Home Lunch & Dinner Malai Pyaaz Recipe in Gujarati | મલાઈ ડુંગળીનું શાક બનાવવાની રીત

Malai Pyaaz Recipe in Gujarati | મલાઈ ડુંગળીનું શાક બનાવવાની રીત

0

રોજિંદી રસોઈમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે ફ્રીજમાં કોઈ લીલા શાકભાજી બચ્યા ન હોય અને કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય. આવા સમયે માત્ર ડુંગળી અને ઘરની તાજી મલાઈમાંથી બનતું Malai Pyaaz (મલાઈ ડુંગળીનું શાક) રાજસ્થાન અને પંજાબના ઢાબા પર આ શાક ખૂબ જ પ્રખ્યાત છે. ડુંગળીની ક્રંચીનેસ (Crunch) અને મલાઈની મીઠાશ મળીને પનીરના શાકને પણ ભુલાવી દેશે. તે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જે રોટલી, ભાખરી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો.. ચાલો જોઈએ મલાઈ ડુંગળીનું શાક બનાવવાની રીત.

Ingredients List

  1. લાંબી ઝીણી સુધરેલી ડુંગળી 2 – 3 કપ
  2. મલાઈ 1 કપ
  3. સુધારેલ ટામેટા ¼ કપ
  4. તેલ 4- 5 ચમચી
  5. જીરું 1 ચમચી
  6. લીલા મરચા સુધારેલ 2- 3
  7. હળદર ½ ચમચી
  8. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  9. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  10. કસૂરી મેથી 1 ચમચી
  11. કલૌંજી ½ ચમચી
  12. આમચૂર પાઉડર 1 ચમચી
  13. ગરમ મસાલો ½ ચમચી
  14. લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી

Malai Pyaaz banavani rit

મલાઈ ડુંગળી નું શાક બનાવવા સૌથી પહેલા ડુંગળી ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એને પાણીથી ધોઈ નીતારી કોરી કરી લ્યો. હવે બે ભાગમાં કાપી કટકા કરી લાંબી લાંબી અને પાતળી સુધારી લ્યો.  હવે લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો સાથે ટામેટા ને પણ ઝીણા સુધારી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ નાખી શેકિન્લીઓ ત્યાર બાદ સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ થોડી પારદર્શક થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.

મસાલા શેકાઈ જાય એટલે એમાં કસૂરી મેથી, કલોન્જી, ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો બધા મસાલા બરોબર ચડી જાય એટલે એમાં મલાઈ અને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો. મલાઈ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરી. તો તૈયાર છે મલાઈ પ્યાઝ.

મલાઈ ડુંગળી નું શાક બનાવવાની રીત

Malai Pyaaz - મલાઈ ડુંગળી નું શાક બનાવવાની રીત

Malai Pyaaz Recipe in Gujarati | મલાઈ ડુંગળીનું શાક બનાવવાની રીત

રોજિંદી રસોઈમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે ફ્રીજમાં કોઈલીલા શાકભાજી બચ્યા ન હોય અને કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય. આવા સમયે માત્રડુંગળી અને ઘરની તાજી મલાઈમાંથી બનતું Malai Pyaaz(મલાઈ ડુંગળીનું શાક) રાજસ્થાન અને પંજાબના ઢાબા પર આ શાક ખૂબજ પ્રખ્યાત છે. ડુંગળીની ક્રંચીનેસ (Crunch) અનેમલાઈની મીઠાશ મળીને પનીરના શાકને પણ ભુલાવી દેશે. તે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જે રોટલી, ભાખરી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો.. ચાલો જોઈએ મલાઈ ડુંગળીનું શાક બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2-3 કપ લાંબી ઝીણી સુધરેલી ડુંગળી
  • 1 કપ મલાઈ
  • ¼ કપ સુધારેલ ટામેટા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી કલૌંજી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Malai Pyaaz banavani rit

  • મલાઈ ડુંગળી નું શાક બનાવવા સૌથી પહેલા ડુંગળી ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એને પાણીથી ધોઈ નીતારી કોરી કરી લ્યો. હવે બે ભાગમાં કાપી કટકા કરી લાંબી લાંબી અને પાતળી સુધારી લ્યો. હવે લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો સાથે ટામેટા ને પણ ઝીણા સુધારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલ નાખી શેકિન્લીઓ ત્યાર બાદ સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકો. ડુંગળી શેકાઈ થોડી પારદર્શક થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
  • મસાલા શેકાઈ જાય એટલે એમાં કસૂરી મેથી, કલોન્જી, ગરમ મસાલો અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો બધા મસાલા બરોબર ચડી જાય એટલે એમાં મલાઈ અને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો. મલાઈ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરી. તો તૈયાર છે મલાઈ પ્યાઝ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version