મિત્રો આજે આપણે 2 બ્રેડ અને 2 ગ્લાસ દૂધ માંથી મસ્ત બજાર જેવીજ માટલા ગુલ્ફી બનાવાતા શીખીશું. જે બનાવવા માં પણ સરળ છે અને બધા લોકો ને ખાવાની મજા પડે એવી bread thi malai gulfi – બ્રેડ થી મલાઈ ગુલ્ફી આજે આપણે ઘરે બનાવતા શીખીશું.
INGREDIENTS
- બ્રેડ ની સ્લાઈસ 2
- કાજુ 5-7 નંગ
- બદામ 8-10 નંગ
- પિસ્તા 12-15 નંગ
- દૂધ 2 ગ્લાસ ( લગભગ ૩૫૦-૪૦૦ મિલી )
- કેસર ¼ ચમચી
- એલચી પાવડર ½ ચમચી
- ખાંડ 5-6 ચમચી
bread thi malai gulfi banavani recipe
બ્રેડ થી મલાઈ ગુલ્ફી બનાવી શું જેમાં આજે આપણે બ્રેડ ની સ્લાઈસ માંથી એક મલાઈ ગુલ્ફી તૈયાર કરીશું જેના માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 બ્રેડ ની સ્લાઈસ નાખી સારી રીતે પીસી અને 1 બાઉલ માં કાઢી લેશું.
ત્યાર બાદ એજ મિક્ષ્ચર જાર માં આપણે કાજુ , બદામ અને પિસ્તા નાખી અને તેને પણ દરદરૂ પીસી લેશું. અને તેને પણ આપણે એક બાઉલ માં કાઢી લેશું.
હવે ગેસ પર એક પેન લેશું તેમાં આપણે 2 ગ્લાસ જેવું દૂધ તે પેન માં નાખીશું. ઈયા 2 વાત નું ધ્યાન રાખીશું પેલું કે ગ્લાસ તમે જે પણ તમારા ઘરમાં વાપરતા હોવ તે ગ્લાસ લઈ સકો છો અને બીજું કે ગ્લાસ ને આપણે આખો નઈ ભરીએ ઉપર થી થોડો એવો ખાલી રેવા દેશું. અને જો તમે પરફેક્ટ માપ થી કરતા હોવ તો 300-400 મિલી જેટલું દૂધ માપી ને લઈ સકો છો.
ત્યાર પછી હવે દૂધ માં આપણે કેસર નાખી દેશું. ત્યાર બાદ આપણે દૂધ માં સારી રીતે ઉભરો આવા દેશું ઉભરો આવી જાય એટલે આપણે તેમાં 5-6 ચમચી જેવી ખાંડ નાખી અને ખાંડ ને ઓગળવા દેશું ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસ ને સાવ ધીમો કરી નાખશું અને ત્યાર બાદ તેમાં એલચી પાવડર ½ ચમચી , કાજુ બદામ અને પિસ્તા વાળું પાવડર અને પીસી ને રાખેલી બ્રેડ પણ નાખી દેશું.
હવે બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી અને આપણે દૂધ ને સતત હલાવતા જશું. અને થોડી વાર પછી આપનું મિશ્રણ ઘાટું થઈ જશે. ટોટલ 2-3 મિનિટ માં આપણું મિશ્રણ ઘાટું થઈ જશે. ગેસ ની ફ્લેમ બંધ કરી દીધા બાદ આપણે દૂધ ને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું. મિશ્રણ ઠંડું થઈ ગયા બાદ તેને મિક્ષ્ચર જાર માં નાખી અને એક વખત પીસી લેશું. જેથી આપણું મિશ્રણ છે તે એકદમ સ્મૂધ તૈયાર થશે.
ત્યાર બાદ આપણે જે ગ્લાસ થી દૂધ લીધું હતું તેજ ગ્લાસ માં આપણે આ ક્રશ કરેલું મિશ્રણ નાખવાનું રેસે તો ટોટલ 2 ગ્લાસ લેશું અને તેમાં આપણે આ તૈયાર કરેલું મિશ્રણ નાખી દેશું ફરીથી એક વાત નું ધ્યાન રાખવું કે આપણે ગ્લાસ ને ઉપર સુધી નઈ ભરીએ . ગ્લાસ ભરાઈ ગયા બાદ આપણે 8-10 કલાક માટે ગ્લાસ ને આપણે ફ્રીઝર માં મૂકી દેશું.
હવે 8-10 કલાક બાદ આપણે ગ્લાસ ને બારે કાઢી અને તેમાં જે લાકડા ની ગુલ્ફી ની સળી આવે છે તે 4 સળી ને આપણે ગ્લાસ ના 4 ખુણા માં ઉપર થી ગુલ્ફી માં નાખી દેશું. ગ્લાસ ને ડિમોલ્ડ કરવા માટે 1 બાઉલ માં ઠંડુ પાણી ભરીશું તે પાણી ની અંદર આપણે આ ગ્લાસ ને મૂકી અને ધીમે ધીમે ફેરવતા જશું અને ત્યાર પછી બંને હાથ ની વચે ગ્લાસ મૂકી અને ગ્લાસ ને ફેરવશું જેથી હાથ ની ગરમી થી ગ્લાસ માંથી આપણી ગુલ્ફી ડિમોલ્ડ થઈ જશે અને છેલે આપણે સ્ટીક પકડી અને ગુલ્ફી ને ખેંચી લેશું.
અને ત્યાર બાદ ચાકુ ની મદદ થી ઉપર થી 1 કટ મારીશું અને સાઇડ માંથી પણ 1 કટ મારીને ને ગુલ્ફી ને 4 ભાગ માં કટ કરી દેશું.
તો તૈયાર છે આપણી એકદમ સરળ રીત થી મલાઈ ગુલ્ફી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બ્રેડ થી મલાઈ ગુલ્ફી બનાવવાની રેસીપી

bread thi malai gulfi banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 પેન / કડાઈ
- 1 રેગ્યુલર ગ્લાસ
Ingredients
- 2 બ્રેડ ની સ્લાઈસ
- 5-7 નંગ કાજુ
- 8-10 નંગ બદામ
- 12-15 નંગ પિસ્તા
- 2 ગ્લાસ દૂધ ( લગભગ ૩૫૦-૪૦૦ મિલી )
- ¼ ચમચી કેસર
- ½ ચમચી એલચી પાવડર
- 5-6 ચમચી ખાંડ
Instructions
bread thi malai gulfi banavani recipe
- બ્રેડ થી મલાઈ ગુલ્ફી બનાવી શું જેમાં આજે આપણે બ્રેડ ની સ્લાઈસ માંથી એક મલાઈ ગુલ્ફી તૈયાર કરીશું જેના માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 બ્રેડ ની સ્લાઈસ નાખી સારી રીતે પીસી અને 1 બાઉલ માં કાઢી લેશું.
- ત્યાર બાદ એજ મિક્ષ્ચર જાર માં આપણે કાજુ , બદામ અને પિસ્તા નાખી અને તેને પણ દરદરૂ પીસી લેશું. અને તેને પણ આપણે એક બાઉલ માં કાઢી લેશું.
- હવે ગેસ પર એક પેન લેશું તેમાં આપણે 2 ગ્લાસ જેવું દૂધ તે પેન માં નાખીશું. ઈયા 2 વાત નું ધ્યાન રાખીશું પેલું કે ગ્લાસ તમે જે પણ તમારા ઘરમાં વાપરતા હોવ તે ગ્લાસ લઈ સકો છો અને બીજું કે ગ્લાસ ને આપણે આખો નઈ ભરીએ ઉપર થી થોડો એવો ખાલી રેવા દેશું. અને જો તમે પરફેક્ટ માપ થી કરતા હોવ તો 300-400 મિલી જેટલું દૂધ માપી ને લઈ સકો છો.
