HomeLunch & DinnerTameta nu shaak banavani rit | ટમેટા નું શાક બનાવવાની રીત

Tameta nu shaak banavani rit | ટમેટા નું શાક બનાવવાની રીત

ટમેટા નું શાક ઘણી અલગ અલગ રીતે બધા ના ઘરે બનતું હોય છે અને કાઠિયાવાડી હોટલ માં તો એક શાક ટમેટા નું સર્વ કરાતું જ હોય છે તો આજ આપણે એ ખૂબ ઝડપથી તૈયાર થઈ જતું અને ગરમ કે ઠંડુ બને રીતે ખાવા ની મજા આપતું ટમેટા નું શાક બનાવવાની રીત શીખીશું. તો ચાલો Tameta nu shaak – ટમેટા નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • તેલ 1- 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • હળદર ½ ચમચીચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1  ચમચી
  • છીણેલો ગોળ 2- 3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Tameta nu shaak banavani rit

ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ ટમેટા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ટમેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.

પાંચ મિનિટ પછી શાક ને બરોબર હલાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, છીણેલો ગોળ અને બે ચમચી પાણી નાખી કરી ફરીથી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી, પરોઠા, ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમેટા નું શાક.

Tameta nu shaak recipe notes

  • અહીં તમે ટમેટા ની છાલ ઉતારી શાક બનાવશો તો શાક ઝડપથી ચડી જશે.
  • ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બેસન ની સેવ પણ શાક ચડી જાય એ પછી નાખી શકો છો.
  • જો લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ટમેટા નું શાક બનાવવાની રીત

Tameta nu shaak - ટમેટા નું શાક

Tameta nu shaak banavani rit

ટમેટા નું શાક ઘણી અલગ અલગ રીતે બધા ના ઘરે બનતું હોયછે અને કાઠિયાવાડી હોટલ માં તો એક શાક ટમેટા નું સર્વ કરાતું જ હોય છે તો આજ આપણે એખૂબ ઝડપથી તૈયાર થઈ જતું અને ગરમ કે ઠંડુ બને રીતે ખાવા ની મજા આપતું ટમેટા નું શાકબનાવવાની રીત શીખીશું. તો ચાલો Tameta nu shaak – ટમેટા નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1- 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 2- 3 ચમચી છીણેલો ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Tameta nu shaak banavani rit

  • ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ ટમેટા ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ટમેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ પછી શાક ને બરોબર હલાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, છીણેલો ગોળ અને બે ચમચી પાણી નાખી કરી ફરીથી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી, પરોઠા, ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે ટમેટા નું શાક.

Tameta nu shaak recipe notes

  • અહીં તમે ટમેટા ની છાલ ઉતારી શાક બનાવશો તો શાક ઝડપથી ચડી જશે.
  • ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બેસન ની સેવ પણ શાક ચડી જાય એ પછી નાખી શકો છો.
  • જો લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular