘટ્ટ થાય એટલે એમાં લીંબુનો રસ અને કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખી હલાવતા રહો.

હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ઘી નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ઘી ગ્રીસ કરેલ થાળી કે મોલડ માં તૈયાર થયેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.

મિશ્રણ ને એક કલાક સુંધી સેટ થવા દયો અને ત્યાર બાદ ચાકુથી મનગમતા આકાર અને સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ફરીથી સાકર ના પાઉડર છાંટી કોટિંગ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે આમળા કેન્ડી.

Amla Candy recipe notes

  • અહીં તમે સાકર ની જગ્યાએ છીણેલો ગોળ કે પછી બ્રાઉન સુગર પણ વાપરી શકો છો.
  • કોર્ન ફ્લોર નાખવો ઓપ્શનલ છે ના નાખવો હોય તો નહિ નાખવો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આમળા કેન્ડી બનાવવાની રીત

આમળા કેન્ડી - Amla candy

Amla candy banavani rit

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. આમળા માં ખૂબ સારા એવા પોષક તત્વો રહેલા હોવાથી શિયાળા માં તો આમળા ખાવા જોઈએપણ જો બારે મહિના મળે તો પણ ખાઈ શકાય છે. આ Amla candy – આમળા કેન્ડી ખૂબ ઝડપથી અને કોઈ પણ જંજટ વગર તૈયાર થઈ જાય છે જેનેએક વખત તૈયાર કરી બાર મહિના સુંધી ખાઈ શકાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 400 ગ્રામ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ આમળા
  • 500 ગ્રામ સાકર
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • 1-2 ચમચી પાણી
  • 1 ચમચી ઘી
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Amla candy banavani rit

  • આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો હવે એક ચારણી માં ધોઇ સાફ કરેલ આમળા નાખો અને ચારણી ને કાંઠા પર મૂકી ઢાંકી પંદર મિનિટ માટે બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો અને આમળા ને થોડા ઠંડા થવા દયો.
  • આમળા ઠંડા થાય એટલે એમાંથી બીજ અલગ કરી લ્યો અને આમળા ને મિક્સર જાર માં નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા આમળા નો પલ્પ નાખો અને સાથે પીસેલી સાકાર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી સાકર ને ઓગળી લ્યો.
  • સાકર બરોબર ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી થોડી થોડી વારે હલાવતા રહો અને શેકતા રહો. પલ્પ શેકાય ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. આમળા નો પલ્પ થોડો ઘટ્ટ થાય એટલે એમાં લીંબુનો રસ અને કોર્ન ફ્લોર વાળું મિશ્રણ નાખી હલાવતા રહો.
  • હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ઘી નાખી ફરીથી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ઘી ગ્રીસ કરેલ થાળી કે મોલડ માં તૈયાર થયેલ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ને એક કલાક સુંધી સેટ થવા દયો અને ત્યાર બાદ ચાકુથી મનગમતા આકાર અને સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ ફરીથી સાકર ના પાઉડર છાંટી કોટિંગ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તો તૈયાર છે આમળા કેન્ડી.

Amla Candy recipe notes

  • અહીં તમે સાકર ની જગ્યાએ છીણેલો ગોળ કે પછી બ્રાઉન સુગર પણ વાપરી શકો છો.
  • કોર્ન ફ્લોર નાખવો ઓપ્શનલ છે ના નાખવો હોય તો નહિ નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular