HomeDessert & DrinksGol ane daliya daal ni chikki | ગોળ અને દાળિયા દાળ ની...

Gol ane daliya daal ni chikki | ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી

શિયાળા માં આપણે કાળા તલ, સફેદ તલ, ડ્રાય ફ્રુટ અને સીંગદાણા ની ચીક્કી તો ઘણી વખત બનાવી છે પણ પ્રોટીન થી ભરપુર એવા Gol ane daliya daal ni chikki – ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી બનાવતા આજ આપણે શકીશું. જે સોફ્ટ, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ની સાથે ખૂબ હેલ્થી પણ હોય છે.

Ingredients list

  • દાળિયા દાળ 1 કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ઘી 1-2 ચમચી

Gol ane daliya daal ni chikki ni recipe

ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ દાળિયા ની દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં સાફ કરેલ દાળિયા દાળ નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલો ગોળ નાખો અને એને હલાવતા રહી ઓગળી લ્યો.

ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખો અને હલાવતા રહી ગોળ નો પાક બનાવો. ગોળ નો પાક બરોબર બન્યો કે નહિ તે ચેક કરવા એક પાણી ભરેલા વાટકા માં બે ત્રણ ટીપાં ગોળ ના નાખો ત્યાર બાદ ટીપાં ને તોડી જોવો જો બરોબર તૂટી જાય તો ગેસ બંધ કરી નાખો અને જો ના તૂટે તો થોડી વાર હજી ચડાવી લ્યો.

ગેસ બંધ કરી લીધા બાદ એમાં તરત જ શેકેલ દાળિયા દાળ નાખી બરોબર મિક્સ કરી સાફ કોરા  અને તેલ થી ગ્રીસ કરી રાખેલ પ્લેટ ફોર્મ પર અથવા ગ્રીસ કરેલ મોલ્ડ અથવા બટર પેપર પર નાખી તેલ લગવેલ વેલણ વડે પાતળી વણી લ્યો અને ગરમ હોય ત્યારે જ ચાકુથી કાપા કરી લ્યો. હવે ચીક્કી ને ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કાપા થી કાપી કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ગોળ અને દાળિયાદાળ ની ચીક્કી.

Daliya Chikki recipe notes

  • દાળિયા દાળ ને શેકવાથી એમાં રહેલ ભેજ દૂર થાય છે અને ચીક્કી ચીકણી નથી બનતી. તમે દાળિયા દાળ ને તડકા માં મૂકી ને પણ વાપરી શકો છો.
  • ગોળ નો પાક બરોબર હસે તો ચીક્કી દાંત માં ચોટ્સે નહિ.
  • પ્લેટ ફ્રોમ ને પાણીથી સાફ કરી કોરો કરી લીધા બાદ તેલ લગાવી ગ્રીસ કરી એના પર ચીક્કી બિલકુલ પાતળી બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી ની રેસીપી

Gol ane daliya daal ni chikki - ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી

Gol ane daliya daal ni chikki ni recipe

શિયાળા માં આપણે કાળા તલ, સફેદ તલ, ડ્રાય ફ્રુટઅને સીંગદાણા ની ચીક્કી તો ઘણી વખત બનાવી છે પણ પ્રોટીન થી ભરપુર એવા Gol ane daliya daal ni chikki – ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી બનાવતા આજ આપણે શકીશું. જે સોફ્ટ, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ની સાથે ખૂબ હેલ્થી પણ હોય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 કપ દાળિયા દાળ
  • ¾ કપ છીણેલો ગોળ
  • 1-2 ચમચી ઘી

Instructions

Gol ane daliya daal ni chikki ni recipe

  • ગોળ અને દાળિયા દાળ ની ચીક્કી બનાવવા સૌપ્રથમ દાળિયા ની દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં સાફ કરેલ દાળિયા દાળ નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં છીણેલો ગોળ નાખો અને એને હલાવતા રહી ઓગળી લ્યો.
  • ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખો અને હલાવતા રહી ગોળ નો પાક બનાવો. ગોળ નો પાક બરોબર બન્યો કે નહિ તે ચેક કરવા એક પાણી ભરેલા વાટકા માં બે ત્રણ ટીપાં ગોળ ના નાખો ત્યાર બાદ ટીપાં ને તોડી જોવો જો બરોબર તૂટી જાય તો ગેસ બંધ કરી નાખો અને જો ના તૂટે તો થોડી વાર હજી ચડાવી લ્યો.
  • ગેસ બંધ કરી લીધા બાદ એમાં તરત જ શેકેલ દાળિયા દાળ નાખી બરોબર મિક્સ કરી સાફ કોરા અને તેલ થી ગ્રીસ કરી રાખેલ પ્લેટ ફોર્મ પર અથવા ગ્રીસ કરેલ મોલ્ડ અથવા બટર પેપર પર નાખી તેલ લગવેલ વેલણ વડે પાતળી વણી લ્યો અને ગરમ હોય ત્યારે જ ચાકુથી કાપા કરી લ્યો. હવે ચીક્કી ને ઠંડી થવા દયો અને ચીક્કી ઠંડી થાય એટલે કાપા થી કાપી કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ગોળ અને દાળિયાદાળ ની ચીક્કી.

Chikki recipe notes

  • દાળિયા દાળ ને શેકવાથી એમાં રહેલ ભેજ દૂર થાય છે અને ચીક્કી ચીકણી નથી બનતી. તમે દાળિયા દાળ ને તડકા માં મૂકી ને પણ વાપરી શકો છો.
  • ગોળ નો પાક બરોબર હસે તો ચીક્કી દાંત માં ચોટ્સે નહિ.
  • પ્લેટ ફ્રોમ ને પાણીથી સાફ કરી કોરો કરી લીધા બાદ તેલ લગાવી ગ્રીસ કરી એના પર ચીક્કી બિલકુલ પાતળી બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular