HomeNastaShekeli chhaliyadar | શેકેલી છડિયા દાળ

Shekeli chhaliyadar | શેકેલી છડિયા દાળ

 આજે આપણે બજાર માં મળતી છડિયા દાળ ની પેકિંગ વાડી દાળ કયારે ઘરે બનાવી છે ? ના તો પછી ચાલો આજે આપણે બજાર જેવીજ ક્રિસ્પી અને ઈ પણ હેલ્ધી દાળ હેલ્ધી કેવી રીતે ? તો હા હેલ્ધી એટલા માટે કે આપણે આ દાળ ને તર્યા વગર જ ઘરમાં ઘણી બધી વસ્તુ નું ધ્યાન રાખી અને ક્રિસ્પી Shekeli chhaliyadar – શેકેલી છડિયા દાળ ઈ પણ તર્યા વગર જ ઘરમાં બનાવતા શીખીશું.

INGREDIENTS

  • છડિયા દાળ 1 કપ / જરૂર મુજબ
  • મીઠું 1 ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • સોડા ½ ચમચી
  • ઘી 1 નાની ચમચી

Shekeli chhaliyadar banavani rit

શેકેલી છડિયા દાળ તેલ માં તળ્યા વગર બજાર જેવીજ છડિયા દાળ નું નમકીન બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો અને પહોળો બાઉલ લેશું તેમાં 1 કપ છડિયા દાળ  લઈ અને તેને 3-4 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું . ત્યાર બાદ એક પહોળો બાઉલ લેશું તેમાં છડિયા દાળ નાખી અને 4 કપ જેવું પાણી નાખી તેમાં મીઠું 1 ચમચી , હળદર પાવડર ½ ચમચી , સોડા ½ ચમચી નાખી ઢાંકણ બંધ કરી અને 1 રાત માટે પલળવા દેશું .

ત્યાર બાદ બીજા દિવસે સવારે દાળ માંથી બધું પાણી નિતારી દેશું અને મોટું કપડું લઈ તેના પર બધી દાળ ને છૂટી છૂટી પાથરી લેશું અને એજ કપડું ઉપર નાખી હલકા હાથે દાળ ને દબાવી અને બધી દાળ ને સારી રીતે કોરી કરી લેશું . હવે કપડાં ની અંદર દાળ ને આપણે અડધો કલાક માટે આપણે એમજ રેવા દેશું . જેથી આપણી દાળ સારી રીતે કોરી થઈ જાય .

હવે અડધો કલાક પછી આપણે બીજું એક કોટન નું કપડું લઈ અને ફરીથી બધી દાળ ને આપણે છૂટી છૂટી પાથરી દેશું જેથી ફરીથી બધી દાળ સારી રીતે સુકાઈ જાય . દાળ પહોળી થઈ ગયા બાદ પંખા નીચે 1 કલાક માટે રેવા દેશું જેથી દાળ સારી એવી કોરી થઈ જશે .

ત્યાર બાદ ગેસ પર એક પેન અથવા તો નોનસ્ટિક ની તવી લઈ અને અને ગેસ ની ફ્લેમ ફુલ રાખી અને લગભગ 6-7 મિનિટ જેવી દાળ ને સેકી લેશું 6-7 મિનિટ બાદ જ્યારે થોડું પાણી બળી જાય અને દાળ ક્રિસ્પી લાગે ત્યારે ગેસ ની ફ્લેમ ધીમી કરી અને સ્વાદ મુજબ મીઠું નાખી 2-3 મિનિટ જેવું ફરીથી સેકી અને છેલે નાની 1 ચમચી જેવું ઘી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . ઘી નાખવાથી દાળ માં સારી એવી ચમક આવશે અને દાળ માં મીઠું સારી રીતે ભળી જશે .

હવે ઘી નાખ્યા બાદ થોડીજ સેકન્ડ જેવું સેકી લેશું ખાસ ધ્યાન રાખવું કે ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી નહીંતર દાળ બળી જશે . હવે ગેસ ની ફ્લેમ બંધ કરી અને દાળ ને ઠંડી થવા દેશું . ઠંડી થઈ ગયા બાદ પણ જો દાળ થોડી પોચી લાગતી હોય તો ફરથી ગેસ પર તવી મૂકી તવી ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી દાળ નાખી દીધા બાદ ગેસ ને ધીમો કરી ફરીથી સેકી લેશું જેથી દાળ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જશે .

