Home Nasta Bajra na lot ane dungri na muthiya | બાજરાનો લોટ અને ડુંગળીના...

Bajra na lot ane dungri na muthiya | બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા

0

આ ત્યાર સુંધી આપણે વિવિધ લોટ અને વિવિધ શાકના મિશ્રણથી મુઠીયા બનાવ્યા અને મજા લીધી છે. મુઠીયા એક હેલ્થી અને ટેસ્ટી નાસ્તો છે જે બનાવવો ખુબ સરળ છે અને ખુબ ઓછા તેલમાં તૈયાર થૈન જાય છે આજ આપણે એક અલગ જ કોમ્બીનેસન સાથે ના મુઠીયા બનાવશું. શિયાળામાં બાજરો સ્વાથ્ય માટે ખુબ સારો હોય છે એટલે આજ આપણે Bajra na lot ane dungri na muthiya – બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાજરાનો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલ 1-2
  • આદુની પેસ્ટ ¼ ચમચી  
  • લીંબુનો રસ 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • રાઈ ½ ચમચી
  • મિહ લીમડાના પાંદ 5-7
  • સફેદ તલ 1 ચમચી  
  • હિંગ ¼ + ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ 
  • પાણી જરૂર મુજબ

Bajra na lot ane dungri na muthiya banavani recipe

બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઝીણી સુધારેલી ડુંગળી લ્યો એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું ની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ, બે ત્રણ ચમચી લીલા ધાણા સુધારેલ, હિંગ પા ચમચી, લીંબુનો રસ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં બાજરાનો લોટ ચાળી ને નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો.

હવે તૈયાર લોટ ના બે ત્રણ ભાગ કરી એને લાંબા સિલેન્ડર નો આકાર આપો અને ત્યાર બાદચાકુથી એક થી દોઢ ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો અને એક બાજુ મુકો.  હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો,

ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયા નાખો અને બે ત્રણ મિનીટ શેકી લઇ એમાં એક કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. અને વચ્ચે એક બે વખત ચેક રી લેવા. દસ મિનીટ પછી હલકા હાથે મુથીયાને હલાવી લ્યો અને અડધો કપ પાણી નાખી ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો.

મુઠીયા નું પાણી બરી જાય એટલે મુઠીયા ને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુંધી મીડીયમ તાપે હલાવતા  રહો અને છેલ્લે એમાં સફેદ તલ નાખી મિક્ક્ષ કરી  શેકો અને મુઠીયા ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા બનાવવાની રેસીપી

Bajra na lot ane dungri na muthiya - બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા

Bajra na lot ane dungri na muthiya banavani recipe

આ ત્યાર સુંધી આપણે વિવિધ લોટ અને વિવિધશાકના મિશ્રણથી મુઠીયા બનાવ્યા અને મજા લીધી છે. મુઠીયા એક હેલ્થી અને ટેસ્ટીનાસ્તો છે જે બનાવવો ખુબ સરળ છે અને ખુબ ઓછા તેલમાં તૈયાર થૈન જાય છે આજ આપણે એકઅલગ જ કોમ્બીનેસન સાથે ના મુઠીયા બનાવશું. શિયાળામાં બાજરો સ્વાથ્ય માટે ખુબ સારોહોય છે એટલે આજ આપણે Bajra na lot ane dungri na muthiya – બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ બાજરાનો લોટ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • ¼ ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી રાઈ
  • 5-7 મિહ લીમડાના પાંદ
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ + ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bajra na lot ane dungri na muthiya banavani recipe

  • બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઝીણી સુધારેલી ડુંગળી લ્યો એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, આડું ની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ખાંડ, બે ત્રણ ચમચી લીલા ધાણા સુધારેલ, હિંગ પા ચમચી, લીંબુનો રસ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં બાજરાનો લોટ ચાળી ને નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ પર એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર લોટ ના બે ત્રણ ભાગ કરી એને લાંબા સિલેન્ડર નો આકાર આપો અને ત્યાર બાદચાકુથી એક થી દોઢ ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો અને એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો,
  • ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી એમાં કટકા કરેલ મુઠીયા નાખો અને બે ત્રણ મિનીટ શેકી લઇ એમાં એક કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. અને વચ્ચે એક બે વખત ચેક રી લેવા. દસ મિનીટ પછી હલકા હાથે મુથીયાને હલાવી લ્યો અને અડધો કપ પાણી નાખી ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો.
  • મુઠીયા નું પાણી બરી જાય એટલે મુઠીયા ને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુંધી મીડીયમ તાપે હલાવતા રહો અને છેલ્લે એમાં સફેદ તલ નાખી મિક્ક્ષ કરી શેકો અને મુઠીયા ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા.

Notes

  • આ મુઠીયા તમે વરાળમાં બાફી ને પછી પણ વઘારી શકો છો.
  • તેમ અહી લીલી ડુંગળી અને એના પંદ નો પણ ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version