- ત્યાર પછી હવે દૂધ માં આપણે કેસર નાખી દેશું. ત્યાર બાદ આપણે દૂધ માં સારી રીતે ઉભરો આવા દેશું ઉભરો આવી જાય એટલે આપણે તેમાં 5-6 ચમચી જેવી ખાંડ નાખી અને ખાંડ ને ઓગળવા દેશું ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસ ને સાવ ધીમો કરી નાખશું અને ત્યાર બાદ તેમાં એલચી પાવડર ½ ચમચી , કાજુ બદામ અને પિસ્તા વાળું પાવડર અને પીસી ને રાખેલી બ્રેડ પણ નાખી દેશું.
- હવે બધી વસ્તુ ને એક વખત સારી રીતે મિક્સ કરી અને આપણે દૂધ ને સતત હલાવતા જશું. અને થોડી વાર પછી આપનું મિશ્રણ ઘાટું થઈ જશે. ટોટલ 2-3 મિનિટ માં આપણું મિશ્રણ ઘાટું થઈ જશે. ગેસ ની ફ્લેમ બંધ કરી દીધા બાદ આપણે દૂધ ને એકદમ સારી રીતે ઠંડુ થવા દેશું. મિશ્રણ ઠંડું થઈ ગયા બાદ તેને મિક્ષ્ચર જાર માં નાખી અને એક વખત પીસી લેશું. જેથી આપણું મિશ્રણ છે તે એકદમ સ્મૂધ તૈયાર થશે.
- ત્યાર બાદ આપણે જે ગ્લાસ થી દૂધ લીધું હતું તેજ ગ્લાસ માં આપણે આ ક્રશ કરેલું મિશ્રણ નાખવાનું રેસે તો ટોટલ 2 ગ્લાસ લેશું અને તેમાં આપણે આ તૈયાર કરેલું મિશ્રણ નાખી દેશું ફરીથી એક વાત નું ધ્યાન રાખવું કે આપણે ગ્લાસ ને ઉપર સુધી નઈ ભરીએ . ગ્લાસ ભરાઈ ગયા બાદ આપણે 8-10 કલાક માટે ગ્લાસ ને આપણે ફ્રીઝર માં મૂકી દેશું.
- હવે 8-10 કલાક બાદ આપણે ગ્લાસ ને બારે કાઢી અને તેમાં જે લાકડા ની ગુલ્ફી ની સળી આવે છે તે 4 સળી ને આપણે ગ્લાસ ના 4 ખુણા માં ઉપર થી ગુલ્ફી માં નાખી દેશું. ગ્લાસ ને ડિમોલ્ડ કરવા માટે 1 બાઉલ માં ઠંડુ પાણી ભરીશું તે પાણી ની અંદર આપણે આ ગ્લાસ ને મૂકી અને ધીમે ધીમે ફેરવતા જશું અને ત્યાર પછી બંને હાથ ની વચે ગ્લાસ મૂકી અને ગ્લાસ ને ફેરવશું જેથી હાથ ની ગરમી થી ગ્લાસ માંથી આપણી ગુલ્ફી ડિમોલ્ડ થઈ જશે અને છેલે આપણે સ્ટીક પકડી અને ગુલ્ફી ને ખેંચી લેશું.
- અને ત્યાર બાદ ચાકુ ની મદદ થી ઉપર થી 1 કટ મારીશું અને સાઇડ માંથી પણ 1 કટ મારીને ને ગુલ્ફી ને 4 ભાગ માં કટ કરી દેશું.
- તો તૈયાર છે આપણી એકદમ સરળ રીત થી મલાઈ ગુલ્ફી
Notes
- જો તમને આ દૂધ વાળા મિશ્રણ ને પીસવું ના હોય તો તમે પિસ્યા વગર પણ લઈ સકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tal nu doodh banavani rit | તલ નું દૂધ બનાવવાની રીત
Dryfruit ane coconut milk drink | ડ્રાયફ્રુટ અને કોકોનટ મિલ્ક ડ્રીંક
Mamra dry fruit chikki | મમરા ડ્રાયફ્રુટ ચીક્કી
Ragi hot chocolate | રાગી હોટ ચોકલેટ બનાવવાની રેસીપી
besan na ladoo | બેસન ના લાડુ ની રેસીપી