તો તૈયાર છે આપણી બજાર જેવીજ ક્રિસ્પી છડિયા દાળ જેને સર્વિગ બાઉલ માં કાઢી અને સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

શેકેલી છડિયા દાળ બનાવવાની રીત

Shekeli chhaliyadar - શેકેલી છડિયા દાળ

Shekeli chhaliyadar banavani rit

 આજે આપણે બજાર માં મળતી છડિયા દાળ ની પેકિંગ વાડી દાળ કયારે ઘરે બનાવી છે ? ના તો પછી ચાલો આજે આપણે બજાર જેવીજ ક્રિસ્પી અનેઈ પણ હેલ્ધી દાળ હેલ્ધી કેવી રીતે ? તોહા હેલ્ધી એટલા માટે કે આપણે આ દાળ ને તર્યા વગર જ ઘરમાં ઘણી બધી વસ્તુ નું ધ્યાન રાખીઅને ક્રિસ્પી Shekeli chhaliyadar- શેકેલી છડિયા દાળ ઈ પણ તર્યા વગર જ ઘરમાં બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 1 hour 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 9 hours
Total Time: 10 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ

Ingredients

INGREDIENTS

  • 1 કપ છડિયા દાળ / જરૂર મુજબ
  • 1 ચમચી મીઠું
  • ½ ચમચી હળદર પાવડર
  • ½ ચમચી સોડા
  • 1 નાની ચમચી ઘી

Instructions

Shekeli chhaliyadar banavani rit

  • શેકેલી છડિયા દાળ તેલ માં તળ્યા વગર બજાર જેવીજ છડિયા દાળ નું નમકીન બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો અને પહોળો બાઉલ લેશું તેમાં 1 કપ છડિયા દાળ લઈ અને તેને 3-4 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું . ત્યાર બાદ એક પહોળો બાઉલ લેશું તેમાં છડિયા દાળ નાખી અને 4 કપ જેવું પાણી નાખી તેમાં મીઠું 1 ચમચી , હળદર પાવડર ½ ચમચી , સોડા ½ ચમચી નાખી ઢાંકણ બંધ કરી અને 1 રાત માટે પલળવા દેશું .
  • ત્યાર બાદ બીજા દિવસે સવારે દાળ માંથી બધું પાણી નિતારી દેશું અને મોટું કપડું લઈ તેના પર બધી દાળ ને છૂટી છૂટી પાથરી લેશું અને એજ કપડું ઉપર નાખી હલકા હાથે દાળ ને દબાવી અને બધી દાળ ને સારી રીતે કોરી કરી લેશું . હવે કપડાં ની અંદર દાળ ને આપણે અડધો કલાક માટે આપણે એમજ રેવા દેશું . જેથી આપણી દાળ સારી રીતે કોરી થઈ જાય .
  • હવે અડધો કલાક પછી આપણે બીજું એક કોટન નું કપડું લઈ અને ફરીથી બધી દાળ ને આપણે છૂટી છૂટી પાથરી દેશું જેથી ફરીથી બધી દાળ સારી રીતે સુકાઈ જાય . દાળ પહોળી થઈ ગયા બાદ પંખા નીચે 1 કલાક માટે રેવા દેશું જેથી દાળ સારી એવી કોરી થઈ જશે .
  • ત્યાર બાદ ગેસ પર એક પેન અથવા તો નોનસ્ટિક ની તવી લઈ અને અને ગેસ ની ફ્લેમ ફુલ રાખી અને લગભગ 6-7 મિનિટ જેવી દાળ ને સેકી લેશું 6-7 મિનિટ બાદ જ્યારે થોડું પાણી બળી જાય અને દાળ ક્રિસ્પી લાગે ત્યારે ગેસ ની ફ્લેમ ધીમી કરી અને સ્વાદ મુજબ મીઠું નાખી 2-3 મિનિટ જેવું ફરીથી સેકી અને છેલે નાની 1 ચમચી જેવું ઘી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . ઘી નાખવાથી દાળ માં સારી એવી ચમક આવશે અને દાળ માં મીઠું સારી રીતે ભળી જશે .
  • હવે ઘી નાખ્યા બાદ થોડીજ સેકન્ડ જેવું સેકી લેશું ખાસ ધ્યાન રાખવું કે ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી નહીંતર દાળ બળી જશે . હવે ગેસ ની ફ્લેમ બંધ કરી અને દાળ ને ઠંડી થવા દેશું . ઠંડી થઈ ગયા બાદ પણ જો દાળ થોડી પોચી લાગતી હોય તો ફરથી ગેસ પર તવી મૂકી તવી ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી દાળ નાખી દીધા બાદ ગેસ ને ધીમો કરી ફરીથી સેકી લેશું જેથી દાળ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જશે .
  • તો તૈયાર છે આપણી બજાર જેવીજ ક્રિસ્પી છડિયા દાળ જેને સર્વિગ બાઉલ માં કાઢી અને સર્વ કરીશું .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Kela ni puran poli banavani recipe | કેળાની પુરણ પોળી બનાવવાની રેસીપી

Dahi vegetable sandwich recipe | દહીં વેજીટેબલ સેન્ડવીચ

Cheese paneer samosa banavani rit | ચીઝ પનીર સમોસા બનાવવાની રીત

Pizza mathri banavani rit | પીઝા મઠરી બનાવવાની રીત

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular