Home Dessert & Drinks Tal Gol na Ladoo gupt dan mate – તલ ગોળના લાડુ વડે...

Tal Gol na Ladoo gupt dan mate – તલ ગોળના લાડુ વડે ગુપ્ત દાન કરીએ

0

મકરસંક્રાંતિ (Makar Sankranti) ના પાવન પર્વ પર Gupt Daan (ગુપ્ત દાન) નું અનેરું મહત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંક્રાંતિ પર તલ (Sesame) નું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. જો તમે પણ આ વર્ષે ગરીબોને કે મંદિરમાં ગુપ્ત દાન કરવા માંગતા હોવ, તો ઘરે જ શુદ્ધ ઘી અને ગોળમાં બનાવેલા Tal Gol na Ladoo શ્રેષ્ઠ વિકલ્પ છે. આ લાડુ ખુબજ ટેસ્ટી બનશે અંદરથી એકદમ સોફ્ટ, મોઈસ્ટ અને મોઢામાં નાખ્તાજ ઓગળી જશે અને દાંત માં ચોટશે પણ નહિ. આ તલ ગોળના લાડુ જલ્દી બગડતા નથી એટલે દાન માટે બેસ્ટ છે

Tal Gol Ladoo Ingredients

  1. સફેદ / કાળા તલ 215 ગ્રામ
  2. છીણેલો ગોળ 200 ગ્રામ
  3. ઘી 1-2 ચમચી
  4. એલચી પાઉડર ¼ ચમચી
  5. બેકિંગ સોડા 2 ચપટી
  6. પાણી 2 ચમચી

Tal Gol na Ladoo banavani rit

તલ ગોળના લાડુ બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી એમાં સાફ કરેલ તલ નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહી તલ ને શેકી લ્યો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે એકાદ વાટકા જેટલા તલ ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં એક વાર ફેરવી લીધા બાદ બીજા તલ સાથે નાખી દેશું.

હવે એજ કડાઈમાં પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી હલાવતા રહી ગોળ ને ઓગાળી લેશું. ગોળ ઓગળે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી ગોળ નો પાક કરીશું. પાંચ સાત મિનીટ પછી એક વાટકામાં ઠંડું પાણી લઇ એમાં એક બે ટીપા પીગળેલા ગોળ ના નાખી હાથ થી તોડી જોવો જો તરત ણા તૂટે તો હજી બીજી પાંચ મિનીટ ધીમા તાપે હલાવતા રહી ગોળ ને ચડાવો.

પાંચ મિનીટ પછી પીગળેલા ગોળ ના ટીપા પાણી વાળા વાટકામાં નાખી ચેક કરો જો તૂટી જાય તો હવે ગેસ સાવ ધીમો કરી એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ગેસ બંધ તૈયાર મિશ્રણ ને થોડી વાર હલાવતા રહી અને અત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં જે સાઈઝ ણા લાડુ બનાવવા હોય એટલા સાઈઝ નું મિશ્રણ થોડા થોડા અંતરે મુક્ત જાઓ.

હવે હાથ માં થોડું ઘી લગાવી મુકેલા મિશ્રણ ને ઝડપથી ગોળ ગોળ ફેરવી લાડુ બનાવતા જાઓ. જો તમારે ગુપ્ત દાન કરવા લાડુ બનાવવા હોય તો લાડુને પહેલી વાર વાળો ત્યારે વચ્ચે એક સિક્કો મૂકી પછી ગોળ કરવા ,આમ બધા લાડુ ને ગોળ ગોળ ફેરવી લ્યો. ત્યાર બાદ ફરી જે પહેલા લાડુ બનાવેલ એના થી દરેક લાડુ ને ફરી ગોળ ગોળ ફેરવી લ્યો જેથી લાડુનો ગોળ આકાર એકદમ બરોબર આવે. બધા લાડુ બીજી વખત ગોળ કરી લીધા બાદ ઠંડા થવા દયો. અને લાડુ એકદમ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે તિલ ગુડ કે લાડુ.    

Tal na ladoo recipe tips

  1. બેકિંગ સોડા નાખવા બિલકુલ ઓપસ્નલ છે. 
  2. લાડુની સાઈઝ મુજબ લાડુની સંખ્યા બનશે.

તલ ગોળના લાડુ બનાવવાની રીત

Tal Gol na Ladoo gupt dan mate - તલ ગોળના લાડુ વડે ગુપ્ત દાન કરીએ

ગુપ્ત દાન માટે ખાસ તલ ગોળના લાડુ બનાવવાની રીત – Tal Gol na Ladoo Recipe for Gupt Daan

મકરસંક્રાંતિ (Makar Sankranti) ના પાવન પર્વ પર Gupt Daan (ગુપ્તદાન) નું અનેરું મહત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંક્રાંતિ પર તલ (Sesame) નું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. જો તમે પણ આ વર્ષે ગરીબો ને કે મંદિરમાં ગુપ્ત દાન કરવા માંગતા હોવ, તો ઘરે જ શુદ્ધ ઘી અને ગોળમાં બનાવેલા Tal Gol na Ladoo શ્રેષ્ઠ વિકલ્પ છે. આ લાડુ ખુબજ ટેસ્ટી બનશે અંદરથી એકદમ સોફ્ટ, મોઈસ્ટ અને મોઢામાં નાખ્તાજ ઓગળી જશે અને દાંત માં ચોટશે પણ નહિ. આ તલ ગોળના લાડુ જલ્દી બગડતા નથી એટલે દાન માટે બેસ્ટ છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Tal Gol Ladoo Ingredients

  • 215 ગ્રામ સફેદ / કાળા તલ
  • 200 ગ્રામ છીણેલો ગોળ
  • 1-2 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચપટી બેકિંગ સોડા
  • 2 ચમચી પાણી

Instructions

Tal Gol na Ladoo banavani rit

  • તલ ગોળના લાડુ બનાવવા સૌથી પહેલા તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી એમાં સાફ કરેલ તલ નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહી તલ ને શેકી લ્યો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે એકાદ વાટકા જેટલા તલ ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં એક વાર ફેરવી લીધા બાદ બીજા તલ સાથે નાખી દેશું.
  • હવે એજ કડાઈમાં પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી હલાવતા રહી ગોળ ને ઓગાળી લેશું. ગોળ ઓગળે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી ગોળ નો પાક કરીશું. પાંચ સાત મિનીટ પછી એક વાટકામાં ઠંડું પાણી લઇ એમાં એક બે ટીપા પીગળેલા ગોળ ના નાખી હાથ થી તોડી જોવો જો તરત ણા તૂટે તો હજી બીજી પાંચ મિનીટ ધીમા તાપે હલાવતા રહી ગોળ ને ચડાવો.
  • પાંચ મિનીટ પછી પીગળેલા ગોળ ના ટીપા પાણી વાળા વાટકામાં નાખી ચેક કરો જો તૂટી જાય તો હવે ગેસ સાવ ધીમો કરી એમાં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ગેસ બંધ તૈયાર મિશ્રણ ને થોડી વાર હલાવતા રહી અને અત્યાર બાદ ગ્રીસ કરેલ પ્લેટ માં જે સાઈઝ ણા લાડુ બનાવવા હોય એટલા સાઈઝ નું મિશ્રણ થોડા થોડા અંતરે મુક્ત જાઓ.
  • હવે હાથ માં થોડું ઘી લગાવી મુકેલા મિશ્રણ ને ઝડપથી ગોળ ગોળ ફેરવી લાડુ બનાવતા જાઓ. જો તમારે ગુપ્ત દાન કરવા લાડુ બનાવવા હોય તો લાડુને પહેલી વાર વાળો ત્યારે વચ્ચે એક સિક્કો મૂકી પછી ગોળ કરવા ,આમ બધા લાડુ ને ગોળ ગોળ ફેરવી લ્યો. ત્યાર બાદ ફરી જે પહેલા લાડુ બનાવેલ એના થી દરેક લાડુ ને ફરી ગોળ ગોળ ફેરવી લ્યો જેથી લાડુનો ગોળ આકાર એકદમ બરોબર આવે. બધા લાડુ બીજી વખત ગોળ કરી લીધા બાદ ઠંડા થવા દયો. અને લાડુ એકદમ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે તિલ ગુડ કે લાડુ.

Tal na ladoo recipe tips

  • બેકિંગ સોડા નાખવા બિલકુલ ઓપસ્નલ છે
  • લાડુની સાઈઝ મુજબ લાડુની સંખ્યા બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version