ગરમી માટેની એક મસ્ત મીઠી મીઠી અને ઠંડી ઠંડી લાગે એવી રેસીપી બનાવીશું . જેની તાસીર પણ ઠંડી છે અને બનાવવા માં પણ એક દમ સરળ છે અને ઉનાળા માં કંઈક ઠંડુ ઠંડું ખાવા મળી જાય તો મજા જ પડી જાય તો ચાલો આજે આપણે Unada nu special desert – ઉનાળા નું સ્પેશિયલ ડિઝર્ટ બનાવતા શીખીશું.
INGREDIENTS
- પલાળેલા સાબુદાણા ½ કપ
- ખાંડ 1 ચમચી
- ગુંદ કટીરા
- 1.25 થી 1.5 કપ પાણી ( ગોંડ કટીરા પલાળવા માટે )
- ઓટ્સ 1 કપ ( ઓપ્શનલ )
- કાજુ 10 નંગ
- બદામ 10 નંગ
- મખાના 1 કપ
- દૂધ 1 કપ ગરમ કરેલું
- ટૂટી ફૂટી
- સ્ટોબેરી આઈસ્ક્રીમ ( ઓપ્શનલ)
- ચેરી ( ઓપ્શનલ )
Unada nu special desert banavani recipe
ઉનાળા નું સ્પેશિયલ ડિઝર્ટ બનાવવા માટે સૌ પ્રથમ ½ કપ સાબુદાણા ને સારી રીતે ધોઈ લેશું અને સાબુ દાણા ને પાણી માં નાખી અને 3-4 કલાક જેવું પલળવા દેશું . ગેસ ઉપર એક તપેલી લેશું અને તેમાં 3 કપ જેવું પાણી નાખી અને 1 ચમચી જેવી ખાંડ નાખી દેશું પાણી એક દમ ઉકળી જાય એટલે તેમાં આપણે પલાળેલા સાબુ દાણા નાખી દેશું અને સાબુ દાણા આપણે ત્યાં સુધી ચડાવશું જ્યાં સુધી આપણા સાબુ દાણા એકદમ સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ ના થઈ જાય .
હવે સાબુદાણા ચળી ગયા બાદ બધા સાબુદાણા તપેલી માં ઉપર આવી જશે . બધા સાબુદાણા ઉપર આવી ગયા બાદ આપણે ગેસ બંધ કરી અને ચારણી માં નાખી અને સાબુદાણા માંથી બધું પાણી નિતારી અને તપેલી માં નાખી દેશું અને તપેલી માં નાખી દીધા બાદ તેમાં ઉપર થી થોડું ઠંડુ પાણી નાખી દેશું જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નો ભાગ નીકળી જશે અને ત્યાર બાદ ફરીથી બધા સાબુદાણા ગરણી માં નાખી અને ગાળી લેશું .
ત્યાર બાદ હવે આપણે 2 ચમચી ગોંડ કતિરા લેશું તેને થોડું કૂટી લેશું જેથી તેના નાનાં નાનાં કટકા થઈ જાય અને ત્યાર બાદ તેમાં 1.5 કપ પાણી નાખી અને પલળવા દેશું . ગોંડ કતિરા ના ટુકડા કરી નાખવાથી ઝડપથી પલડી જાય છે . હવે એક મોટા બાઉલ લેશું અને તેમાં ¼ કપ ઓટ્સ , ¼ કપ કાજુ અને બદામ , 1 કપ મખાના , 1 કપ ગરમ દૂધ નાખી દેશું ગરમ દૂધ નાખવાથી બધું વસ્તુ ઝડપથી સોફ્ટ થઈ જશે ત્યાર બાદ બધી વસ્તુ ને મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને સારી રીતે પીસી લેશું .
હવે બધી વસ્તુ પીસી લીધા બાદ મીઠાસ માટે આપણે ફરીથી મિક્ષ્ચર નું ઢાંકણ ખોલી અને તેમાં ⅓ કપ ખાંડ નાખી અને પીસી લેશું ફરીથી ઢાંકણ ખોલી અને મિક્ષ્ચર જાર માં ¼ કપ દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું .
ત્યાર બાદ એક સર્વિંગ બાઉલ લેશું અને તેમાં આપણે જે સાબુદાણા રાખ્યા હતા બાફી ને તે સાબુદાણા નાખી દેશું ત્યાર બાદ તેના પર આપણે જે ઓટ્સ અને ડ્રાય ફ્રૂટ વાળું મિક્ષ્ચર તૈયાર કર્યું છે તે મિક્ષ્ચર સાબુદાણા પર નાખી દેશું ત્યાર બાદ તેના પર 2 ચમચી જેવું ગોંડ કતિરા , અને ટૂટી ફૂટી , ચેરી અને છેલે તેના પર સ્ટોબેરી આઇસક્રીમ નાખી અને સર્વ કરીશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગરમી માં ખાવા માટે નું ઠંડું ઠંડું ડિઝર્ટ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ઉનાળા નું સ્પેશિયલ ડિઝર્ટ બનાવવાની રેસીપી

Unada nu special desert banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 બાઉલ
Ingredients
- ½ કપ પલાળેલા સાબુદાણા
- 1 ચમચી ખાંડ
- ગુંદ કટીરા
- 1.25 – 1.5 કપ પાણી ગોંડ કટીરા પલાળવા માટે
- 1 કપ ઓટ્સ
- 10 નંગ કાજુ
- 10 નંગ બદામ
- 1 કપ મખાના
- 1 કપ દૂધ ગરમ કરેલું
- ટૂટી ફૂટી
- સ્ટોબેરી આઈસ્ક્રીમ ( ઓપ્શનલ )
- ચેરી ( ઓપ્શનલ )
Instructions
Unada nu special desert banavani recipe
- ઉનાળા નું સ્પેશિયલ ડિઝર્ટ બનાવવા માટે સૌ પ્રથમ ½ કપ સાબુદાણા ને સારી રીતે ધોઈ લેશું અને સાબુ દાણા ને પાણી માં નાખી અને 3-4 કલાક જેવું પલળવા દેશું . ગેસ ઉપર એક તપેલી લેશું અને તેમાં 3 કપ જેવું પાણી નાખી અને 1 ચમચી જેવી ખાંડ નાખી દેશું પાણી એક દમ ઉકળી જાય એટલે તેમાં આપણે પલાળેલા સાબુ દાણા નાખી દેશું અને સાબુ દાણા આપણે ત્યાં સુધી ચડાવશું જ્યાં સુધી આપણા સાબુ દાણા એકદમ સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ ના થઈ જાય .
- હવે સાબુદાણા ચળી ગયા બાદ બધા સાબુદાણા તપેલી માં ઉપર આવી જશે . બધા સાબુદાણા ઉપર આવી ગયા બાદ આપણે ગેસ બંધ કરી અને ચારણી માં નાખી અને સાબુદાણા માંથી બધું પાણી નિતારી અને તપેલી માં નાખી દેશું અને તપેલી માં નાખી દીધા બાદ તેમાં ઉપર થી થોડું ઠંડુ પાણી નાખી દેશું જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નો ભાગ નીકળી જશે અને ત્યાર બાદ ફરીથી બધા સાબુદાણા ગરણી માં નાખી અને ગાળી લેશું .
- ત્યાર બાદ હવે આપણે 2 ચમચી ગોંડ કતિરા લેશું તેને થોડું કૂટી લેશું જેથી તેના નાનાં નાનાં કટકા થઈ જાય અને ત્યાર બાદ તેમાં 1.5 કપ પાણી નાખી અને પલળવા દેશું . ગોંડ કતિરા ના ટુકડા કરી નાખવાથી ઝડપથી પલડી જાય છે . હવે એક મોટા બાઉલ લેશું અને તેમાં ¼ કપ ઓટ્સ , ¼ કપ કાજુ અને બદામ , 1 કપ મખાના , 1 કપ ગરમ દૂધ નાખી દેશું ગરમ દૂધ નાખવાથી બધું વસ્તુ ઝડપથી સોફ્ટ થઈ જશે ત્યાર બાદ બધી વસ્તુ ને મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને સારી રીતે પીસી લેશું .
- હવે બધી વસ્તુ પીસી લીધા બાદ મીઠાસ માટે આપણે ફરીથી મિક્ષ્ચર નું ઢાંકણ ખોલી અને તેમાં ⅓ કપ ખાંડ નાખી અને પીસી લેશું ફરીથી ઢાંકણ ખોલી અને મિક્ષ્ચર જાર માં ¼ કપ દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું .
- ત્યાર બાદ એક સર્વિંગ બાઉલ લેશું અને તેમાં આપણે જે સાબુદાણા રાખ્યા હતા બાફી ને તે સાબુદાણા નાખી દેશું ત્યાર બાદ તેના પર આપણે જે ઓટ્સ અને ડ્રાય ફ્રૂટ વાળું મિક્ષ્ચર તૈયાર કર્યું છે તે મિક્ષ્ચર સાબુદાણા પર નાખી દેશું ત્યાર બાદ તેના પર 2 ચમચી જેવું ગોંડ કતિરા , અને ટૂટી ફૂટી , ચેરી અને છેલે તેના પર સ્ટોબેરી આઇસક્રીમ નાખી અને સર્વ કરીશું .
- તો તૈયાર છે આપણું મસ્ત ગરમી માં ખાવા માટે નું ઠંડું ઠંડું ડિઝર્ટ.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kachi keri no baflo banavani recipe | કાચી કેરી નો બાફલો બનાવવાની રેસીપી
Mango Chia Seeds pudding | મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત
