Home Dessert & Drinks માત્ર 2 વસ્તુથી બનાવો બજાર જેવો જ શુદ્ધ સ્ટ્રોબેરી જામ – Homemade...

માત્ર 2 વસ્તુથી બનાવો બજાર જેવો જ શુદ્ધ સ્ટ્રોબેરી જામ – Homemade Strawberry Jam Recipe in Gujarati

0

શિયાળાની ઋતુમાં બજારમાં લાલચટક અને મીઠી Strawberries પુષ્કળ પ્રમાણમાં મળે છે. બાળકોને બ્રેડ કે રોટલી પર Jam લગાવીને ખાવું ખુબ ગમતું હોય છે. પણ બજારમાં મળતા જામમાં મોટાભાગે ખાંડ, આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવ્સ જ હોય છે, ફળનું પ્રમાણ નહિવત હોય છે. તો આ સીઝનમાં આપણે ઘરે જ એકદમ શુદ્ધ, કોઈપણ જાતના “Pectin” પાવડર કે કેમિકલ વગર Natural Strawberry Jam બનાવીએ. આ સ્ટ્રોબેરી જામ સ્વાદમાં બજાર કરતા ૧૦૦ ગણો સારો લાગે છે અને તમે તેને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો.

Homemade Strawberry Jam Ingredients

  1. તાજી સ્ટ્રોબેરી 800 ગ્રામ
  2. ખાંડ 500 ગ્રામ

Strawberry Jam banavani rit

સ્ટ્રોબેરી જામ બનાવવા સૌથી પહેલા તાજી ને લાલ હોય એવી સ્ટ્રોબેરી ને એક મોટા વાસણમાં પાણી નાખી એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી સ્ટ્રોબેરી ને એમાં અડધા કલાક માટે પલાળી મુકો. આમ પલાળવા થી સ્ટ્રોબેરી પર રહેલ કચરો દુર થઇ જાય. અડધા કલાક પછી સાદા પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એની ડાળી અને પાંદ દુર કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં સુધારેલ સ્ટ્રોબેરી નાખો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો. થોડી વારમાં ખાંડ નું પાણી બની જશે ત્યાર બાદ ગેસ મીડીયમ કરી થોડી થોડી વારે હલાવતા રહી ચડાવો. પંદર વીસ મિનીટ પછી કડાઈમાં ફીણ જેવું આવી ગયું હોય એને ચમચા થી કાઢી લ્યો અને ફરીથી હલાવી ચડાવી લ્યો.

અડધા કલાક પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે એટલે એક પ્લેટ માં થોડું નાખી નમાવી જોવે એટલે જો ઝડપથી ના પડે એટલે જામ તૈયાર થઇ ગયો છે ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો અને જામ ઠંડો થાય એટલે કાંચ ની જારમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી જામ.

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત

Homemade Strawberry Jam – ઘરે શુદ્ધ સ્ટ્રોબેરી જામ

માત્ર 2 વસ્તુમાંથી બનાવો બજાર જેવો જ શુદ્ધ સ્ટ્રોબેરી જામ – Homemade Strawberry Jam Recipe in Gujarati

શિયાળાની ઋતુમાં બજારમાં લાલચટક અને મીઠી Strawberries પુષ્કળ પ્રમાણમાં મળે છે. બાળકોને બ્રેડ કે રોટલી પર Jam લગાવીને ખાવું ખુબ ગમતું હોય છે. પણ બજારમાં મળતા જામમાં મોટા ભાગે ખાંડ, આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવ્સ જ હોય છે, ફળનું પ્રમાણ નહિવતહોય છે. તો આ સીઝનમાં આપણે ઘરે જ એકદમ શુદ્ધ,કોઈપણ જાતના "Pectin" પાવડર કે કેમિકલ વગર Natural Strawberry Jam બનાવીએ. આ સ્ટ્રોબેરી જામ સ્વાદમાં બજાર કરતા ૧૦૦ ગણો સારો લાગે છે અને તમે તેને આખું વર્ષ સ્ટોરપણ કરી શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 500 ગ્રામ આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

Homemade Strawberry Jam Ingredients

  • 800 ગ્રામ તાજી સ્ટ્રોબેરી
  • 500 ગ્રામ ખાંડ

Instructions

Strawberry Jam banavani rit

  • સ્ટ્રોબેરી જામ બનાવવા સૌથી પહેલા તાજી ને લાલ હોય એવી સ્ટ્રોબેરી ને એક મોટા વાસણમાં પાણી નાખી એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી સ્ટ્રોબેરી ને એમાં અડધા કલાક માટે પલાળી મુકો. આમ પલાળવા થી સ્ટ્રોબેરી પર રહેલ કચરો દુર થઇ જાય. અડધા કલાક પછી સાદા પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એની ડાળી અને પાંદ દુર કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં સુધારેલ સ્ટ્રોબેરી નાખો સાથે ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો. થોડી વારમાં ખાંડ નું પાણી બની જશે ત્યાર બાદ ગેસ મીડીયમ કરી થોડી થોડી વારે હલાવતા રહી ચડાવો. પંદર વીસ મિનીટ પછી કડાઈમાં ફીણ જેવું આવી ગયું હોય એને ચમચા થી કાઢી લ્યો અને ફરીથી હલાવી ચડાવી લ્યો.
  • અડધા કલાક પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે એટલે એક પ્લેટ માં થોડું નાખી નમાવી જોવે એટલે જો ઝડપથી ના પડે એટલે જામ તૈયાર થઇ ગયો છે ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો અને જામ ઠંડો થાય એટલે કાંચ ની જારમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી જામ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version