ગુજરાતી થાળી દાળ અને કઢી વિના અધૂરી ગણાય છે. સાદી ખાટી-મીઠી કઢી તો આપણે હંમેશા બનાવીએ છીએ, પરંતુ જો તમે તેમાં થોડું નવું વેરિએશન લાવવા માંગતા હોવ, તો Bhinda ni Kadhi (ભીંડાની કઢી) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેને ઘણા લોકો ખાટા ભીંડા અથવા ભીંડા નું ખાટિયું પણ કહે છે. ઉનાળા માં જ્યારે કાઈ શાક ન સૂજે ત્યારે આ ભીંડા કઢી બનાવી શકો છો. જે રોટલી, જુવારના રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ભીંડાને કઢીમાં નાખવાથી કઢી ચીકણી તો નહીં થઈ જાય ને? બિલકુલ નહિ! જે રોટલી, જુવારના રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો. ચાલો જોઈએ ભીંડાની કઢી બનાવવાની રીત.
Table of contents
Ingredients list
- ભીંડા 200 ગ્રામ
- ખાટું દહીં 2 કપ
- બેસન 4- 5 ચમચી
- તેલ 3- 4 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- હિંગ ½ ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Bhinda ni Kadhi banavani rit
ભીંડાની કઢી બનાવવા સૌથી પહેલા ભીંડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લૂછી કોરા કરી ચાકુ થી બેન્ડ બાજુની દાડી કાપી અલગ કરી ને એક એક ઇંચ ન ગોળ કટકા કરી લ્યો. હવે દહીં ને એક મોટા વાસણમાં નાખી બ્લેન્ડર વડે બરોબર મિક્સ ત્યાર બાદ એમાં બીજા ચાર કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરો. ત્યાર બાદ એમાં બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા ન કટકા નાખી ચમચાથી હલાવી મિક્સ કરી ફુલ તાપે ભીંડા ને શેકો. ભીંડા શેકાઈ ને એમાં રહેલી ચિકાસ દૂર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
હવે બીજી કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ. મીઠા લીમડાના પાંદ નાખી મિસ કરી લ્યો. હવે આદુ લસણ ની પેસ્ટ નાખી બને ને બરોબર શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં અહીં માટે જે બેસન છાસ નું મિશ્રણ બનાવેલ અને બરોબર મિક્સ કરી ને નાખો અને જ્યાં સુંધી એમાં ઉભરો ન આવે ત્યાં સુંધી સતત હલાવતા રહો.
કઢી માં ઉભરો આવે એટલે ગેસ મીડિયમ કરી ને કઢી ને દસ પંદર મિનિટ ઉકાળવી લ્યો. પંદર મિનિટ પછી એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી લ્યો અને ભીંડા ને પણ પાંચ મિનિટ કઢી સાથે ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગ્રામ ગ્રામ મજા લ્યો. તો તૈયાર છે ભીંડા કઢી.
ભીંડાની કઢી બનાવવાની રીત

Bhinda ni Kadhi Recipe in Gujarati | ભીંડાની કઢી | Gujarati Kadhi
Equipment
- 1 કડાઈ
Ingredients
- 200 ગ્રામ ભીંડા
- 2 કપ ખાટું દહીં
- 4-5 ચમચી બેસન
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી મેથી દાણા
- ½ ચમચી હિંગ
- 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Bhinda ni Kadhi banavani rit
- ભીંડાની કઢી બનાવવા સૌથી પહેલા ભીંડા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લૂછી કોરા કરી ચાકુ થી બેન્ડ બાજુની દાડી કાપી અલગ કરી ને એક એક ઇંચ ન ગોળ કટકા કરી લ્યો. હવે દહીં ને એક મોટા વાસણમાં નાખી બ્લેન્ડર વડે બરોબર મિક્સ ત્યાર બાદ એમાં બીજા ચાર કપ પાણી નાખી ફરી બરોબર મિક્સ કરો. ત્યાર બાદ એમાં બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ભીંડા ન કટકા નાખી ચમચાથી હલાવી મિક્સ કરી ફુલ તાપે ભીંડા ને શેકો. ભીંડા શેકાઈ ને એમાં રહેલી ચિકાસ દૂર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- હવે બીજી કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ. મીઠા લીમડાના પાંદ નાખી મિસ કરી લ્યો. હવે આદુ લસણ ની પેસ્ટ નાખી બને ને બરોબર શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં અહીં માટે જે બેસન છાસ નું મિશ્રણ બનાવેલ અને બરોબર મિક્સ કરી ને નાખો અને જ્યાં સુંધી એમાં ઉભરો ન આવે ત્યાં સુંધી સતત હલાવતા રહો.
- કઢી માં ઉભરો આવે એટલે ગેસ મીડિયમ કરી ને કઢી ને દસ પંદર મિનિટ ઉકાળવી લ્યો. પંદર મિનિટ પછી એમાં શેકી રાખેલ ભીંડા નાખી મિક્સ કરી લ્યો અને ભીંડા ને પણ પાંચ મિનિટ કઢી સાથે ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગ્રામ ગ્રામ મજા લ્યો. તો તૈયાર છે ભીંડા કઢી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dry Onion Chutney Recipe in Gujarati | સૂકી ડુંગળીની ચટણી
Kodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી
Butter garlic broccoli banavani recipe | બટર ગાર્લિક બ્રોકલી
Bundi kadhi banavani recipe | બૂંદી કઢી બનાવવાની રેસીપી
Ringna batata nu shaak | રીંગણા બટાકા નું શાક