શિયાળો (Winter Season) એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. આ ઋતુમાં બજારમાં તાજા આમળા (Fresh Amla) પુષ્કળ પ્રમાણમાં મળે છે. આયુર્વેદમાં આમળાને અમૃત કહેવામાં આવ્યું છે. આપણે બજારમાંથી મોંઘા ભાવના ડબ્બા પેક Chyawanprash લાવીએ છીએ, પણ તેમાં ઘણીવાર ખાંડ અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધારે હોય છે. તો ઘરે આમળાનું ચ્યવનપ્રાશ બનાવવાની રીત થી બનાવેલું ચ્યવનપ્રાશ શ્રેષ્ઠ છે આજે આપણે એકદમ પારંપરિક રીતથી, વસાણા અને આયુર્વેદિક મસાલાનો ઉપયોગ કરીને Amla Chyawanprash બનાવીશું જે સ્વાદમાં બજાર કરતા પણ સરસ લાગશે.
Table of contents
Chyawanprash ingredients in gujarati
- આમળા 1 કિલો
- સાકર 500 ગ્રામ
- ખાંડ 250 ગ્રામ
- અશ્વગંધા પાઉડર 10 ગ્રામ
- પીપળી પાઉડર 10 ગ્રામ
- શતાવરી પાઉડર 10 ગ્રામ
- બલા પાઉડર 10 ગ્રામ
- વિદારીકંદ પાઉડર 10 ગ્રામ
- એલચી 5 ગ્રામ
- તજ 5 ગ્રામ
- લવિંગ 3 ગ્રામ
- નાગકેસર પાઉડર 2 ગ્રામ
- તમાલપત્ર 2 ગ્રામ
- બંસલોચન પાઉડર 5 ગ્રામ
- સુંઠ પાઉડર 5 ગ્રામ
- મરી 3 ગ્રામ
- મુલેઠી પાઉડર 5 ગ્રામ
- મધ ૫૨૦ ગ્રામ
- કેસર 1 ચમચી
- સુકા તુલસી ના પાંદ નો પાઉડર 5 ગ્રામ
- ચંદન 5 ગ્રામ
- હળદર 3 ગ્રામ
- ઘી 250 ગ્રામ
Amla Chyawanprash banavani rit
આમળાનું ચ્યવનપ્રાશ બનાવવા સૌથી પહેલા આમળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ આમળા ને ચારણી માં મુકો અને ગેસ પર કડાઈમાં અથવા ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ચારણી મૂકી ઢાંકી આમળા ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને આમળા ને ઠંડા કરવા મુકો. આમળા ઠંડા થવા દયો.
હવે મિક્સર જારમાં એલચી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, મરી નાખી ને પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને એક વખત ચાળી એક મોટા વાસણમાં કાઢો એમાં અશ્વગંધા, પીપળી પાઉડર, શતાવરી પાઉડર, બલા પાઉડર, વિદારીકંદ પાઉડર, નાગકેસર પાઉડર, બંસલોચન પાઉડર, સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, સુકા તુલસી ના પાંદ નો પાઉડર, ચંદન, અને હળદર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિક્સર જારમાં સાકાર, ખાંડ નાખી એને પણ પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલા આમળા ના બીજ કાઢી અલગ કરી લ્યો અને આમળા ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ એને પણ પીસી લ્યો અને મોટી ગરણી થી ગાળી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘે ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં આમળા નો પલ્પ નાખી ને આમળા નું પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. આમળા બરોબર શેકાઈ જાય અને ઘી ફરીથી અલગ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ખાંડ નાખવાથી મિશ્રણ ફરી થી પાતળું થઇ જશે અને ફરીથી પાણી બરી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થાય અને ખદખદવા લાગે એટલે એમાં આપણે મિક્સ કરેલ મસાલા નાખી બરોબર મિક્સ કરી લઇ ગેસ બંધ કરી નાખો.
હવે તૈયાર મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે એમાં મધ અને કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને બિલકુલ ઠંડુ થાય ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર આમલા ચ્યવનપ્રાશ.
ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
આમળાનું ચ્યવનપ્રાશ બનાવવાની રીત

આમળાનું ચ્યવનપ્રાશ બનાવવાની રીત – Amla Chyawanprash Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Chyawanprash ingredients in gujarati
- 1 કિલો આમળા 1
- 500 ગ્રામ સાકર
- 250 ગ્રામ ખાંડ
- 10 ગ્રામ અશ્વગંધા પાઉડર
- 10 ગ્રામ પીપળી પાઉડર
- 10 ગ્રામ શતાવરી પાઉડર
- 10 ગ્રામ બલા પાઉડર
- 10 ગ્રામ વિદારીકંદ પાઉડર
- 5 ગ્રામ એલચી
- 5 ગ્રામ તજ
- 3 ગ્રામ લવિંગ
- 2 ગ્રામ નાગકેસર પાઉડર
- 2 ગ્રામ તમાલપત્ર
- 5 ગ્રામ બંસલોચન પાઉડર
- 5 ગ્રામ સુંઠ પાઉડર
- 3 ગ્રામ મરી
- 5 ગ્રામ મુલેઠી પાઉડર
- 520 ગ્રામ મધ
- 1 ચમચી કેસર
- 5 ગ્રામ સુકા તુલસી ના પાંદ નો પાઉડર
- 5 ગ્રામ ચંદન
- 3 ગ્રામ હળદર
- 250 ગ્રામ ઘી
Instructions
Amla Chyawanprash banavani rit
- આમળાનું ચ્યવનપ્રાશ બનાવવા સૌથી પહેલા આમળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ આમળા ને ચારણી માં મુકો અને ગેસ પર કડાઈમાં અથવા ઢોકરીયા માં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ચારણી મૂકી ઢાંકી આમળા ને પંદર વીસ મિનીટ બાફી લ્યો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને આમળા ને ઠંડા કરવા મુકો. આમળા ઠંડા થવા દયો.
- હવે મિક્સર જારમાં એલચી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, મરી નાખી ને પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને એક વખત ચાળી એક મોટા વાસણમાં કાઢો એમાં અશ્વગંધા, પીપળી પાઉડર, શતાવરી પાઉડર, બલા પાઉડર, વિદારીકંદ પાઉડર, નાગકેસર પાઉડર, બંસલોચન પાઉડર, સુંઠ પાઉડર, મુલેઠી પાઉડર, સુકા તુલસી ના પાંદ નો પાઉડર, ચંદન, અને હળદર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મિક્સર જારમાં સાકાર, ખાંડ નાખી એને પણ પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલા આમળા ના બીજ કાઢી અલગ કરી લ્યો અને આમળા ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ એને પણ પીસી લ્યો અને મોટી ગરણી થી ગાળી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘે ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં આમળા નો પલ્પ નાખી ને આમળા નું પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. આમળા બરોબર શેકાઈ જાય અને ઘી ફરીથી અલગ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ખાંડ નાખવાથી મિશ્રણ ફરી થી પાતળું થઇ જશે અને ફરીથી પાણી બરી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થાય અને ખદખદવા લાગે એટલે એમાં આપણે મિક્સ કરેલ મસાલા નાખી બરોબર મિક્સ કરી લઇ ગેસ બંધ કરી નાખો.
- હવે તૈયાર મિશ્રણ ને થોડું ઠંડું થાય એટલે એમાં મધ અને કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને બિલકુલ ઠંડુ થાય ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર આમલા ચ્યવનપ્રાશ.
- ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
ચ્યવનપ્રાશ ને સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો
સવારે ખાલી પેટે ૧ ચમચી ચ્યવનપ્રાશ હુંફાળા દૂધ અથવા પાણી સાથે લેવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.
જો બરાબર શેકાયેલું હોય અને પાણીનો ભાગ બળી ગયો હોય, તો આ ચ્યવનપ્રાશ રૂમ ટેમ્પરેચર પર ૧ વર્ષ સુધી સારું રહે છે.
જરૂરી નોંધ (Disclaimer):
આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે. અમે કોઈ રજીસ્ટર્ડ ડોક્ટર કે મેડિકલ પ્રોફેશનલ નથી.
આમળાનું ચ્યવનપ્રાશ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, પરંતુ દરેક વ્યક્તિની તાસીર (Body Type) અલગ હોઈ શકે છે. જો તમને કોઈ ગંભીર બીમારી, એલર્જી, ડાયાબિટીસ હોય કે તમે ગર્ભવતી (Pregnant) હોવ, તો આ દેશી ઉપચાર કે નવો ખોરાક શરૂ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટર કે નિષ્ણાત વૈદ્યની સલાહ અચૂક લેવી.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tal Gol na Ladoo gupt dan mate – તલ ગોળના લાડુ વડે ગુપ્ત દાન કરીએ
Winter special Besan masala Milk – બેસન મસાલા મિલ્ક
Sitafal Kalakand banavani recipe | સીતાફળ કલાકંદ બનાવવાની રેસીપી
Tal nu doodh banavani rit | તલ નું દૂધ બનાવવાની રીત
Gajar no murrabo banavani rit | ગાજર નો મુરબ્બો બનાવવાની રીત
salam pak banavani recipe | સાલમ પાક બનાવવાની રેસીપી