HomeDessert & Drinksરાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી | Ragi hot chocolate

રાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી | Ragi hot chocolate

શિયાળા ની ઠંડી માં સવાર કે સાંજ ના કુમળા તડકા માં જો કઈક ગરમ ગરમ પીવા મળી જાય જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હોય તો ખૂબ મજા પડી જાય. આજ આપણે એક એવુંજ રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને જેને તમે ગરમ ગરમ તો પી જ શકો છો ઠંડુ કરી ને પણ પી શકો છો. તો ચાલો Ragi hot chococlate drink બનાવવાની રીત શીખીએ.

Ingredient list

  • રાગી પાઉડર 2 ચમચી
  • કોકો પાઉડર 2 ચમચી
  • ડાર્ક ચોકલેટ 50 ગ્રામ
  • પલાળેલા કાજુ 5-7
  • પાણી 2-3 કપ
  • મીઠું 1-2 ચપટી
  • છીણેલો ગોળ 4-5 ચમચી

Ragi hot chocolate banavani recipe

રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રાગી પાઉડર, કૉકો પાઉડર, પલાળેલા કાજુ અને એક કપ પાણી નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો.

હવે એક કડાઈ માં તૈયાર કરેલ પ્યુરી ને ગરણી થી ગાળી ને લ્યો અને ફરી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને મિશ્રણ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા, ચપટી મીઠું અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી મિશ્રણ ને હલાવતા રહો અને બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો.

મિશ્રણ બરોબર ઉકાળી લીધા બાદ તૈયાર ડ્રીંક ને કપ માં નાખી મજા લ્યો ગરમ ગરમ રાગી હોટ ચોકલેટ ડ્રીંક.

hot chocolate recipe notes

  • અહીં ગોળ ની જગ્યાએ તમે બ્રાઉન સુગર, સાકર અથવા મધ પણ નાખી શકો છો.
  • પાણી ની જગ્યાએ તમે દૂધ, પ્લાન્ટ બેસ દૂધ પણ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

રાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી

રાગી હોટ ચોકલેટ ડ્રીંક - Ragi hot chocolate drink

Ragi hot chocolate banavani recipe

શિયાળા ની ઠંડી માં સવાર કે સાંજ ના કુમળા તડકા માં જોકઈક ગરમ ગરમ પીવા મળી જાય જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હોય તો ખૂબ મજા પડી જાય. આજ આપણે એકએવુંજ રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથીતૈયાર થઈ જશે અને જેને તમે ગરમ ગરમ તો પી જ શકો છો ઠંડુ કરી ને પણ પી શકો છો. તો ચાલો Ragi hot chococlate drink બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 કપ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

Ingredient list

  • 2 ચમચી રાગી પાઉડર
  • 2 ચમચી કોકો પાઉડર
  • 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 5-7 પલાળેલા કાજુ
  • 2-3 કપ પાણી
  • 1-2 ચપટી મીઠું
  • 4-5 ચમચી છીણેલો ગોળ

Instructions

Ragi hot chocolate banavani recipe

  • રાગી હોટ ચોકલેટ ડ્રીંક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં રાગી પાઉડર, કૉકો પાઉડર, પલાળેલા કાજુ અને એક કપ પાણી નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી સ્મુથ પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે એક કડાઈ માં તૈયાર કરેલ પ્યુરી ને ગરણી થી ગાળી ને લ્યો અને ફરી એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને મિશ્રણ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા, ચપટી મીઠું અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી મિશ્રણ ને હલાવતા રહો અને બીજી પાંચ મિનિટ ઉકાળી લ્યો.
  • મિશ્રણ બરોબર ઉકાળી લીધા બાદ તૈયાર ડ્રીંક ને કપ માં નાખી મજા લ્યો ગરમ ગરમ રાગી હોટ ચોકલેટ ડ્રીંક.

hot chocolate recipe notes

  • અહીં ગોળ ની જગ્યાએ તમે બ્રાઉન સુગર, સાકર અથવા મધ પણ નાખી શકો છો.
  • પાણી ની જગ્યાએ તમે દૂધ, પ્લાન્ટ બેસ દૂધ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular