આજે આપણે મોરિંગા આચાર બનાવવાની રીત શીખીશું. જેને સરગવાનું અથાણું અથવા ડ્રમસ્ટીક પિકલ પણ કહેવાય છે. આપણે અત્યાર સુંધી સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવેલ છે . સરગવાને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને એના ફૂલ, પાંદ, ફળ અને દાડી નો અલગ અલગ રીતે ઉપયોગ કરી વિવિધ વાનગીઓ અને દવા બનાવવામાં આવે છે. પણ આજ આપણે એના કાચી સિંગ માંથી Saragva nu Athanu બનાવતા શીખીશું. જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હસે અને જેને લાંબા સમય સુંધી રોટલી, પરાઠા સાથે ખાઈ પણ શકો છો. તો ચાલો સરગવાનું અથાણું બનાવવાની રીત શીખીએ.
Ingredients List
- સરગવાની કાચી સિંગ / મોરિંગા 500 ગ્રામ
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- તેલ 1 કપ
- વિનેગર ¼ કપ
- સુકા આખા દાણા ¼ કપ
- જીરું 2 – 3 ચમચી
- રાઈ ¼ કપ
- વરિયાળી 2- 3 ચમચી
- કલૌંજી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Saragva nu Athanu banavani rit
સરગવાનું અથાણું બનાવવા સૌથી પહેલા સરગવાની સિંગ ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ આંગણી ની સાઇઝ ની લાંબી લાંબી કાપી લ્યો. આમ બધી સિંગ કાપી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક થી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ સુધારેલ સરગવાની સિંગ નાખી ઢાંકી બે થી ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી સિંગ ને બીજા વાસણમાં કાઢી ને વધારાનું પાણી નીતારી કપડાં પર ફેલાવી કોરી કરવા મૂકો. સિંગ સુકાઈ ને કોરી થાય ત્યાં સુંધી ગેસ પર કડાઈ ગરમ કરી એમાં સૂકા આખા ધાણા, વરિયાળી, રાઈ નાખી મિક્સ કરી શેકો.
બધા મસાલા શેકવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. એજ ગરમ કડાઈમાં તેલ નાખી ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું થવા દયો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ મેં બે ત્રણ વખત ફેરવી દર્દારા પીસી પાઉડર બનાવી લ્યો.
હવે એક મોટા વાસણમાં સુકાવેલ સરગવાની સિંગ લ્યો એમાં પીસી રાખેલ મસાલા, કલૌંજી, હળદર, લાલ મરચાનો પાઉડર, વિનેગર, મસાલા ન ભાગ નું મીઠું અને તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર અથાણા ને કાચ ની બરણી ભરી લ્યો અને ત્રણ દિવસ તડકામાં મૂકો. ત્રણ દિવસ પછી તૈયાર છે મોરિંગા આચાર.
સરગવાનું અથાણું બનાવવાની રીત

Saragva nu Athanu Recipe in Gujarati | સરગવાનું અથાણું | Moringa Pickle
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
- 500 ગ્રામ સરગવાની કાચી સિંગ / મોરિંગા
- 1 ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 કપ તેલ
- ¼ કપ વિનેગર
- ¼ કપ સુકા આખા દાણા
- 2-3 ચમચી જીરું
- ¼ કપ રાઈ
- 2-3 ચમચી વરિયાળી
- 1 ચમચી કલૌંજી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Saragva nu Athanu banavani rit
- સરગવાનું અથાણું બનાવવા સૌથી પહેલા સરગવાની સિંગ ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ આંગણી ની સાઇઝ ની લાંબી લાંબી કાપી લ્યો. આમ બધી સિંગ કાપી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં એક થી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ સુધારેલ સરગવાની સિંગ નાખી ઢાંકી બે થી ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી સિંગ ને બીજા વાસણમાં કાઢી ને વધારાનું પાણી નીતારી કપડાં પર ફેલાવી કોરી કરવા મૂકો. સિંગ સુકાઈ ને કોરી થાય ત્યાં સુંધી ગેસ પર કડાઈ ગરમ કરી એમાં સૂકા આખા ધાણા, વરિયાળી, રાઈ નાખી મિક્સ કરી શેકો.
- બધા મસાલા શેકવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. એજ ગરમ કડાઈમાં તેલ નાખી ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું થવા દયો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ મેં બે ત્રણ વખત ફેરવી દર્દારા પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે એક મોટા વાસણમાં સુકાવેલ સરગવાની સિંગ લ્યો એમાં પીસી રાખેલ મસાલા, કલૌંજી, હળદર, લાલ મરચાનો પાઉડર, વિનેગર, મસાલા ન ભાગ નું મીઠું અને તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરો. બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર અથાણા ને કાચ ની બરણી ભરી લ્યો અને ત્રણ દિવસ તડકામાં મૂકો. ત્રણ દિવસ પછી તૈયાર છે મોરિંગા આચાર.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Saragva na Pan ni Dal Recipe in Gujarati | સરગવાના પાનની દાળ બનાવવાની રીત
Tam Tam Paneer Bhaji Recipe in Gujarati | સુરતી ટમ ટમ પનીર ભાજી
Coconut rice banavani recipe | કોકોનટ રાઈસ બનાવવાની રેસીપી
Kang no pulav banavani recipe | કાંગ નો પુલાવ બનાવવાની રેસીપી
Galka na bhajiya | ગલકા ના ભજીયા બનાવવાની રીત
vada pav ni chutney recipe | વડાપાવ ની ચટણી બનાવવાની રીત