અત્યાર સુંધી કેરી માંથી છુંદો તૈયાર કરી ઘણી વખત મજા લીધી છે પણ આ શિયાળા માં આમળા નો છૂંદો બનાવી ટેસ્ટ ની સાથે હેલ્થ ની પણ મજા લ્યો. તો ચાલો amla no chundo શીખીએ.
Ingredient list
- આમળા 1 કિલો
- છીણેલો ગોળ 600 ગ્રામ
- સાકર 100 ગ્રામ
- જીરું ½ ચમચી
- મરી 15-20
- વરિયાળી ½ ચમચી
- તજ નો ટુકડો 1
- લવિંગ 1-2
- મીઠું ½ ચમચી
- સંચળ 1 ચમચી
- આદુ ના કટકા 3-4
- મધ 2-3 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકેલ તરબૂચ ના બીજ 2 ચમચી
આમળા નો છૂંદો બનાવવાની રેસીપી
આમળા નો છૂંદો બનાવવા સૌપ્રથમ સારા આમળા ને ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે સાફ કરેલ ને ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ગ્લાસ બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી એના પર આમળા ની ચારણી મૂકી ઢાંકી પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી આમળા વાળી ચારણી કાઢી આમળા ને મોટા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો.
ત્યારબાદ આમળા ઠંડા થાય એટલે એની પીસી કાઢી ને બીજ અલગ કરી છીણી વડે છીણી લ્યો આમ બધા બીજ અલગ કરી આમળા ને છીણી લ્યો. છીણેલા આમળા કડાઈ માં નાખો સાથે એમાં છીણેલો ગોળ અને સાકર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે ઢાંકી ને બીજી દસ પંદર મિનિટ ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
આમળા ચડે છે ત્યાં સુંધી એક બીજી કડાઈ માં છીણેલું આદુ ને ગરમ કડાઈ માં નાખી ફેલાવી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં વરિયાળી, જીરું, તજ નો ટુકડો, લવિંગ, મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે આમળા પણ ગોળ સાથે બરોબર ચડી ગયા હસે હવે આમળા માં રહેલ પાણી સુકાઈ જાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લેવા અને આમળા નું પાણી સુકાવા લાગે એટલે એમાં બે થી અઢી ચમચી પીસી રાખેલ મસાલો નાખો સાથે સંચળ, મીઠું અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી ચડાવો.
આમળા ચડી જાય એટલે છેલ્લે એમાં શેકી રાખેલ તરબૂચ ના બીજ અને મધ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ છુંદા ને ઠંડુ થવા દયો અને છુંદો ઠંડો થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને આખું વર્ષ મજા લ્યો અને હેલ્થી રહો. તો તૈયાર છે આમળા નો છૂંદો.
Chundo recipe notes
- તમે ખાલી છીણેલા ગોળ માંથી પણ આ છૂંદા ને તૈયાર કરી શકો છો. અને મીઠાસ તમારી પસંદ મુજબ વઘુ ઓછી કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
amla no chundo banavani recipe

amla no chundo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 1 કિલો આમળા
- 600 ગ્રામ છીણેલો ગોળ
- 100 ગ્રામ સાકર
- ½ ચમચી જીરું
- 15-20 મરી
- ½ ચમચી વરિયાળી ½ ચમચી
- 1 તજ નો ટુકડો
- 1-2 લવિંગ
- ½ ચમચી મીઠું
- 1 ચમચી સંચળ
- 3-4 આદુ ના કટકા
- 2-3 ચમચી મધ
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી શેકેલ તરબૂચ ના બીજ
Instructions
amla no chundo
- આમળા નો છૂંદો બનાવવા સૌપ્રથમ સારા આમળા ને ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે સાફ કરેલ ને ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ગ્લાસ બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાંઠો મૂકી એના પર આમળા ની ચારણી મૂકી ઢાંકી પંદર મિનિટ બાફી લ્યો. પંદર મિનિટ પછી ગેસ બંધ કરી આમળા વાળી ચારણી કાઢી આમળા ને મોટા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો.
- ત્યારબાદ આમળા ઠંડા થાય એટલે એની પીસી કાઢી ને બીજ અલગ કરી છીણી વડે છીણી લ્યો આમ બધા બીજ અલગ કરી આમળા ને છીણી લ્યો. છીણેલા આમળા કડાઈ માં નાખો સાથે એમાં છીણેલો ગોળ અને સાકર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે ઢાંકી ને બીજી દસ પંદર મિનિટ ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- આમળા ચડે છે ત્યાં સુંધી એક બીજી કડાઈ માં છીણેલું આદુ ને ગરમ કડાઈ માં નાખી ફેલાવી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો અને એમાં વરિયાળી, જીરું, તજ નો ટુકડો, લવિંગ, મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે આમળા પણ ગોળ સાથે બરોબર ચડી ગયા હસે હવે આમળા માં રહેલ પાણી સુકાઈ જાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લેવા અને આમળા નું પાણી સુકાવા લાગે એટલે એમાં બે થી અઢી ચમચી પીસી રાખેલ મસાલો નાખો સાથે સંચળ, મીઠું અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી ચડાવો.
- આમળા ચડી જાય એટલે છેલ્લે એમાં શેકી રાખેલ તરબૂચ ના બીજ અને મધ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ છુંદા ને ઠંડુ થવા દયો અને છુંદો ઠંડો થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને આખું વર્ષ મજા લ્યો અને હેલ્થી રહો. તો તૈયાર છે આમળા નો છૂંદો.
Chundo recipe notes
- તમે ખાલી છીણેલા ગોળ માંથી પણ આ છૂંદા ને તૈયાર કરી શકો છો. અને મીઠાસ તમારી પસંદ મુજબ વઘુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાલક વટાણા નું શાક | Palak vatana nu shaak
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati
tuver totha | thotha recipe | તુવેર ટોઠા
