જેમ સુરતનું ઊંધિયું વખણાય, તેમ રાજકોટનો Chapdi Tavo આખી દુનિયામાં ફેમસ છે. શિયાળાની સાંજ હોય અને જમવામાં ગરમાગરમ મસાલેદાર તાવો અને ઘીમાં તળેલી ચાપડી મળી જાય એટલે જલસો પડી જાય. સામાન્ય રીતે “તાવો” એટલે મોટા સપાટ તવા પર કલાકો સુધી શાકભાજીને શેકીને બનાવવી પડતી વાનગી. પણ આજની ભાગદોડ વાળી લાઈફમાં એટલો સમય કોની પાસે છે? એટલે જ આજે આપણે એ જ ઓરીજીનલ ટેસ્ટ સાથે, પણ એકદમ સરળ રીતે Pressure Cooker માં ચાપડી તાવો બનાવીશું. આ રીતથી તમારો સમય પણ બચશે અને સ્વાદ પણ એવો જ આવશે.
Table of contents
તાવો બનાવવા માટેની સામગ્રી
- પલાળેલા દેશી ચણા 1 કપ
- પલાળેલી વાલ 1 કપ
- તેલ ½ કપ
- પલાળેલી ચોરી 1 કપ
- જીરું ½ ચમચી
- પલાળેલા મગ 1 કપ
- અજમો ½ ચમચી
- તમાલપત્ર 1
- સુકા લાલ મરચા 1-2
- બાદીયા ( સ્ટાર ફૂલ ) 1
- એલચી 1-2
- તજ નો ટુકડો 1
- મીઠા લીમડાના પાંદ 8-10
- હિંગ ½ ચમચી
- ડુંગળી 1 મોટી
- લીલા મરચા 3-4
- આદુનો ટુકડાઓ 1 ઇંચ
- લસણ ની કણી 15-20
- લીલું લસણ સુધારેલ 1 કપ
- ટામેટા પ્યુરી 1 કપ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- કસુરી મેથી 2 ચમચી
- સુરતી પાપડી 1 કપ
- ફુલાવર ના ફૂલ 1 કપ
- ટીન્ડોડા સુધારેલ ½ કપ
- રીંગણ સુધારેલ 1 કપ
- બટાકા સુધારેલ 1 કપ
- તુવેર દાણા ½ કપ
- વટાણા ½ કપ
- વાલોર સુધારેલ 1 કપ
- લીંબુનો રસ 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 3 કપ
- ગરમ પાણી 2 કપ
ચાપડી માટેની સામગ્રી
- ઘઉંનો કરકરો લોટ 2 કપ
- સોજી ½ કપ
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 ચમચીમીઠું સ્વાદ મુજબ
- તેલ ¼ કપ
- પાણી જરૂર મુજબ
Chapdi Tavo banavani rit
ચાપડી તાવો બનાવવા સૌથી પહેલા આપણે તાવો બનાવી તૈયાર કરીશું જેના માટે અલગ અલગ વાસણમાં દેશી ચણા,વાલ, મગ અને ચોરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો. હવે બાકીના શાક જેમ કે તુવેર દાણા, વટાણા ના દાણા કાઢી લ્યો, સાથે બટાકા, ફુલાવર, ટીન્ડોડા, રીંગણ વગેરે ને ધોઈ મીડીયમ સાઈઝના કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટામેટા ની પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો સાથે મિક્સર જારમાં સુધારેલ ડુંગળી, આડું, લીલા મરચા, લસણ ની કણી અડધો કપ સુધારેલ લીલું લસણ નાખી પીસી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે જીરું, અજમો મસળી ને નાખો ત્યાર બાદ એમાં તમાલપત્ર, સુકા લાલ મરચા, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી શેકાઈ ને તેલ અલગ થવા લાગે એટલે બાકી રહેલ લીલું લસણ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ટામેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને કસુરી મેથી હાથ થી મસળી નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે સુરતી પાપડી, , ફુલાવર, રીંગણ, બટાકા, વટાણા, ટીન્ડોડા, તુવેર દાણા, પલાળેલા મગ, ચણા, ચોરી, વાલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ શેકી લ્યો. સાત મિનીટ શેકી લીધા બાદ એમાં પાણી નાખી મીઠું ચેક કરી મિક્સ કરી કુકર બંધ કરી મીડીયમ તાપે ત્રણ ચાર સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી તૈયાર તાવો ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ફરી ચાલુ કરી એમાં જો ત્યાર બાદ જો રસો ઓછો લાગે તો એક થી બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ફરીથી ઉકાળી લ્યો. રસો ઉકાળવા લાગે એટલે એમાં લીલ્દ ધાણા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો તો આપણી તાવો તૈયાર છે.
chapdi banavani rit
ચાપડી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, હાથ થી મસળી અજમો, જીરું, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર હાથ થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. હવે ગેસ પર કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની ચાપડી બનાવી હોય એ સાઈઝ મુજબ લોટ લઇ હથેળી વડે દબાવી દબાવી મીડીયમ ઝાડો લુવો બનાવી લ્યો આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો. હવે મીડીયમ ગરમ તેલ માં એક સાથે જેટલી ચાપડી આવે એટલા લુવા નાખી સાવ ધીમા તાપ કરી એમાં ચાપડી ને તારો ત્રણ ચાર મિનીટ પછી લુવા ને ઉથલાવી લ્યો આમ થોડી થોડી વારે ચાપડી ને ઉથલાવી ગોલ્ડન બ્રાઉન તારી લ્યો. ચાપડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી બીજા લુવા નાખો આમ બધી ચાપડી તારી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચાપડી
ચાપડી તાવો સર્વ કરવાની રીત
એક પ્લેટ માં તૈયાર કરેલ ચાપડી ના કટકા કરી લ્યો એના પર ગરમ ગરમ તાવો નાખો સાથે લીંબુનો રસ, લીલા ધાણા નાખી સર્વ કરો. તો તૈયાર છે ચાપડી તાવો.
tavo recipe tip
તમે પહેલા ચાપડી કરવા મૂકી દેશો તો જ્યાં સુંધી તાવો તૈયાર થશે ત્યાં સુંધી બધી ચાપડી તારી ને તૈયાર થઇ જાશે.
ચાપડી તાવો બનાવવાની રીત

રાજકોટનો ફેમસ ચાપડી તાવો કૂકરમાં બનાવવાની સરળ રીત – Rajkot Style Chapdi Tavo Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
તાવો બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પલાળેલા દેશી ચણા
- 1 કપ પલાળેલી વાલ
- 1 કપ પલાળેલા મગ
- ½ કપ તેલ
- 1 કપ પલાળેલી ચોરી
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 તમાલપત્ર
- 1-2 સુકા લાલ મરચા
- 1 બાદીયા સ્ટાર ફૂલ
- 1-2 એલચી
- 1 તજ નો ટુકડો
- 8-10 મીઠા લીમડાના પાંદ
- ½ ચમચી હિંગ
- 1 મોટી ડુંગળી
- 3-4 લીલા મરચા
- 1 ઇંચ આદુનો ટુકડાઓ
- 15-20 લસણ ની કણી
- 1 કપ લીલું લસણ સુધારેલ
- 1 કપ ટામેટા પ્યુરી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી કસુરી મેથી
- 1 કપ સુરતી પાપડી
- 1 કપ ફુલાવર ના ફૂલ
- ½ કપ ટીન્ડોડા સુધારેલ
- 1 કપ રીંગણ સુધારેલ
- 1 કપ બટાકા સુધારેલ
- ½ કપ તુવેર દાણા
- ½ કપ વટાણા
- 1 કપ વાલોર સુધારેલ
- 2 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 3 કપ પાણી
- 2 કપ ગરમ પાણી
ચાપડી માટેની સામગ્રી
- 2 કપ ઘઉંનો કરકરો લોટ
- ½ કપ સોજી
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ
- ¼ કપ તેલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Chapdi Tavo banavani rit
- ચાપડી તાવો બનાવવા સૌથી પહેલા આપણે તાવો બનાવી તૈયાર કરીશું જેના માટે અલગ અલગ વાસણમાં દેશી ચણા,વાલ, મગ અને ચોરી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એક થી બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો. હવે બાકીના શાક જેમ કે તુવેર દાણા, વટાણા ના દાણા કાઢી લ્યો, સાથે બટાકા, ફુલાવર, ટીન્ડોડા, રીંગણ વગેરે ને ધોઈ મીડીયમ સાઈઝના કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ટામેટા ની પ્યુરી બનાવી તૈયાર કરી લ્યો સાથે મિક્સર જારમાં સુધારેલ ડુંગળી, આડું, લીલા મરચા, લસણ ની કણી અડધો કપ સુધારેલ લીલું લસણ નાખી પીસી પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે જીરું, અજમો મસળી ને નાખો ત્યાર બાદ એમાં તમાલપત્ર, સુકા લાલ મરચા, સ્ટાર ફૂલ, તજ નો ટુકડો અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી શેકાઈ ને તેલ અલગ થવા લાગે એટલે બાકી રહેલ લીલું લસણ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ટામેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
- ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને કસુરી મેથી હાથ થી મસળી નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે સુરતી પાપડી, , ફુલાવર, રીંગણ, બટાકા, વટાણા, ટીન્ડોડા, તુવેર દાણા, પલાળેલા મગ, ચણા, ચોરી, વાલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ શેકી લ્યો. સાત મિનીટ શેકી લીધા બાદ એમાં પાણી નાખી મીઠું ચેક કરી મિક્સ કરી કુકર બંધ કરી મીડીયમ તાપે ત્રણ ચાર સીટી વગાડી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી તૈયાર તાવો ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ફરી ચાલુ કરી એમાં જો ત્યાર બાદ જો રસો ઓછો લાગે તો એક થી બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ફરીથી ઉકાળી લ્યો. રસો ઉકાળવા લાગે એટલે એમાં લીલ્દ ધાણા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો તો આપણી તાવો તૈયાર છે.
ચાપડી બનાવવા માટેની રીત
- ચાપડી બનાવવા સૌથી પહેલા કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લ્યો એમાં સોજી, હાથ થી મસળી અજમો, જીરું, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર હાથ થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. હવે ગેસ પર કડાઈમાં મીડીયમ તાપે તેલ ગરમ કરવા મુકો.
- તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી જે સાઈઝ ની ચાપડી બનાવી હોય એ સાઈઝ મુજબ લોટ લઇ હથેળી વડે દબાવી દબાવી મીડીયમ ઝાડો લુવો બનાવી લ્યો આમ બધા લુવા બનાવી તૈયાર કરી લ્યો. હવે મીડીયમ ગરમ તેલ માં એક સાથે જેટલી ચાપડી આવે એટલા લુવા નાખી સાવ ધીમા તાપ કરી એમાં ચાપડી ને તારો ત્રણ ચાર મિનીટ પછી લુવા ને ઉથલાવી લ્યો આમ થોડી થોડી વારે ચાપડી ને ઉથલાવી ગોલ્ડન બ્રાઉન તારી લ્યો. ચાપડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી બીજા લુવા નાખો આમ બધી ચાપડી તારી ને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચાપડી
ચાપડી તાવો સર્વ કરવાની રીત
- એક પ્લેટ માં તૈયાર કરેલ ચાપડી ના કટકા કરી લ્યો એના પર ગરમ ગરમ તાવો નાખો સાથે લીંબુનો રસ, લીલા ધાણા નાખી સર્વ કરો. તો તૈયાર છે ચાપડી તાવો.
Chapdi tavo recipe tip
- તમે પહેલા ચાપડી કરવા મૂકી દેશો તો જ્યાં સુંધી તાવો તૈયાર થશે ત્યાં સુંધી બધી ચાપડી તારી ને તૈયાર થઇ જાશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચટાકેદાર લીલા વટાણાનું ઉસળ બનાવવાની રીત – Lila Vatana no Usal Recipe in Gujarati
Aloo stuffed bati banavani rit | આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત
schezwan fried rice | સેજવાન ફ્રાઇડ રાઈસ
Bataka roasti recipe | બટાકા રોસ્ટી બનાવવાની રીત
mag ni dal ni khichdi gujarati | મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત